પોતાની વિશિષ્ટતાના કારણે પ્રસિદ્ધિ થયેલા અનોખા પથ્થરો
સામાન્ય રીતે પથ્થર એક જડ વસ્તુ છે. પરંતુ એમાં પણ પ્રકૃતિની રહસ્યમયી દુનિયા સમાયેલી છે. પ્રકૃતિને રહસ્યોનો પટારો કહેવામાં આવે છે. કારણ કે એના રહસ્યોનો કોઈ અંત નથી. જડ માનવવાળા પથ્થરો પણ ક્યારેક વિશિષ્ટ હરકતો કરીને ચોંકાવી દે છે. આ આશ્ચર્યભર્યા સંસારમાં કેટલાક એવા પથ્થર છે કે જે પોતાની વિશિષ્ટ હરકતોથી વિશ્વ પ્રસિદ્ધ બની ગયા છે.
ઓક્સફોર્ડ શાયરના એનસ્ટોનમાં હોરસ્ટોન નામનો એક વિશેષ પ્રકારનો પથ્થર છે. જ્યારે પણ લિડસ્ટોન ચર્ચની ઘડિયાળમાં રાતના બાર વાગ્યાના ડંકા પડે છે ત્યારે આ પથ્થર પોતાની પાસે આવેલી નદીના કિનારે ગોળ ગોળ ઘૂમતો પહોંચી જાય છે. અને અન્ય જીવોની માફક પાણી પીવાના દૃશ્યને ઉપસ્થિત કરે છે. આ ક્રિયા વહેલી પરોઠે કૂકડાની બાંગ પોકારવાની, બપોરે અથવા વર્ષની કોઈ નિશ્ચિત તિથિઓમાં પણ જાેવા મળે છે.
કિંગસ્ટોન પણ એક આશ્ચર્યજનક પથ્થરના રૂપમાં પ્રસિદ્ધ છે. આ પથ્થરના વિશે એક પ્રસિદ્ધ દંતકથા છે કે જાે રાત્રીના સમયે વિવાહિત યુવાતીઓને પોતાની છાતી સાથે લગાવે તો તેને સંતાન પ્રાપ્ત થાય છે. કિંગસ્ટોન એ એક વર્તુળાકાર પરિસ્થિતિમાં પડ્યા રહે છે. જેમાં ક્યારેક એકબીજા સાથે વાતો કરતાં હોય તેવી ભ્રમણા જાેવા-સાંભળવા મળે છે. આ દૃશ્ય સાંભળતા એવું લાગે કે જાણે કોઈ આપસમાં વાતો તો નથી કરતું ને !
આ અવિશ્વસનીય વાતને પ્રમાણિત કરવાને માટે રોડની હેલ નામની વ્યક્તિએ ૪ એપ્રિલ, ૧૯૮૧ના રોજ સવારે નવ વાગે પોતાના અત્યંત સંવેદનશીલ ઉપકરણ દ્વારા અવાજને રેકોર્ડ કરવાનો પ્રયાસ કર્યો તો તેમાં તેને સારી એવી સફળતા પ્રાપ્ત થઈ હતી.
ઉત્સવો અને લગ્ન પ્રસંગે લોકો આનંદથી નાચતા-કૂદતા હોય છે. માનવીની માફક જાે આ નિર્જીવ પથ્થરો પણ નાચતા ગાતા કૂદતા જાેવા મળે તો એ એક આશ્ચર્યજનક ઘટના કહેવાય. દંતકથા સમી આવી જ એક ઘટના એવનના સ્ટેટન્ડયૂમાં પથ્થરોનું ખોદકામ થઈ રહ્યું હતું. ત્યારે એક વિશેષ અવસર પર આ ખાણમાં કેટલાક પથ્થરો નૃત્ય કરવા લાગ્યા. આ સ્થળે આજુબાજુ રહેતાં લોકોમાં પણ અનેક જનજાતિઓ વ્યાપેલી છે. પરંતુ તેમણે ક્યારેય આવી ઘટના જાેઈ નહોતી. માત્ર આ અનહોની ઘટના વિખ્યાત વૈજ્ઞાનિક જેનેટ અને કાલીનયાર્ડેસને ૧૯૭પમાં નજરોનજર જાેઈ હતી.
પ્રખ્યાત વૈજ્ઞાનિક ગ્રીનસેલે બ્રિટનમાં એક અવા સ્થાનનો ઉલ્લેખ કર્યો છે કે જ્યાં વેેરવિખેર પડેલા પથ્થરોને ઉઠાવીને ક્યારે પણ ગણી શકાતા નથી. જ્યારે પણ કોઈ વ્યક્તિ કેટલાક પથ્થરોને લઈને ગણવા માંડે છે. ત્યારે એની ગણતરી પૂરી થવા આવે ત્યારે અચાનક ક્યાંકથી વધારાના પથ્થરો તેમાં ઉમેરાઈ જાય છે. ઘણા પ્રયાસો કરવા છતાંય આ સંબંધમાં કોઈ પણ વ્યક્તિ અહીંયા ગણવામાં સફળતા પ્રાપ્ત કરી શકતો નથી.
લેજલી ગ્રીનસેલે બ્રિટનના રોલરાઈટ પથ્થરોનું એક વધુ ઉદાહરણ રોચક રીતે પ્રસ્તુત કર્યું છે. ફ્રાયટન ગામમાં આ પત્થરોની સંખ્યા સટીર છે. પરંતુ આ પથ્થરો જ્યારે વર્તુળાકારમાં ઘેરો બનાવીને ઘૂમવા માંડે છે ત્યારે તેની સાચી સંખ્યા બતાવવી ઘણી જ મુશ્કેલ બને છે. નવા વર્ષની પૂર્વ સંધ્યા બાદ મધ્યરાત્રિએ આ પથ્થરો ગોળગોળ વર્તુળાકારમાં વર્તુળ બનાવીને બાળકોની જેમ ઉછળ-કૂદ કરીને ગોળ ગોળ ઘૂમે છે. ગોળ ગોળ ફરતા રહેવાના કારણે તેમની સાચી સંખ્યા દર્શાવી શકાતી નથી. જ્યારે તેઓ ગોળ ગોળ ફરવાનું બંધ કરે છે. ત્યારે તે પત્થરો એક નિર્જીવની જેમ પડ્યા રહેલા હોય છે ત્યારે તેને ગણવા સંભવ બને છે.કાર્નવાલમાં મેનસેન તાલના પ્રદેશમાં કેટલાક એવા પથ્થરો પણ જાેવા મળે છે કે જેના વિશે એવું કહેવામાં આવે છે કે તે બિમારીઓમાં લાભદાયક થાય છે. એને હિલીંગ સ્ટોન કહેવામાં આવે છે. ખાસ કરીને આ પથ્થરો વડે બાળકોના રોગો દૂર થયાનું જાેવા મળે છે. આ પથ્થરની ઉપર તાંબાની પીનને પસાર કરવામાં આવે છે. ત્યારે આ પીનમાં વિચિત્ર હરકત જાેવા મળે છે. લોકો આ હરકતોના દ્વારા પોતાના પ્રશ્નોનું સમાધાન શોધે છે.
પત્થરોથી એકબીજા ઘણાબધા લાખો અને ચમત્કારો જાેવા-સાંભળવા મળે છે. સ્કોટલેન્ડમાં નવવિવાહિત દંપતીઓના સુખી જીવન માટે ગોરકના કેપલ સ્ટોનનો સ્પર્શ કરાવવામાં આવે છે. કાર્નિશ ટોલ્વોન નામનો પત્થર બિમાર બાળકોને આરામ આપે છે. આર્યલેન્ડના કાઉન્ટી પાર્કમાં એક એવો પત્થર છે કે અનેક રોગોમાં લાભદાયી બને છે. કાઉન્ટ માયોના કેસ્ટલ વિચરમાં પત્થરોથી નિર્મિત એક કિલ્લો આવેલો છે. ત્યાં વિશેષ અવસરો પર પત્થરોમાંથી વિવિધ રંગના પ્રકાશ નીકળે છે. કેટલાક પત્થરો એકબીજા સાથે વાર્તાલાપ કરતા હોય તેવું જાેવા મળે છે.
આ વિશ્વમાં તો અનેક આશ્ચર્યો ભરેલાં પડયા છે. જેને વાંચવા અને સાંભળવાથી આપણને અનેક પ્રકારના આશ્ચર્ય થાય છે.