લઘુકથા સ્વરૂપ અને સર્જનમાં રસ ધરાવતાં અભ્યાસીઓ અને સાહિત્યિક વાચકોને વિશાળ વસ્તુ ફલક પર વિસ્તરતી આ લઘુકથાઓ ગમી જાય તેવી છે

રસમાધુરી
રસમાધુરી

નવલ, લાંબી વાર્તા, ટૂંકી વાર્તા, નવલિકા આ બધાં પ્રકારોમાં લઘુકથા જેવો એક સાહિત્ય પ્રકાર આવ્યો. જેમાં બહુ ઓછા સર્જકો એ રસ દાખવ્યો છે. વળી લઘુકથાના સ્વરૂપ અને તેમાં ચોક્કસ ઘાટ આપી વાત મુકવાની ક્ષમતા જાેતાં ઘણી વખત લઘુકથાને બદલે કંઈક ભળતું જ આવી જતું હોય તેવું પણ બન્યું છે. ત્યારે તાજેતરમાં જ ગાંધીનગર ખાતે જેનું વિમોચન થયું છે. તેવું જાણીતા વિવેચક ઉત્પલ પટેલ સંપાદિત પ્રેમજી પટેલની શ્રેષ્ઠ લઘુકથાઓનું પુસ્તક પ્રાપ્ત થયું છે.

‘પ્રેમજી પટેલની શ્રેષ્ઠ લઘુકથાઓ’ પુસ્તક માંથી પસાર થતાં વાચકના મનમાં એક ચોક્કસ આધારભૂત રીતે લઘુકથાનું સ્વરૂપ કેવું હોઈ જાેઈએ તે અંગેની ધારણા સ્પષ્ટ થાય તે માટે ઉત્પલ પટેલે શરૂઆતમાં જ લઘુકથા ઃ સ્વરૂપ વિચાર નીચે એક દીર્ધ લેખ આપ્યો છે જેમાં લઘુકથાની સ્વરૂપગંત લાક્ષણિકતાઓ, જે લેખકોએ આ સ્વરૂપમાં ખેડાણ કર્યું છે. તેમાં મહત્વપૂર્ણ એવા જાણીતા નામોના ઉલ્લેખ સાથે એ વાતને ખેદ પણ વ્યક્ત કર્યો છે કે ઊંચા ગજાના સાહિત્યકારો અને વિવેચકો આ સાહિત્ય પ્રકાર પ્રત્યે સાવ ઉદાસીન રહ્યાં છે. તેમ છતાં આરંભકાળથી જ બર્ફીલા વાતાવરણમાં ફૂટેલા અંકુર (્‌રટ્ઠુ) ની જેમ ટકી રહીને ગુજરાતી લઘુકથાઓ પ્રતિકુળ સંજાેગોમાં સંઘર્ષ વેઠીને વિકાસ સાધ્યો છે. અને એક સ્વતંત્ર સાહિત્ય સ્વરૂપ તરીકે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.

એના પર કોઈ અન્ય ભાષી લઘુકથાની રચના રીતિનો પ્રભાવ નથી, તેમજ એ કોઈ અન્ય ભાષાની લઘુકથાનું અનુકરણ કરતી નથી. કારણ કે અન્ય ભાષાઓમાં લઘુકથાનો ઉદય થતો ત્યારે ગુજરાતી લઘુકથા પોતાની આવી વિભાવનાઓ સાથે સ્થિર થઈ ચુકી હતી. તેમ છતાં એક ચર્ચા કાયમ થયા કરે છે. લઘુકથા બધિમા, હાર્મોનિકા અને ટૂચકો વિગેરે વચ્ચે ખુબ જ પાતળી ભેદ રેખા છે. ત્યારે ગુજરાત લઘુકથા ક્ષેત્રે જેમનું મહત્વપૂર્ણ પ્રદાન છે. એવા સર્જક મોહનલાલ પટેલ આ સંદર્ભે પોતાનું મતંવ્ય આપે છે તે ધ્યાન પાત્ર છે. ‘લઘુકથા ટૂંકી વાર્તા નથી તેમ એ ટૂચકો પણ નથી. લઘુકથા એ કલાકૃતિ છે. જીવનની સંવેદનાના અર્કનું એક બિન્દુ છે. એને ભાવક પોતાના જ અનુભવના જળમાં મેળવીને એનો આસ્વાદ ફરી ફરી માણી શકે છે.’

લઘુકથામાં ઘટના અને સિચ્યુએશન એ એના ઉદ્‌ભવ પાછળ રહેલા મહત્વપૂર્ણ ઘટક તત્વો છે. લઘુકથાની સર્જન પ્રક્રિયાની નિમિત રૂપ ઘટના આકસ્મિક અને ક્ષુદ્ર હોવી જાેઈએ. કારણ કે ઘટનાનું આકસ્મિક પણું અને ક્ષુવ્રત્વ જીવનના કોઈ એક સંદર્ભને સ્પર્શતા હોઈએ લઘુકતાના ખુદગ્ત અને ક્લેવરને ચુસ્તીભર્યા ઘાટ આપનારા નિવડે છે. લઘુકથામાં બાધવ છે તે આ બે લક્ષણોના આધારે નિષ્પન્ન થયેલું હોય છે. લઘુકથા એ સંવેદન કેન્દ્રી કથા સ્વરૂપ છે. લઘુકથામાં સર્જનની સંવેદનાની કળાત્મક અભિવ્યક્તિ અપેક્ષિત છે. કેમ કે તેમાં સંવેદન અને લાગણીનું પ્રાધાન્ય હોય છે.

સાહિત્યના આ સ્વરૂપને સંવેદના કથા કે ઉર્જા કાવ્યની જેમ ઊર્મિકથા તરીકે ઓળખી શકાય. લઘુકથા અને ટૂંકી વાર્તાના કથા સ્વરૂપોની સમાનતા – વિભિન્નતાની વાત સુંદર ઉદાહરણઓ આપીને ઉત્પલભાઈએ મુકી આપી છે. જેના કારણે લઘુકથાના સ્વરૂપની સાચી સમજ આપવાનો તેમનો પ્રયાસ પ્રસંસનીય લાગ્યા વિના રહેતો નથી. લઘુકથામાં પાત્ર નિરૂપણની વાત પણ તેઓ ખુબ વિગતે કરે છે.વળી લઘુકથામાં વસ્તુનું મહત્વ. લઘુકથાનો સમગ્ર પ્રભાવની વાત ઉદાહરણો સાથે મુકી આપી લઘુકથાના નવલેખકો માટે પ્રેરક પુરવાર થાય તેમ છે. કારણ કે લઘુકથા એ મત્સ્યવેધની કલા છે. આ સંદર્ભ લેખ માટે જે જુદા જુદા ગ્રંથોનો સંપાદકે ઉપયોગ કર્યો છે.

તેની વિગતો પણ ટૂંકમાં આપવામાં આવી છે. ભાવક ઉત્તમ લઘુકથામાંથી પસાર થાય કે તરત એના હૃદયને લોખંડ જેમ પારસ સ્પર્શે સુવર્ણ બને તેવી રીતે ભાવકનું હૃદય ઉત્તમ લઘુકથાના સ્પર્શે આનંદરૂપી સુવર્ણથી સમૃધ્ધ બની જાય તે જ તેની કે કોઈ પણ સાચી કલાકૃતિની ઓળખ છે.

પ્રેમજી પટેલની લઘુકથાઓ વિવિધ દૃષ્ટિકોણથી અને વૈવિધ ભર્યા મિજાજે લખાઈ છેે એવું એમની લઘુકથાઓમાં પસાર થતાં આપણને લાગ્યા વિના રહેતું નથી. આ પુસ્તકમાં પ્રેમજી પટેલની પણ જેટલી લઘુકથાઓનું ઉત્પલભાઈએ સંપાદન કર્યું છે. તે સાથે તે લઘુકથાઓની વિશિષ્ટતાઓ લાક્ષણિકતાઓ અને લઘુકથા સ્વરૂપે કઈ રીતે શ્રેષ્ઠ છે તેનું વિશ્લેષણ તેમનાં દીર્ધ લેખમાં કર્યું છે.

‘માઈક્રોમોશન’ લઘુકથામાં બોસલની અણઘટતી ચેષ્ઠાની નાયિકા આંચકો અને આઘાત બંને અનુભવે છે. તો ‘વમળ’ માં લેખકે નાયકની ફરજ ચુકની હકીકતને વહેલા ઘેર જતા રહેતા ખેડૂત અને પિરિચજ છોડીને વહેલી આવેલી રે પુત્રીની વાતનું સંમિશ્રણ કરીને ઉપસાવી આપી છે. આવી જ રચના પ્રયુક્તિ કર્તાએ ‘બચ્ચા’ લઘુકથામાં પ્રયોજલી છે. ‘શ્રવણ કથા’ માં પણ આવો જ કટુ અનુભવ કથા સાંભળીને ઘરે આવ્યા પછી વહુ પાસે પાણી માગવાના પ્રસંગે ડોશીને થાય છે. ‘મખમલી મોતી’ માં યૌવનનાં આરંભે પ્રથમવાર રજસ્વલા બનેલી યુવતી લુઘડું શોધી પહોળું કરે અને લાખ મોતી જેવા ડાઘ ઉપરથી કુંવારી સંવેદનનો મખમલી રોમાંચ મખમલી મોતીનાં પ્રતિકમાં સંકેતાયો છે. તો ‘કિટ્ટા’ લઘુકથામાં શીર્ષક દ્વારા અબોલાની મનોવેદના સૂચક રીતે સૂચવાઈ છે.

આ ઉપરાંત સાઈડર જેવી લઘુકરથાઓ વાચકને સંતર્પક નિવડે છે. તેથી જ ઉત્પલ પટેલ કહે છે કે પ્રેમજી પટેલની લઘુકથાઓ ઈયત્તા અને ગુણવત્તા, ઉભય દૃષ્ટિએ નોંધપાત્ર છે. લઘુકથામાં કૃમિ પ્રયોજનની દૃષ્ટિએ આવશ્યક હોય તેટલાં જ પાત્રો – પ્રસંગો પસંદ કરવાની સર્જકતાની સમાનતા અને પરિસ્થિતિ પારખવાની સુઝ પ્રશસ્ય છે. આ લઘુકથાઓમાં લાઘવ મહદંશે સિધ્ધ થઈ શક્યું છે. તેમની અભિવ્યક્તિ સભાનતા અને સજ્જતાને આભારી છે તેથી લઘુકથા સ્વરૂપ અને સર્જનમાં રસ ધરાવતા અભ્યાસીઓ અને સાહિત્યિક વાચકોને વિશાળ વસ્તુ ફ્લક પર વિસ્તરતી આ લઘુકથાઓ ગમી જાય તેવી છે.

‘પ્રેમજી પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ’ ના લેખક પ્રેમજી પટેલનો જન્મ તા.૧ર/ર/૧૯પપ ના સાબરકાંઠા જિલ્લાના ખેરોલ ગામે થયેલ છે. તલોદની શેઠ એચ.પી.આર્ટ્‌સ કોલેજમાં અધ્યાપક તરીકે સેવાઓ સાથે સાથે ત્રેપનમી બારી (લઘુકથા સંગ્રહ) અમૃત વર્ષા (લોક સાહિત્ય) અને સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી જીવન કથા, વિવેચનનાં પુસ્તકો તેમણે આપ્યા છે.

આ પુસ્તકના સંપાદક ઉત્પલ પટેલનંુ વિવેચન અનેે સંપાદન ક્ષેત્રે મહત્વપૂર્ણ પ્રદાન રહ્યું છે. ગુજરાતી વાર્તાસૃષ્ટિ, દિગીશ મહેતાની શબ્દ સૃષ્ટિ (વિવેચન) અને દિગીશ મહેતાના શ્રેષ્ઠ નિબંધોનું સંપાદન પણ તેમને કરેલું છે. જાણીતા સજાગ સર્જક પ્રાગજીભાઈ ભામ્ભીને અર્પણ કરાયેલા આ પુસ્તક લઘુકથાને સમજવા અને માણવા માટે ખુબ જ સરસ રીતે રજૂ કરવામાં આવી છે. તે બદલ લેખક, સંપાદક અને પુસ્તક પ્રગટ કરનાર ડિવાઈન પબ્લિકેશન્સ અભિનંદનના અધિકારી છે.
પ્રેમજી પટેલની શ્રેષ્ઠ લઘુકથાઓ
સંપાદક ઃ ઉત્પલ પટેલ
પ્રકાશક ઃ ડિવાઈન પબ્લિકેશન્સ
૩૦, બીજે માળ, કૃષ્ણ કોમ્પલેક્ષ, જૂનું મોડેલ સિનેમાં, ગાંધી રોડ, અમદાવાદ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.