ધાર્મિક માન્યતાઓ સાથે સુગંધની પરંપરાઓ
અનેક વૃક્ષો-ઝાડ આપણને સુગંધ આપે છે. જેવા કે ગુલાબ, કેવડો, ચમેલી, મોગરો, ચંપો વગેરે..! એના પ્રયોગનો મુખ્ય ઉપદેશ્ય આપણા શરીરને સુગંધિત કરવાનો છે.જ્યારે ઈતિહાસ લખવાની શરૂઆત થઈ ત્યારથી માનવ સુગંધનો ઉયયોગ કરતો આવ્યો છે.
દેશ-દેશની ધાર્મિક માન્યતાઓમાં તથા સામાજિક પ્રથાઓ સુગંધ સાથે જાેડાયેલી છે. પ્રાચીન મિસ્પ્રમાં જ્યારે રાજા ને ગાદી પર બેસાડવામાં આવતો હતો ત્યારે મુકુટ ધારણ કરતાં પહેલા એણે સુગંધિત પાણીમાં ડુબકી લગાવવી પડતી હતી.
બેબીલોનમાં જ્યારે સમ્રાટ હેમ્મૂરાબીનું રાજ્ય હતુ. ત્યારે તે પોતાની પ્રજાને માટે ખુશ્બૂ વાળા પાણીથી નહાવાનો એક અનિવાર્ય નિયમ બનાવ્યો હતો. કહેવાય છે કે સૌથી પહેલા ખ્રિસ્તીઓના ‘બડા દિન’ ના તહેવાર પર ત્રણ બુધ્ધિમાન વ્યક્તિઓ એ બાળક ઈસુ ને સુગંધ ભેટ કરી હતી. ત્યારથી ખ્રિસ્તી ધર્મમાં માનવાવાળા માં ‘બડા દિન’ ના દિવસે પોતાના પ્રિયજનો ને સુગંધ ભેટ કરવાનો રિવાજ જાેવા મળે છે. લૈટિન અમેરિકાના દેશોમાં માર્ડીગ્રાસ ઉત્સવ જેવા ધાર્મિક પર્વોમાં સુગંધનો વધુ પ્રયોગ કરવામાં આવે છે.પારસી લોકો પવિત્ર અગ્નિમાં ધૂપ સળગાવે છે. ચીનમાં માછીમારો સારો શિકાર મળે તેના માટે ધૂપબત્તી પ્રગટાવે છે. ભારતમાં પણ ધાર્મિક અનુષ્ઠાનો વખતે થતા હોમ-હવન-યજ્ઞમાં ધૂપ જેવી સુગંધિત ચીજ-વસ્તુઓને પ્રગટાવવા ની તથા એની આહુતિ આપવાનો રિવાજ અત્યંત પ્રાચીન સમયથી ચાલતો આવ્યો છે.વિવાહ-લગ્ન જેવા સુભ અવસરો પર અતિથિઓને સુગંધ સાથે આવવાનો રિવાજ ઘણા દેશોમાં જાેવા મળે છે.
પ્રાચીન સમયમાં સુગંધ એ પ્રકૃતિઓમાં વિખેરાયેલી જાેવા મળતી હતી. કોઈ પોતાના શરીરને મહેકાવાને માટે સુગંધિત ફૂલોની પાંદડીઓ શરીર પર ઘસતા હતા. સભ્યતા ના પથ પર આગળ વધતાની સાથો-સાથ સુગંધના સ્વરૂપમાં પણ પરિવર્તન થયુ. મનુષ્યે ફૂલ પાંદડી ઘસવાને બદલે એમાંથી ખુશ્બૂ ખેંચી લેવાનો પ્રયત્ન શરૂ કર્યો. અનેક પ્રાચીન દેશો જેવાંકે મિસ્પ્ર રોમ,ભારત,ગ્રીસ,ચીન જેવા દેશોમાં લોકો વૃક્ષ છોડની છાલ-મૂળ-ફૂલ-પાંદડાઓ માંથી સુગંધિત તત્વને ખેંચી લેતા હતા. અને તેને પીસીને અથવા તો પાણીમાં શરાબ અથવા તેલોમાં નાંખીને તેમાંથી સુગંધ તૈયાર કરતા હતા. કેટલાક વૃક્ષોમાંથી મળતો ગુંદર જેવો પદાર્થ પણ સુગંધના કામમાં વપરાતો હતો પાછળથી ખબર પડી કે સુગંધ તો વૃક્ષ-છોડના જુદા જુદા ભાગોમાંથી મળી આવતી અસંખ્ય નાની નાની ગ્રંથિઓમાં છુપાયેલ એક વિશેષ તેમાં જાેવા મળે છે. બસ પછી તો માનવીએ વૃક્ષો-છોડવાઓ માંથી આ વિશેષ તેલને ખેંચી કાઢવાના પ્રયાસો શરૂ કર્યા.
આજકાલ જે વિધિથી ફૂલો વગેરેમાંથી ખુશ્બૂદાર તેલ પ્રાપ્ત કરવામાં આવે છે તેને આસવન વિધિ કહેવામાં આવે છે. આ વિધિની શોધનો શ્રેય દસમી સદીમાં એક અરબી ચિકિત્સા શાસ્ત્રી ર્ડા.એવીસેના ને જાય છે.આ વિધિ દ્ધારા એમણે ગુલાબની પાંખડી માંથી ગુલાબ જળ બનાવ્યું હતું. આજે તો ગુલાબ થીમાંથી ને ચમેલી સુધી અને લેવેન્ડર થી નર્સિગ સુધી હજારો પ્રકારના ફૂલોમાંથી બનેલ અત્તર બંધ શીશીઓમાં વેચાય છે.
આજે સુગંધ અમીર ગરીબ સૌના માટે ઉપલબ્ધ છે. પ્રાકૃતિકની સાથો સાથ હવે કૃત્રિમ સુગંધ પણ બનવા માંડી છે. પરંતુ વાસ્તવમાં એ ક્ષણિક ઠાઠ માઠની અને વિલાસની વસ્તુ ગણાય છે. બધા દેશોમાં રાજા મહારાજાઓ બે હિસાબ ધન ખર્ચ કરીને સુગંધ ને તૈયાર કરાવતા હતા. અનેક સુંગધિત તેલોની માત્ર બૂંદો ની કિંમત જ હજારોમાં આંકવામાં આવતી હતી સમ્રાટ લુઈ ૧૪માં ને દરરોજ એક વિશેષ પ્રકારની નવી સુગંધ લાગાવતાનો શોખ હતો જેને પોતાની સ્વયં દેખરેખ હેઠળ બનાવડાવતો હતો. આજે પણ ફેશનની દુનિયામાં એવા લોકો પણ છે કે જે સુગંધ પર લાખો રૂપિયા ખર્ચ કરી નાખે છે.
સુગંધનો મુખ્ય ઉદેશ્ય શરીરને તાજગી અને સુગંધિત રાખવા માટે થાય છે.એનો સૌથી વધુ ઉપયોગ સૌંદર્ય-પ્રસાધનો ના નિર્માણ કાર્યમાં થાય છે.અત્તર,સેન્ટ,સાબુ,તેલ,ક્રીમ,પાઉડર વગેરેન જાણે કેટલીય વસ્તુઓ સુગંધના નામે બજારમાં વેચવામાં આવે છે. એવું કહેવાય છે કે સુગંધ ના ઉપયોગથી વ્યક્તિનું વ્યક્તિત્વ સુંદર બને છે. ગુલાબ ભેળવેલ પાણી અને કેસર ભેળવેલ દૂધથી સ્નાન કરવાનો ઉલ્લેખ પ્રાચીન સભ્યતામાં મળી આવે છે. ગુલાબના તેલની એ વખતે શોધ થઈ નહોતી એવું કહેવાય છે કે મોગલ રાણી નૂરજહાં જ્યારે એકવાર ગુલાબ જળ ભરેલા હોજમાં સ્નાન કરી રહી હતી ત્યારે અચાનક એની નજર ગુલાબજળમાં તરતા તૈલીય કણો ઉપર પડી તેણે તરત જ તે તૈલીય કણોને અલગ કરાવ્યા તેણે સુઘતા નૂરજહા તે અનુપમ સુગંધથી અત્યંત પુલક્તિ થઈ ગઈ અને નૂરજહાંએ એનું નામ ‘ઈત્ર-એ જહાંગીરી રાખ્યું‘ઈત્ર-એ-જહાંગીરી એ બીજી કોઈ નહી પણ ગુલાબનું વિશુધ્ધ તેલ હતું.
આજે વિશ્વમાં ગુલાબનું અત્તર પ્રખ્યાત છે. બુલ્ગારિયા ગુલાબની ખેતી કરનાર વિશ્વનો નંબર વન દેશ છે. ફ્રાંસ,ઈટાલી,ઉત્તરી અમેરિકા, તથા ભારતમાં પણ ગુલાબનું અત્તર તેમજ ગુલાબજળનું મોટા પાયે નિર્માણ થાય છે.
કમલેશ કંસારા અમદાવાદ