પ્રભાકર કિર્તી ઉર્ફે રંગલાલ નાયક
ઢોલીવુડ એટલે કે,ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી નાં સુવર્ણકાળ દરમિયાન જે અણમોલ ફિલ્મોનું સર્જન થયું.એમા બેશક ફિલ્મનાં સર્જકો,એટલે કે નિર્માતાઓ,સંગીકકારો,રાઈટરો,અને મુખ્ય કલાકારો નો મહત્વનો ફાળો છે.
પરંતુ એક વાતતો સ્વિકારવી જ પડે કે,એ સમયમાં જે અભિનેતાઓ અને અભિનેત્રીઓ એ નાની નાની ભુમિકાઓમાં પણ ઉમદા અભિનય કળાથી આ ફિલ્મોને શણગારી હતી.એનું મહત્વ પણ કાંઈ ઓછું ન આંકી શકાય.
એ કલાકારો પણ આ સુવર્ણયુગની સફળતાના એટલાજ ભાગીદાર છે.જેટલા મુખ્ય ભુમિકાઓ કરનારા અભિનેતા હતા.
છતા,આવા અનેક નાનામોટા કલાકારો છે.જેની ક્યારેય નોંધ જ નથી લેવાણી.
નારાયણ રાજગોર,પી. ખરસાણી,મહેશ જોષી, વગેરે કલાકારો અવ્વલ દરજ્જાનાં અભિનેતા હોવા છતા,એનું જેવું થવુ જોઇએ એવું સન્નમાન ક્યારેય ના થયું.
એવી જ રીતે,જયેન્દ્ર મિશ્રા,ત્રબંક જોષી,જયંત વ્યાસ.અભિનેત્રીઓ માં પ્રતિમા પંડયા,સંગીતા પિત્રોડા,હંસા લાકોડ વગેરે કેટલાકનાં તો નામ પણ ક્યારેક ટાઈટલમાં એડ નહોતા થતા.
એવાં જ એક મહાન અભિનેતા હતા.’રંગલાલ નાયક’ જેનું સાચુ નામ છે પ્રભાકર કેશવલાલ નાયક.
તારક મહેતા સિરીયલ નાં નટુકાકા એટલે કે ‘ઘનશ્યામ નાયક’ નાં પિતાશ્રી.
તમે ૧૯૭૬ માં રિલીઝ થયેલી રમણીક આચાર્ય ની ફિલ્મ ‘સોરઠી સિંહ’ જોઈ હશે તો આ અભિનેતાની અભિનય ક્ષમતાનો તમને ખ્યાલ આવશે.આખી ફિલ્મ ફ્લેશબેક માં છે પણ એ વાર્તા રજુ કરનારા સુત્રધાર ની ભુમિકામાં રંગલાલ નાયક નાં સંવાદો એટલા ચોટદાર છે કે,કોઈપણ દર્શક એનાથી પ્રભાવિત થયા વિના રહેતો નથી.
એજ ફિલ્મમા પાછી એમણે જયંત વ્યાસની સાથે કોમેડી પણ કરી છે.
ગરવો ગરાસિયો,અને પ્રિત ખાંડાની ધાર,જેવી કેટલીક ફિલ્મોમાં ઘનશ્યામ નાયક અને રંગલાલ નાયક બંને બાપ-દિકરાએ સાથે કોમેડી કરી છે.
કેટલાક ગીતો પણ રંગલાલજી નાં સ્વરમાં રેકોર્ડ થયેલા છે.
આ મહાન પ્રતિભા એટલે કે પ્રભાકર કિર્તીજી તેમજ ઘનશ્યામ નાયક નાં પુર્વજો પેઢીઓ થી ભવાઈ મંડળી,નાટકો,અને શેરી નાટકો દ્વારા અભિનય ક્ષેત્રે પોતાનું યોગદાન આપી રહ્યા છે.
તમને જાણીને નવાઈ લાગશે મિત્રો કે, રંગલાલ જી નાં વડદાદા ‘વાડીલાલ નાયક’ તો ધરમપુર અને વાસંદા રાજવી પરિવારનાં સંગીતાલયમાં સંગીતનાં આચાર્ય હતા.
અને ક્લાસિકલ સંગીતનાં પરમજ્ઞાતા તેમજ હિમાયતી હતા.
છતા,આજે તમે રંગલાલ નાયક અથવા તો પ્રભાકર કિર્તી નું નામ ગુગલ ઉપર સર્ચ કરજો…
કોઈ રિઝલ્ટ નહીં આવે…
કે ખરેખર જેની કદર થવી જોઈએ એવા સર્જકો અને કલાકારોની યોગ્ય સમયે કદર થવી જ જોઈએ…?
પરંતુ મિત્રો નથી થઈ અને નથી થતી,એટલે જ તો આ ધરાની ધુળ ધમરોળાઈ,ધમરોળાઈ ને સર્જક વિહોણી થતી જાય છે.ડૉ.ભાવેશ પંડ્યા
ગમતી નિશાળ