શું આ સંયોગ માત્ર છે કે પછી દૈવીય શક્તિ ?
સંયોગોના રૂપમાં કેટલીક વાર એવી ઘટનાઓ બને છે જેનાથી અચાનક મનમાં શંકા પેદા થાય છે. કે શું વાસ્તવમાં આ બધુ એક સંયોગ હતું કે પછી કોઈ વણઉકેલ્યા રહસ્યની કરામત.
આવું જ એકવાર પેરિસમાં એક મહિલા અર્ડિગ્યુ રૈરિઈટની સાથે બન્યું હતું. બન્યું એવું કે એકવાર રસોઈઘરમાં એની સોનાની વિંટી ખોવાઈ ગઈ ઘણી શોધી પણ ના મળી કેટલાય વર્ષો પસાર થઈ ગયા. એકવાર રૈરિઈટ બજારમાં ગઈ. ત્યાંથી તે એક દુકાન માંથી માછલી ખરીદી લાવી. ઘરે આવીને તેને પકવવાને માટે જેવી માછલીને કાપી તો તેના પેટમાંથી એની ખોવાયેલ સોનાની વિંટી પ્રાપ્ત થઈ. જે વરસો પહેલા એના રસોઈ ઘરમાંથી ખોવાઈ આ વિંટી પર રૈરિઈટનું નામ પણ લખેલું હતું.
આ વિષયમાં રૈરિઈટે અનુમાન લગાવ્યું કે બની શકે કે રસોઈ ઘરમાં એની વિંટી પડી ગઈ હોય અને ઘરની ગટરમાં જતી રહી હોય અને તે એમા વહીને નદીમાં પહોંચી ગઈ હોય.જ્યા એને આ માછલીએ ગળી લીધી હોય. અને પછી સંયોગવશ જ મનાય કે એ માછલી માછીમારોના હાથે ચડીને બજારમાં વહેચવાને માટે પહોંચી ગઈ જેને પુનઃ આ મહિલાના હાથમાં આવી ગઈ.
એક દિવસ માન્ટિસેના (ન્યૂયોેર્ક) માં પૈટં લેનાહન નામનો વ્યક્તિ જ્યારે તળાવના કીનારે લાલટેન પ્રગટાવીને કોઈક કાર્ય કરી રહ્યો હતો. કે અચાનક અને લાલટેન ની ચીમની ઉછળીને તળાવમાં પડી ગઈ અને પાણીમાં નિચે જતી રહી.એ વ્યક્તિએ ઘણી શોધી પરંતુ તે ન મળી.
ત્યારબાદ તે એ ચિમનીને ભૂલી ગયો.સમય પસાર થતો ગયો. એકવાર તે જ્યારે એ જ તળાવના કિનારે બેસીને માછલી પકડી રહ્યો હતો. ત્યારે એના કાંટામા એક મોટી માછલી આવી ને ફસાઈ ગઈ. જ્યારે લેનાહન એ માછલીને ખેંચીને બહાર કાઢીને જાેયુ તો એની લાલટેનની ખોવાયેલ ચીમની હતી. જે વર્ષો પહેલા એ જ તળાવમાં પડી ગઈ હતી. પકડાયેલ માછલીએ પોતાના માથા પર એક તાજ ની જેમ પહેરેલી હતી. આ પણ એક સંયોગ હતો. કે જ્યારે લેનાહન થી લાલટેનની એ ચીમની તળાવમાં પડી ત્યારે આ માછલીના માથા પર ફસાઈ ગઈ હતી. અને માછલીના તાજ સમાન માથે ગોઠવાઈ ગઈ હતી.
આ પ્રકારે એક બીજી ઘટના ગ્રેમાઉથ ન્યૂઝીલેન્ડના બંદર પર બહલવી નામના સ્ટીમર સાથે બની હતી. બન્યું એવું કે આ જહાજ પ નવેમ્બર ૧૮૭૦ ના રોજ ગ્રેમાઉથ બંદર ના કિનારે અચાનક ડૂબી ગયું પછી ઘણાં પ્રયત્નો કર્યા બાદ એને બહાર કાઢવામાં આવ્યું પછી તેનું સમારકામ કરીને એને પાણી પર ચલાવાને માટે તૈયાર કરવામાં આવ્યું એ પાણી પર ચાલ્યું પણ ખરું અને ૧૬ વરસ બાદ એ જહાજ એ જ તારીખે ફરીથી એજ બંદરના કિનારે આવીને ડૂબી ગયું. જ્યાં તે પહેલાં ડૂબ્યું હતું.
શું તમે ક્યારેય આકાશના ઉલ્કાપીંડોને પડતા જાેયા છે ખરાં ? શું તમે આજદીન સુધી એવું સાંભળ્યું છે ખરૂ કે આકાશના ઉલ્કાપીંડો પૃથ્વી પર પડ્યા છે ખરાં ? અને તે પણ કોઈ વ્યક્તિ પર પડ્યા હોય તેવું સાંભળ્યું છે ખરૂ ? સામાન્ય રીતે આ ઉલ્કાપીંડો સૂમસામ સ્થળે જ પડતા હોય છે.પરંતુ એકવાર આ ઉલ્કાપીંડ એક એવી વ્યક્તિ પર પડ્યું કે એ મોટો વૈજ્ઞાનિક હતો. આ વૈજ્ઞાનિક પણ ઉલ્કાપીંડ અને એના ધરતીના વાતાવરણમાં પ્રવેશ કરવા પર શોધ કરી રહ્યો હતો. આ વૈજ્ઞાનિકનું નામ હતું મૈન ફ્રેડો સેટ્રટાલા. એક વાર તે એક ખેતરમાં ફરી રહ્યો હતો ત્યારે જ ઉલ્કાપીંડનો એક નાનકડો ટૂકડો એની ઉપર આવીને પડ્યો જેનાથી તે પુરી રીતે ઘાયલ થઈ ગયો અને અંતે તે મૃત્યુ પામ્યો.
ફ્રાંસમાં ૭પ વરસ સુધી એક પાદરી ડુમ્બેરે ના ચર્ચમાં કામ કરતો રહ્યો. એનુ નામ હતું સેન્ટ વિલ્સ સેન્ટ વિલ્સ જ્યારે મૃત્યુ પામ્યો ત્યારે તેને દફનાવવામાં આવ્યો. ઘણાં દિવસો પસાર થઈ ગયા એક દિવસ એવો આવ્યો સંયોગ બન્યો કે એ ચર્ચની દિવાલ પડી ગઈ પરંતુ એ દિવાલ આખી ન પડી. એના કેટલોક ભાગ બચી ગયો હતો. અને જે ભાગ બચી ગયો હતો એને ધ્યાનથી જાેઈએ તો એવું ખબર પડે કે જાણે ચર્ચનો દેખાવ પૂર્ણ રૂપે એ પાદરીના ચહેરા સાથે મળતો આવતો હતો. બધા હેરાન થઈને આ પ્રકૃતિના અદ્ભુત સંયોગને નિરખી રહ્યા હતા.
એકવાર ઈટાલીના રાજા ચાલ્ર્સે એક ચર્ચ બનાવ્યું આ ચર્ચ બનાવવાને માટે જે કાટમાળ લેવામાં આવેલો તે એક અરબી મસ્જીદનો હતો. હવે સંયોગ જુઓ કે એ મસ્જિદ બનતા પહેલા ચર્ચ હતું.
આવું જ એકવાર એડમન્ડ ગાર્નર નામના વ્યક્તિ સાથે વિચિત્ર ઘટના બની હતી. એ પોતાની હોડી વિનસ્લા પર બેસીને સમુદ્રમાં માછલીઓ નો શિકાર કરવાને માટે નિકળ્યો સમુદ્રમાં એનો મુકાબલો વ્હેલ નામની એક માછલી સાથે થયો. એડમન્ડ ગાર્નરે જ્યારે એની ઉપર ભાલાથી હુમલો કર્યો ત્યારે જવાબમાં વ્હેલ માછલીએ વળતો હુમલો કરી દીધો. અને એની હોડીનો આગળનો ભાગ ચાવી નાખ્યો. અને ગાર્ડનરને પોતાના મોંમાં જકડી લીધો.જેના કારણે એના ગળાનું હાડકું તુટીને ચકનાચૂર થઈ ગયુ અને એની ખોપરીમાં એક કાણું પડી ગયું.
એનો એક હાથ પણ વ્હેલ માછલીએ ચાવી નાખ્યો હતો.પરિણામ સ્વરૂપે એને કેટલાક મહિના સુધી હોસ્પિટલમાં રહેવું પડેલું તે આ દુર્ઘટના બાદ ૩૦ વર્ષ સુધી જીવતો રહેલો અને એનું મૃત્યુ પણ એજ દિવસે એજ તારીખે જ્યારે વ્હેલ માછલીએ એની પર હુમલો કર્યો હતો. આ પણ કેવો અદ્ભૂત સંયોગ હતો.
આવા તો કેટલાય એવા અદ્ભૂત સંયોગ વિશ્વમાં બન્યા છે જે આપણી સમજ બહાર છે આવા સમયે આપણું મન વિચાર કરવા પર વિવશ બની જાય છે કે છેવટે આવું કેમ બને છે ? શુ આ એક માત્ર સંયોગ જ છે કે પછી એની પાછળ કોઈ અલૌકિક અથવા દૈવીય શક્તિનો હાથ છે.જે પણ હોય પરંતુ તે સમજ બહારની વાત છે.