આકાશી વીજળી સાત વાર પડી તો પણ જીવતાંને જીવતા

રસમાધુરી
રસમાધુરી

એકવાર પણ જાે આકાશી વીજળી આપણા પર પડે તો આપણાથી જીવતા રહેવાતું નથી ત્યારે સાત સાત વાર વીજળી પડે તો શી રીતે જીવતાં રહેવાય ? સવાલ ખોટો નથી, આમ છતાં જે નસીબદારની અત્યારે વાત કરવાની છે તેનાં પર એકવાર નહીં, પણ સાત વાર વીજળી પડી તોય તે વ્યક્તિ જીવતો રહી જાય ! છે ને આશ્ચર્યની વાત ! આ નસીબદાર વ્યક્તિનું નામ છે, રોય સુલિતાન. અમેરિકાના વર્જીનીયા શહેરની નજીક આવેલા એક જંગલમાં ફોરેસ્ટ ઓફિસર તરીકેની ફરજ બજાવતો.

નાનપણથી જ તેને પ્રકૃતિ તરફ ગજબનો પ્રેમ હતો. કુદરતી સૃષ્ટીનું બારીકાઈથી અવલોકન કરતો. એક દિવસ આશ્ચર્ય સર્જાયું. બન્યું એવું કે ૧૯૪ર ના વર્ષની વાત છે.એ સમયે ફોેરેસ્ટ ઓફિસર રોય સુલીવાનના બહાદુરી અને હિંમતના વખાણ થતા હતા.

સાંજ પડી ગઈ હતી.સૂર્ય આથમવાની તૈયારીમાં હતો.બધા જ ફોરેસ્ટ ઓફિસરો પોતપોતાના આવાસમાં પાછા ફરી રહ્યા હતા.માત્ર રોય પોતે જ એવો ઓફિસર હતો કે જે હાથમાં દુરબીન લઈને જંગલની વચ્ચોવચ્ચ ઉભો હતો.તે દુરબીન વડે ચારે બાજુ જાેઈ રહ્યો હતો કે, કયાંક કોઈ શિકારી તો છુપાયો નથી ને ? અચાનક આકાશમાં વાદળાં ઉમટી આવ્યો. વાદળાંની ગડગડાટ સાથે આકાશ વાદળોથી ઘેરાઈ ગયું.

એ જ સમયે રોય જંગલમાં લટાર મારી રહ્યો હતો. બરાબર એ જ ક્ષણે પવનની ગર્જના અને સુસવાટા સાથે ‘કડકડાટ’ અવાજ કરતી આકાશી વીજળી રોય પર ઓંચિતી ત્રાટકી.જંગલની આજુબાજુ રહેતા લોકોએ આકાશમાંથી વીજળી પડતાં જોઈ તેઓ એ જાેવા આતુર બન્યા કે આ વીજળી કયાં પડી ? કેટલીક વાર સુધી તો તોફાની અવાજાે અને વાદળોનો ગડગડાટ સાંભળીને લોકો બહાર આવવાની હિંમત જ ના કરી શકયા. થોડી વાર પછી વાતાવરણ શાંત થયું.’

થોડુંક ચોખ્ખું વાતાવરણ થતા સૌ કોઈ પોતાના ઘરમાંથી જંગલ તરફ દોડી આવ્યા. જંગલમાં આવીને તેઓએ નજર ફેરવી તો એક ઝાડ નીચે એક વ્યક્તિને બેઠેલી જાેઈ.આ જગ્યા એહતી કે જ્યાં વીજળી પડી હતી.નજીક જાેઈને જાેયું તો ફોરેસ્ટ ઓફિસર રોય બેઠા હતા.પલાંઠી વાળીને મોંઢા પર કોઈ જ જાતનું ગભરાટનું નામોનિશાન ન હતું.આ કુદરતી અકસ્માતમાં રોયે પોતાના અંગુઠાના નખ સિવાય કશું જ ગુમાવ્યું નહોતું.આ બનાવથી આખી દુનિયામાં સનસનાટી મચી ગઈ.વીજળી પડવા છતાંય હેમખેમ બચી જનાર રોય વિશેના સમાચાર આખા વિશ્વમાં ચર્ચાનો વિષય બની ગયા.

આ વાતને થોડાંક વરસો વીત્યા બાદ કેટલાંક લોકો તો આ વાત લગભગ ભૂલી ગયા હતા પરંતુ આકાશી વીજળી હજી પેલા ફોરેસ્ટ ઓફિસરનો પીછો છોડવા માંગતી ન હતી.૧૯૬૯ ની સાલમાં ફરી એકવાર યમદુતનો સાક્ષાત્કાર બનીને વીજળી આવી ચઢી.આ વખતે રોયે પોતાની આંખો પરની બંને ભ્રમરો ગુમાવી હતી. રોયનું નસીબ એટલું સારૂં કે તેની બંને આંખો સહેજ માટે બચી ગઈ.નહીં તો આખી જીંદગી ‘સૂરદાસ’ બનીને ભટકવાનો વારો આવત. બરાબર એક વર્ષ બાદ એટલે કે ૧૯૭૦ ની સાલમાં વીજળી ફરીથી વીફરી.આ વખતે પણ તેના સપાટામાં બીજું કોઈ નહીં પણ આ જ ફોરેસ્ટ ઓફિસર રોય જ ઝડપાયા.માત્ર શરીરના ડાબા ખભાને દઝાડયા ઉપરાંત રોય ફરી એકવાર મૃત્યુને થાપ આપી ગયા.

પુરા બે વરસના અંતરાલ બાદ ફરી એકવાર વીજળીને પેલો રોય યાદ આવ્યો.૧૬ એપ્રિલ ૧૯૭રના રોજ વીજળીએ રોયને શોધીને એની પર ત્રાટકી. આ વખતે રોયના માથાના વાળ બળી ગયા અને રોયની માથે ટાલ પડી ગઈ.આમ ફરી એકવાર વીજળી દ્વારા રોયને જીવતદાન પ્રાપ્ત થયું.

૭ ઓગષ્ટ ૧૯૭૩ ના રોજ આકાશમાં વાદળોનું એક ભારે તોફાન ચડી આવ્યું.તોફાન શાંત થાય એ પહેલાં જ વીજળીનો એક તેજ લીસોટો રોય સુલીવાન પર પડયો.આ વખતે વીજળીનો પ્રચંડ વેગ એટલો બધો હતો કે રોયના બંને પગ દાઝી ગયા અને માથાના રહ્યા સહ્યા વાળ પણ બળી ગયા હતા.

ફરી એક વાર એટલે કે પ જૂન ૧૯૭૬ ના દિવસે વીજળીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. વીજળીએ પોતાના જૂના ગ્રાહકને શોધી કાઢયો અને એની ઉપર ત્રાટકયો.આ વખતે પણ રોય બાલ બાલ બચી ગયો. જાેકે વીજળીનું નિશાન સાવ ખાલી તો ના ગયું. આ ખતે રોયના પગના ઘુંટણને ઈજા પહોંચાડી.

રપ જુન,૧૯૭૭ નો દિવસ હતો.આ દિવસ રોયનો ‘હોલીડે’ હતો.આથી તે પોતાની રજા માણવાને માટે માછલાં પકડવાની જાળ લઈને પાસેના દરિયાકાંઠે પહોંચ્યો.

રોય દરિયામાં માછલાં પકડવાને માટે પોતાની જાળ ફેંકી.બે ચાર માછલાં જાળમાં ફસાયા કે તરત જ આકાશમાં ગાજવીજ સાથે તોફાન ચડી આવ્યું.રોય પરીસ્થિતિ પામી ગયો.એણે પોતાનાં બિસ્તરાં, પોટલાં બાંધ્યા અને ઘર તરફ જવાની તૈયારી કરવા માંડી પણ આ શું ? માછલાં પકડવાની જાળ પકડવાની બાજુ પબર રહી અને રોય પોતે જ વીજળીની જાળમાં ફસાઈ ગયા. સાતમીવાર વીજળીએ પોતાના કાયમી ગ્રાહકને ના છોડયો.આ વખતે રોયની છાતી અને જઠરને નિશાન બનાવીને દઝાડયા.આ વખતે રોયને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયો.

આમ વારંવાર યમદૂત બનીને આવતી વીજળીના સપાટામાં સપડાયેલ રોયને દર વખતે હોસ્પિટલમાં દાખલ થવું પડતું હતું અને સારવાર બાદ રોય ફરીથી સ્વસ્થ થઈ જતાં હતા.કયારેક તો રોયને છ છ મહિના સુધી હોસ્પિટલના ખાટલે પડયા રહેવું પડતું હતું.
અને દરેક વખતે વીજળી પડવાથી રોયના શરીરનું એક એક અંગ નાશ થતું હતું.આ કારણે રોય સુલિવાને સપ્ટે.૧૯૮૩ ના રોજ જીંદગીથી કંટાળી જઈને આત્મહત્યા કરવાનું નામોશીભર્યું પગલું ભર્યું. સાત સાત વાર મોતને હાથતાળી આપનારા રોયે પોતાની જાતને કુદરતના હવાલે કરી દીધી.વિજ્ઞાનનો આ સિદ્ધાંત યાદ હશે કે વીજળી હંમેશા ખુલ્લા નિર્જન વિસ્તારમાંના એકલા અટૂલા માણસ પર ત્રાટકવાનું વધુ પસંદ કરે છે.કદાચ રોય આમાંના એક જ હતા.

હવે રહી વીજળીની વાત આકાશી વીજળીમાં ૧પ,૦૦૦ થી ૧૮,૦૦૦ વોલ્ટ સુધીનો કરંટ હોય છે. આટલા કરંટ દ્વારા હજારો ટીવીને ચાલુ રાખી શકાય. ૬૦ વોલ્ટની વીજળીના છ લાખ જેટલા બલ્બ આકાશી વીજળી દ્વારા ચમકાવી શકાય છે.હવે જાે આ પ૦,૦૦ ડીગ્રીનું તાપમાન ધરાતી વીજળી આપણા પર પડે ત્યારે શરીરનો એક પણ ભાગ ન બચે ! આમ છતાં સાત સાત વાર વીજળી પડવા છતાંય રોય જીવતો રહી શકયો એ એક કુદરતી કરિશ્મા જ કહેવાય. આ આશ્ચર્યનો ભેદ આપણા હવામાન શાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકો માટે હજુ પણ એક રહસ્યમય બન્યો છે.
-કમલેશ કંસારા 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.