કોરોનાએ કરી નાખ્યું

રસમાધુરી
રસમાધુરી

ચીનમાં જન્મેલો અને જગતભરમાં જબ્બર ભય ઉભો કરનારો કોરોના આજે કયા સ્ટેજ પર છે એની ખબર નથી પણ એણે ભલભલાનાં સ્ટેજ બદલી નાખ્યાં છે. કયાંક ખાતાવહી ખતમ કરી નાખી છે. કયાંક હિસાબ માંડવાનો કરવાનો બાકી છે.આજે જગત આખું અદ્રશ્ય એવા કોરોનાથી ફફડી ગયું છે.આવી બીક તો એક સમયે આતંકવાદીઓના ધડાકાની પણ ન હતી. વાસ્તવમાં કોરોનાએ કયાંય ધડાકો વિસ્ફોટ કર્યો જ નથી તોય એના અવાજ વિનાના કાર્યથી જગત આખું હચમચી ઉઠયું છે. જગત જવાબદારીના સોનેરી સ્વપ્નમાં આળોટયા કરતાં અમેરીકાની ઉંઘ હરામ થઈ ચૂકી છે.અહીં આપણા ભારતવાળા વળી કહે છે.આજે અન્ય કરતાં આપણી સ્થિતિ સારી છે.શું ધુળ અને ઢેફાં સ્થિતિ સારી છે ! સવાલ છે રોજ તો બંપર લોટરીમાં લાગતી નથી પણ કોરોનાએ રોજે રોજના કેસમાં લોટરી લગાવી દીધી છે. છાપું ખોલો અને ખબર પડે છાપાવાળા પણ જાત જાતના શબ્દો લખીને આનંદ લેતા હોય એવું નથી લાગતું.
જયારે કોરોનાનો ઉદભવ થયો ત્યારે ઘણાએ માન્યું હશે આવી ચપડચૂ-ટાઈપની બીમારી તો આવે અને જાય..આ કોરોના પણ ફટાક ફૂ કરતી ચાલી જશે પણ કોરોના ફટાક ફૂ કરતી ગઈ નથી.એને તો આજે જાણે પોતાના ડંકા ફીટ કરી દીધા છે.કોરોનાનો નરી આંખે ન દેખાતો વાઈરસ કહેતો હશે.. બેટમજી, તાકાત હોય તો તમે તોડો.
સાચે જ આજે જાણે કોરોનાની ચેન તૂટતી નથી. જડ બેસલાક થઈ ગઈ છે, થતી જાય છે.મોટા મોટા માથા વાળાઓના જાણે કે હાથ હેઠા પડી ગયા છે ત્યારે સામાન્ય માણસનુ ંશું ગજું ? જાણે કોરોના હારવાનો જ ન હોય આમે પક્ષે ઘણા કહે છે..આપણે સાથે મળીને કોરોનાનું કાસળ કાઢી નાખવાના..
ના.. પણ કોરોનાએ ઘણાનું કાસળ કાઢી નાખ્યું છે અને હજુય આ રાહમાં જાણે કે એ અડીખમ છે.અખબારોમાં મોતના આંકડા આવે છે અને લોકો કહે છે.મરનારાઓની સાચી સંખ્યા બતાવવામાં અખાડા થાય છે.એટલે કે મરનારા વધારે છે અને જણાવાય છે ઓછા.ખેર ગમે તે હકીકત હોય પણ કોરોનાએ સમાજ અને દેશકાળ પર નાગ ભરડો લીધો છે.જેમાં જે ભરાયો..ફસાયો એ ગયો જ જાણી લેવો એટલે કે એક વાર જેના પર કોરોનાની છાયા પડી ગઈ એ ગયો.આ જગતમાંથી..જાેકે હવે સ્થિતિમાં સુધારો આવી રહ્યાના સુખદ સમાચારો મળી રહ્યા છે.શરૂઆતમાં લોકો કોરોનાને એક નકામી પસ્તી બાબત માનતા હતા પણ એનો રંગ કંઈક જુદો જ જણાયો.ને સૌ સ્તબ્ધ બની ગયા. જાેકે આજેય સ્તબ્ધતા તો જ.. પણ કોઈ કહે છે. કોરોના સાથે જીવનને જીવતાં શીખવું પડે છે.બિચારા લોકો જીવી પણ રહ્યા છે.એ મામલે વળી કોને ફરીયાદ કરે ?
કોરોના કદાચ દુનિયામાં એવો રોગ-બીમારી છે. જેણે જાણે સૌને છુટા પાડી દીધા છે.એકબીજાને જાણે શંકાની નજરે જાેતાં કરી દીધા છે.અડવાનું તો દુરની વાત છે.પાસે ઉભા રહેવા મામલે પણ વહેમી બનાવી દીધા છે. સામાન્ય રીતે એક શિષ્ટતા કે વળી સૌજન્ય છે કે એક બિમારની ખબર લઈ એના સમાચાર પૂછીને માનવતાનું નેક કામ થાય પણ આ કોરોનાએ તો જાણે પ્રતિબંધ કરી મૂકી દીધો છે. કોરોનાની બિમારીવાળા રોગવાળાની ગ્રસ્તવાળાની ખબર કાઢવા ગયા કે કોરોના તમારી જ ખબર લઈ લે છે. એટલે એમ કે..
હા એ રોગ એને તો રહેવાનો જ.. સાથે સાથે તમારામાંય એન્ટ્રી…એટલે કે તમે પણ સંક્રમિત તેથી જ આજે જેનામાં કોરોના પોઝિટીવનાં લખ્ખણ.. લક્ષણો જાેવા મળ્યાં કે બસ.. હોડ હોડ..આઘો રહે..આઘો રહે.. અહીં આવીશ મા કયાંક જાે અમને.. અમારામાં કોરોના આવી ગયો તો.. તો શું પાપનો ઉદય હોય તો કોરોના તમારૂં ય અચ્યુતમ કેશવમ કરી નાખે.એટલે જ કોરોનાને આઘો રાખો.. તમે એનાથી આઘા રહો..
આમ તો ઘણાના પગ ચરણ જેવા સરસ શબ્દો છે.. પણ ટાંટીયા જેવો ય કચરાયુકત શબ્દ છે.ઘણાના ટાંટીયા ઘરમાં ટકતા નથી. નાના હતા ત્યારે અમોએ અમારા પગ માટે ટાંટીયા શબ્દ કંઈ કેટલીય વાર સાંભળ્યો છે. આ ટાંટીયો શબ્દ આજકાલ કોરોનામાં સાંભળવા મળી ગયો.જેના ટાંટીયા ઘરમાં ટકતા ન હતા તેવા ગુણીજનોના ટાંટીયાને કોરોનાએ ઘરમાં સ્થિર થતા કરી દીધા.અર્થાત્‌ બહાર રખડવાનું ક્રમ અને વળી ઘરમાં જ સલામતી..


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.