સર્વશ્રેષ્ઠ ન્યૂઝીલેન્ડ ક્રિકેટર બ્રેંડન મૈક્કુલમ
ન્યૂઝીલેન્ડ નો શ્રેષ્ઠ ક્રિકેટર બ્રેંડન મૈક્કુલમે આતંર-રાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લીધી ત્યારે તેની ઉંમર ૩૪વર્ષ પ મહિનાની હતી. એમાં કોઈ શંકા નથી કે તે પોતાની ક્રિકેટ કેરિયરને હજુ ધણા સમય સુધી ચાલુ રાખી શક્ત. પણ પોતાના પરિવારના માટે અને વ્યાવસાયિક કેરિયર પર ધ્યાન કેન્દ્રિત કરવાને માટે મૈક્કુલમે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય લીધો છે.
વર્ષ ર૦૦રમાં એક દિવસીય આંતરરાષ્ટ્રીય તથા ર૦૦૪માં પોતાની ટેસ્ટ કેરિયર શરૂ કરનાર બ્રેંડન મૈક્કુલમને ધણા સમય સુધી માત્ર સરેરાશ બેસ્ટમેન માનવામાં આવ્યો હતોે. ક્રિકેટમાં એની મુખ્ય ઓળખ ન્યૂઝીલેન્ડ ટીમ નાં વિક્ટકિપર તથા એક નિચલા ક્રમના બેસ્ટમેન તરીકે હતી. પોતાની પ્રથમ ર૭ ટેસ્ટમેચોમાં મૈક્કુલમે માત્ર ર જ સદી લગાવી હતી. અને તેની કેરિયર સરેરાશ હતી. માત્ર ૩૦.૬પ રન પ્રતિ ઈનિંગ્સની પરંતુ ત્યારે બાદ ર૦૦૮ થી ર૦૧૦ સુધીના ત્રણ વર્ષામાં એની કેરિયર ચમકી ઉઠી હતી. આ દરમ્યાન રમાયેલ ર૮ ટેસ્ટમેચોમાં ૪ સદી અને ૧૧ અર્ધશતક સાથે ર૦૦૦ થી વધુ રન બનાવ્યા હતા. આ સમયે મૈક્કુલમ ની એવરેજ ૪ર.૬૯ ની થઈ ગઈ હતી. પરંતુ આજે જે પરિસ્થિતિમા મૈક્કુલમ ટેસ્ટ ક્રિકટમાંથી સંન્યાસ લઈ રહેલ છે. ત્યારે એની પ્રતિષ્ઠા પૂર્ણ સ્થિતિમાં એને પહોંચાડવાનો શ્રેય જાય છે. જાન્યૂઆરી ર૦૧૪ પછીના પ્રદર્શનને જ્યારે તેણે ર્રાસ ટલેર ના સ્થાન પર ન્યૂઝીલેન્ડ ટેસ્ટ ટીમની કેપ્ટન તરીકેની કમાન સંભાળી.
ન્યૂઝીલેન્ડ ટેસ્ટ ટીમના કેપ્ટન બન્યા બાદ બ્રેંડન મૈક્કુલમની બેટિંગ માં જબરદસ્ત ચમક આવી. જેની કોઈને પણ કલ્પના પણ નહોતી. કોણ વિચારી શકે છે કે લીમિટેડ ઓવરો વાળી ક્રિકેટ માટે માનવામાં આવેલ એક બેસ્ટમેન ટેસ્ટ ક્રિકેટમાં માત્ર ર૦૦ ના ત્રણ સ્કોર તો બનાવ્યા પરંતુ તે ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી પણ ફટકારી શકે તેમ હતો.
જાન્યૂઆરી ર૦૧૪ પછી પોતાના સંન્યાસ સુધી રમેલ ૧૯ ટેસ્ટ મેચોમાં મૈક્કુલમે પર.૦૩ ની એવરેજ થી ૧૭૬૯ રન બનાવ્યા. જેમાં પાંચ સદી માં એક ત્રેવડી સદી-૧ બેવડી સદી અને પોતાની કેરિયરની અંતિમ ટેસ્ટમાં એના દ્રારા બનાવેલ ક્રિકેટ ઈતિહાસની સૌથી ઝડપી સદી નો સમાવેશ થાય છે.
બ્રેંડન મૈક્કુલમે વર્ષ ર૦૦૮માં ભારતની ભૂમિ પર આઈ.પી.લે ના પ્રથમ સત્ર માં ઉદ્ધાટન મેચમાં કોલકતા નાઈટ રાઈડર્સ ને માટે ૧પ૮ રનોની અવિશ્વસનીય ઈનિંગ્સ રમીને પ્રથમ વાર પોતાની અંદર છૂપાયેલ સંભાવનાઓની એક ઝલક દેખાડી હતી. સમય જતા આગળના વર્ષામાં ધટના ક્રમ એવો બદલાયો કે ક્રિકટ જગતમાં ટીમ ઈન્ડિયા જ મૈક્કુલમની સૌથી પસંદીદા પ્રતિદ્રન્દી ટીમ બની ગઈ હતી. પોતાની કેરિયર માં જે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું તે માત્ર ભારત વિરૂદ્ધ જ શ્રેષ્ઠ હતું.
મૈક્કુલમે ભારત ની સામે ૧૯ ઈનિંગ્સ રમીને ૬૮ ની સરેરાશ થી ૧રર૪ રન બનાવ્યા અને એક સમય એવો આવ્યો કે માત્ર ૧પ જ દિવસો માં મૈક્કુલમે ભારત વિરૂદ્ધ ૧ ત્રેવડી સદી અને ૧ બેવડી સદી ફટકારી. મૈક્કુલમ એક માત્ર ન્યૂઝીલેન્ડ નો ખેલાડી છે કે જેણે ભારત વિરૂદ્ધ ટેસ્ટ ક્રિકેટ માં ૧૦૦૦ થી વધુ રન બનાવ્યા છે. ભારત પછી ઈગ્લેંડ વિરૂદ્ધ મૈક્કુલમે ૧૦૦૦ થી વધુ (૧૦૪૧) રન કર્યા છે.
ર૦૧૪ નું વર્ષ મૈક્કુલમ માટે સૌથી સફળ વર્ષ હતું. આ વર્ષમાં એણે માત્ર ૯ ટેસ્ટમાં ૧૬ દાવમાં ૭ર.૭પ ની સરેરાશ થી ૧૧૬૪ રન કર્યા હતા. જેમાં ૪ સદી હતી. આ વર્ષ ની શરૂવાત માં ફેબ્રુઆરી માસ માં ધરેલું શ્રૃખલામાં ભારત વિરૂદ્ધ રર૪ રન (ઓકલેન્ડ) તથા ૩૦ર (વેલિંગ્ટન) ના વિશાળ સ્કોરનો સમાવેશ થાય છે. એ જ વર્ષના અંત સમયમાં શારજહા ખાતે પાકિસ્તાન વિરૂદ્ધ ર૦ર રન તથા ફરીથી શ્રીલંકા વિરૂદ્ધ
ક્રાઈસ્ટચર્ચ ખાતે ૧૯પ રન કરીને લોકો ને આશ્વર્ય માં મૂકી દીધા.
પોતાની ૧ર વર્ષની કેરિયરમાં મૈક્કુલમે એક બેસ્ટમેન
તરીકે તથા એક વિકેટકિપર તરીકે અનેક ઉપલબ્ધિઓ મેળવી છે.
– સૌથી તેજ ટેસ્ટ સદી બનાવવાનો વિશ્વરેકોર્ડ.
-સર્વાધિક ટેસ્ટ તથા એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચ રમવામાં ન્યૂઝીલેન્ડ તરફ થી ત્રીજાે ખેલાડી.
– પોતાની પદાર્પણ ટેસ્ટથી લઈને લગાતાર ૧૦૦(પ્લસ) ટેસ્ટ મેચ રમનાર એક માત્ર ખેલાડી.
કમલેશ કંસારા