ઓસ્ટ્રેલિયાની અનોખી પાતાળ નગરી
કોઈ આલીશાન ફોર સ્ટાર કે ફાઈવસ્ટાર હોટલમાં પ્રવેશ મેળવો એટલે ત્રીજા માળે જવું હોય ત્યારે ગ્રાઉન્ડ ફલોર પરથી લીફટનું ત્રણ નંબરનું બટન દબાવો ત્યારે લીફટ સડસડાટ ત્રીજા માળે જઈને ઉભી રહે છે.લીફટ ઉપર જાય છે પરંતુ ઓસ્ટ્રેલિયામાં ડેઝર્ટ કેવ નામની એક ફોર સ્ટાર હોટલમાં ગ્રાઉન્ડ ફલોર પર લીફટનું બટન દબાવો ત્યારે લીફટ ઉપર જવાને બદલે નીચે જમીનમાં જાય છે.કારણ એટલું જ કે બાંધકામ કરવામાં આવ્યું છે.માટે તેનો ટોપફલોર એટલે ખરૂં જાેતાં જમીનમાં છેક ઉંડે આવેલો બોટમ ફલોર !
બહાર રસ્તા પર ઉભા રહીને નજર કરો તો વેન્ટીલેશનના ભુંગળા સિવાય ત્યાં કશું દેખાતું નથી. આ જાતના બીજા અનેક ભુંગળા ઠેર ઠેર જાેવા મળે છે. કેમ કે આજુબાજુના બીજા ઘણાં ખરા મકાનો જમીન પર હોવાને બદલે પાતાળમાં બનાવવામાં આવ્યા છે. આ બધા મકાનો કૂબરપંડી કહેવાતા એક ટચુકડા નગરનાં છે. માટે એમ જ સમજાે કે ઓસ્ટ્રેલિયામાં નાની અમથી પાતાળ નગરી જ વસેલી છે.
ઓસ્ટ્રેલિયાના નકશામાં આ નગરી શોધે જડે તેમ નથી. કેમ કે આ નગરીનું કદ એકદમ નાનું છે.માંડ એકાદ ગામ જેટલું આનો ભૌગોલિક સ્થાન જાેવા જઈએ તો ઓસ્ટ્રેલિયાના દક્ષિણ કાંઠે એડીલેઈડ નામનું જાણીતું શહેર છે.જ્યાં પ્રવાસી વિદેશી ટીમો હંમેશા ટેસ્ટ ક્રિકેટ મેચો રમતી હોય છે.આ એડીલેઈડથી બરાબર ૮પ૦ કી.મી.ઉત્તરે વેરાન પ્રદેશમાં કુબર પંડી આવેલું છે. અહીં કિંમતી પથ્થરોના ખાણકામનો મોટો વ્યવસાય ચાલે છે.
ઈ.સ.૧૯૧૦ ના સમયમાં પહેલી વખત ઓપલ પ્રકારના મૂલ્યવાન પથ્થરો મળી આવ્યા હતા.એ સમયમાં અમેરિકા તથા યુરોપના કેટલાય ગોરા લોકો રાતોરાત પૈસાદાર થવાને માટે ઓસ્ટ્રેલિયા પહોંચી ગયા. દુનિયાના કુલ ૪૭ દેશોના લોકો વહાણોમાં બેસીને ઓસ્ટ્રેલિયા આવી પહોંચ્યા અને અહીંયા આવ્યા બાદ શકય એટલા કિંમતી ઓપલ પથ્થરો ભેગા કરીને કેટલાક લોકો પાછા પોતાના દેશ તરફ જતા રહ્યા.આસપાસ જ્યાં નદી નાળાં ન હોય, શેકી નાખે એવો તાપ પડતો હોય, ઘાસનું તણખલું પણ કયાંય જાેવા ન મળે અને બે ટંકનો ખોરાક શોધવાના ફાંફા પડતા હોય ત્યાં એવા ભેંકાર પ્રદેશમાં રહેવું સાવ અશકય હોય છે.આમ છતાં કેટલાક લોકો વધુને વધુ કિંમતી પથ્થરો ખોદવા માટે ત્યાં વસી ગયા.પરિણામે તેઓએ કુબર પેડી નામનું નગર વસાવ્યું.સૌ પહેલા આ નગર જમીન પર વસ્યું હતું.
પરંતુ આજે ઘણું ખરૂં નગર પાતાળમાં વસેલું છે. કુબેરપેડીના ૪,૦૦૦ રહેવાસીઓ પૈકી અંદાજે ૩,૦૦૦ જેટલાના ઘર જમીનમાં આવેલા છે.આપણને પ્રશ્ન થાય કે આ મકાનો જમીનની અંદર પાતાળમાં જ કેમ ? આનું કારણ એક જ કે ત્યાં ધુળના તોફાનો ચડે છે અને ધોમધખતા સૂર્યનો તાપ ખુબ જ અસહ્ય બની જાય છે. આનાથી રક્ષણ મેળવવાને માટે અહીંયા પાતાળ નગરીનું આયોજન કરવામાં આવ્યું હતું.
રેગીસ્તાની પ્રદેશમાં સવાર સાંજ-બપોર અને સાંજે ધુળના વાવંટોળનો પાર હોતો નથી. બારીક ધૂળ આખા શરીરને ચોંટી જાય એ તો ઠીક પરંતુ જમતી વખતે પીરસાયેલા ભોજનમાં પણ ધૂળની રજકણો ભેગી થતા ખોરાક ખાવાલાયક બનતો નથી.ડીસેમ્બરથી શરૂ કરીને જાન્યુઆરી સુધી દક્ષિણ ગોળાર્ધના ઓસ્ટ્રેલિયાના ભાગમાં ગરમી એની ચરમસીમાએ જાેવા મળે છે. ઉનાળા દરમ્યાન આપણે ત્યાં ૪૦ં કે ૪રં સેલ્સીયસ જેટલું તાપમાન હોય છે. જયારે ઓસ્ટ્રેલિયાના મધ્ય ભાગમાં પ૦ં સેલ્સીયસ જેટલો તાપ પડે છે. જાણે આકાશમાંથી અગ્નિ ના વરસતી હોય !
આ બંને પ્રકારની મુસીબતોને ટાળવા માટે જ કુબેર પેડીના લોકોએ પોતાના ઘર જમીનમાં બાંધ્યા છે. ઘર પણ જેવાં તેવાં નહીં એકદમ ટીપટાપ ! સરેરાશ ઘર ૩,પ૦૦ ચોરસ ફીટનાં (૩રપ ચોરસમીટર) હોય છે. જેમાં એક મોટો દિવાનખંડ-ત્રણ બેડરૂમ, ડાઈનીંગ હોલ સાથે આશરે સાતેક રૂમ તો ખરાં જ ! ઉપરનો દરવાજાે વાસી દો એટલે અંડર ગ્રાઉન્ડ ઘરમાં શાંતિ જ શાંતિ ! અને એક ખાસ વાત એ કે બહાર ગમે તેટલી ગરમી હોય પરંતુ અંડર ગ્રાઉન્ડ ઘરમાં બારેમાસ ર૪ં સેલ્સીયસ એર કન્ડીશનીંગ જેવું તાપમાન રહે. સપાટી પરના ભુંગળામાં ફીટ કરેલ ફિલ્ટરવાળો પંખો તાજી હવાને અંદર ખેંચે છે અને ઘરની વાસી હવાને બીજા ભૂંગળા વાટે બહાર કાઢે છે.આ ઘરમાં એક જ તકલીફ કે બારી જેવા બે ત્રણ કાચ ફીટ કરો તોય અંદર પ્રકાશ મળે નહીં. માટે દિવસે પણ ઘરમાં અંદર પ્રકાશ મળે નહીં. માટે દિવસે પણ ઘરમાં પ્રકાશ માટે ટયુબલાઈટ કે બલ્બ ચાલુ રાખવા પડે છે.દિવસ હોય કે રાત, કુબેર પેડીના લોકો માટે બંને સરખા !