સુંદરતા પ્રતિભા અને શૃંગાર નું કોમ્બિનેશન-માધુરી દીક્ષિત
માધુરી દીક્ષિત નો જન્મ મુંબઈ ના મધ્યમવર્ગીય મરાઠી પરિવારમાં થયો હતો. બાળપણમાં એનું સ્વપ્ન ર્ડાક્ટર બનવાનું હતું.પરંતુ એનુ ભવિષ્ય કોઈ અલગ જ લખાયેલું હતું. કોલેજમાં માઈક્રોબાયાલોજી માં અભ્યાસ કરતી આ યુવતી ૧૮ વર્ષની વયે ફિલ્મક્ષેત્રે પદાર્પણ કર્યું ત્યારે અન્ય હિરોઈનો કરતા કંઈક વધુ સંઘર્ષ કર્યો હતો.
શરૂઆતમાં માધુરીનો ચહેરો એટલો બધો આજના જેવો ગ્લેમર નહોતો.મરાઠી પરિવારમાં આહાર તીખો હોવાથી ચહેરા પર ધણા બધા ખીલ થતાં હતા. તે ક્યારેક મેકઅપ વગર શૂટિંગ કરી શકતી જ નહોતી. મેકઅપ કરવા છતાંય ચહેરા પરના ખીલ છૂપાવી શક્તા નહોતા. માધુરી એ ખીલથી માંડ માંડ પીછો છોડાવ્યો.
૯૦ નો દશક માધુરીના જીવન નો સૂવર્ણ કાળ હતો. તેજાબ, રામ લખન,ત્રિદેવ,કિશન કનૈયા, પ્રહાર, દિલ, પરિંદા, સાજન, બેટા,હમ આપકે હૈ કૌન, દિલ તો પાગલ હૈ જેવી અનેક સુપર હીટ ફિલ્મો! આ ફિલ્મોની સફળતા માધુરી ને એવી ઊંચાઈ પર લઈ ગઈ કે જ્યાં અન્ય હિરોઈન તો પાગલ જ થઈ જાય.પરંતુ સફળતા ના શિખરે પહોંચેલી માધુરી એવી જ મધુર રહી કે જે પ્રથમ ફિલ્મમાં હતી.એ એના અભિનય થી મધ્યમ વર્ગ ની પસંદની હિરોઈન બની હતી.
જ્યારે તે લોપ્રિયતાના શિખરે હતી ત્યારે તે દરેક યુવાન વર્ગની ધડકન બની ચૂકી હતી.અને દરેક યુવતી પોતાની જાતને માધુરી બનાવવા માંગતી હતી.
માધુરી ના ચહેરામાં તેના અભિનયમાં એવી અસામાન્ય સામાન્યતા હતી કે બધા એને પસંદ કરતા હતા. પરિવારના વડિલો માં તે આદર્શ દિકરી કે વહુ દેખાતી હતી. જયારે નવી યુવા પેઢીને તેનામાં પ્રેયસી નું રૂપ જાેવા મળતું હતું.માધુરીનો ચહેરો-પહેરવેશ જાેઈને અનેક યુવતી ઓ એની અદેખાઈ કરતી કે તે આટલી બધી સુંદર કેમ છે? અને આવી સુંદરતા અમારામાં કેમ નહિ? માધુરી એના સમયમાં એક કોલેજિયન યુવતી અને પરિવાર માટે ગૃહિણી બંને માટે આઈકોન હતી. સાજન અને દિલ તેરા આશિકમાં માધુરી ની હેરસ્ટાઈલ એ જમાનામાં દરેક યુવતી માટે એક ફેશન આઈકોન તથા એનું સ્મિત દરેક યુવતી માટે અનુકરણ બન્યું હતું. હમ આપકે હૈ કોન માં માધુરી એ જ પહેરેલો બ્રુકલેસ બ્લાઉસ એ સમયમાં થનાર લગ્ન પ્રસંગમાં કેટલીય સન્નારીઓ નું ફેશન સ્ટેટમેન્ટ બન્યું હતું.
માધુરીએ પોતાના સમયમાં ચડતો સિતારો પણ જાેયો છે અને મધ્યાહનો તપતો સૂરજ પણ એને દઝાડી ગયો છે. પરંતુ ક્યારેક ખરતો તારો જાેવાનો વારો નથી આવ્યો. તેનામાં બીજી અન્ય અભિનેત્રીઓ જેવી જ અપરિપકવતા અતિ દુર્લતી હતી. જ્યારે બોલીવુડમાં માધુરી નો સિતારો બુલંદી પર હતો ત્યારે જ એણે લગ્ન કરી લીધા હતા. ર્ડા. રામ નેને સાથે! પોતે તો ર્ડાક્ટર ના બની શકી પણ એના જીવનમાં એક ર્ડાક્ટરે પ્રવેશ મેળવીને એની ઈચ્છા પૂરી કરી દીધી હતી. ર્ડા,નેને ન ફિલ્મોનો જરાય પણ શોખ નહોતો. તેમનો મોટા ભાગ નો સમય વિદેશમાં વિતેલો એટલે એમને માધુરી ની લોકપ્રિયતા નો ખાસ અંદાજ પણ નહોતો. કે એની પત્ની આટલી બધી લોકપ્રિય છે. માધુરીને પોતાના જીવનમાં એવા સાથી ની જરૂર હતી કે જે ગ્લેમરની દુનિયાથી સાવ અજાણ હોય. માધુરીએ પોતાના પરિવારને હંમેશા ફિલ્મી દુનિયા દૂર રાખ્યા હતા. માધુરીને ખબર હતી કે આ દુનિયા કેવી મતલબી અને છેતરામણી છે અને ક્યારે તે કોળિયો કરી જાય તે કરેવાય નહિ. તેવો ખ્યાલ રાખીને જ એણે વિવેક જાળવી રાખ્યો હતો.
શૃંગાર,પ્રતિભા અને સુંદરતા આ પહેલાં ફિલ્મી જગત માં સૌથી પહેલાં મધુબાલા માં જાેવા મળ્યું હતું. અને પછી તે માધુરીમાં ત્રણેય નું કોમ્બિનેશન એ પહેલાં અને વચ્ચે ના સમયમાં ક્યાંય જાેવા નહોતું મળ્યું.
જેવી રીતે માધુરીનો અભિનય,સૌદર્ય લાજવાબ છે. તેવું જ તેનું નૃત્ય બેમિસાલ છે. માત્ર આઠ વર્ષની વયે માધુરીએ ડાન્સ નો કોર્ષ કર્યો હતો. હિન્દી ફિલ્મોમાં માધુરીને ડાન્સ કરતી જાેવી એ પણ એક લ્હાવો હતો યુટ્યુબ પર ટ્રાન્સ શીખ્યો હતો. માધુરીએ પોતાની કેરિયરમાં લવ ગોસિપને ક્યાંય સ્થાન આપ્યું નહોતું. તેનું નામ ખાન ત્રિપુટી ઉપરાંત સંજયદત સાથે જાેડાયું હતું. ખલનાયક ફિલ્મના શુટિંગ દરમ્યાન સંજયદત સાથે પ્રેમ થયો હતો પણ ટાડામાં સંજયદત નું નામ ખૂલતાંજ માધુરીએ ખૂબજ સફતાપૂર્વક પોતાનું નામ હટાવી લીધું હતું.
માધુરી દીક્ષિતને પાંચ ફિલ્મફેર મળ્યા છે. જેમાં ચાર મુખ્ય અભિનેત્રી તરીકે જેમાં- દિલ.બેટા,હમ આપ કે ઐકોન,દિલ તો પાગલ હૈ અને દેવદાસ. પોતાના પરિવારને હંમેશા ફિલ્મી દુનિયા અને એક ફિલ્મફેર એવોર્ડ સહાયક અભિનેત્રી તરીકે પ્રાપ્ત થયો હતો.
જીવનમાં સ્મરણી ક્યારેય ભૂલાતા નથી. ફિલ્મી જગતની ચલચિત્રોમાં જે અભિનય કેદ છે તે પણ સદાબહાર રહે છે. બોલીવુડમાં સદાય
માધુરી દીક્ષિત યાદ રહેશે અને લોકોની જુબાન ૫૨ એક જ ગીત હશે….
કોઈ લડકી હૈ જબ વો હસતી હૈ…! બારીસ હોતી હૈ….છનન છનન છન છન…!!
કમલેશ કંસારા