દિવ્યાએ અથિરાને ડૂબતી બચાવી
તે દિવસે બધાં બાળકો ધમાચકડી કરતાં હતાં.ઘેરથી ખાઈ-પીને તેઓ નહેરને કિનારે આવી ગયલાં.તે કેરલ રાજ્યની ઈડામલયાર સિંચાઈ પરિયોજનાની નહેર હતી.ત્યાં લગભગ દસ બાળકો પકડદાવ રમતાં હતાં.જ્યારે એ થાંક્યા ત્યારે એક છોકરો દડો લાવ્યો હતો તેનાથી રમવા લાગ્યા.એક છોકરો બીજાને દડાથી મારતો, આપણે ત્યાં પણ ‘દડામાર’ની આ રમત રમાય છે.તેમાં એકને દડો વાગે તો તે લઈને બીજાને મારે છે.એ રીતે રમત આગળ વધે છે.છોકરાંઓને આ રમતમાં બહુ મજા આવતી હતી.થોડી વારમાં થાકીને બધાં આરામ કરવા બેસી ગયાં.
તેમાંથી અમુક છોકરાં નહેર તરફ જવા લાગ્યાં.તેમનો ઈરાદો નહેરમાંન્હાવાનો હતો.તેઓ ઘણી વખત આ નહેરમાં નહાવા આવતાં હતાં.મે મહિનો હતો, ગરમી ખૂબ પડતી હતી. લગભગ દસ વાગ્યાનો સમય હતો.બપોર થતાં એ નહેરને કિનારે જઈ બેસી ગયાં. અમુક છોકરાં કપડાં નહેરને કાંઠે મૂકી નહેરના પાણીમાં ઊતર્યા.તે કિનારા પર બેઠેલાં બાળકો સાથે મસ્તી કરવા લાગ્યાં.એ લોકો તેમના પર પાણી ઉછાળતાં હતાં.તેમાં થોડું તેમના પર પડતું બાકીનું જમીન પર પડતું હતું.તો સામે નહેરને કિનારે ઊભેલ છોકરાંઓ પણ માટી ફેંકવા લાગ્યાં.તેનાથી બચવા એ લોકો પાણીમાં ડૂબકી લગાવવાં લાગ્યાં.
નહેર પાંચ મીટર પહોળી અને ત્રણ મીટર જેટલી ઊંડી હતી.તેમાં અઢી મીટર ઊંડાઈ સુધી પાણી વહેતું હતું.પાણીનો પ્રવાહ ઝડપી હતો પણ જ્યાં આ છોકરાઓ નહાતાં હતાં તે જગ્યા કિનારાની નજીક હોવાથી પ્રવાહની ઝડપ અપેક્ષા કરતાં ઓછી હતી.તેવામાં કોઈ છોકરાએ કંઈક ફેંક્યું જેનાથી બચવા માટે અથિરા નામની છોકરીએ માથું નમાવ્યું અને ડૂબકી મારી પણ તે સમતોલન ખોઈ બેઠી અને નહેરના પાણીના ઝડપી પ્રવાહ તરફ તણાવા લાગી.
નહેરના પાણીના વહેણમાં આઠ વર્ષની અથિરા ડૂબવા લાગી.કેમ કે તેને તરતાં આવડતું ન હતું.તેને પાણીમાં તણાઈને જતી જાઈ કિનારા પર ઊભેલાં છોકરાંઓ ચકિત થઈ ગયાં.એક પળ તો એમને સમજાયું નહીં કે આ અચાનક શું થઈ ગયું? હજુ હમણાં સુધી તેમની પાસે હસતી રમતી અથિરા પાણીના વહેણમાં ડૂબવા લાગી હતી.પાણીનો તેજ પ્રવાહ તેને ખેંચીને લઈ જઈ રહ્યો હતો.
તે બધાં એકસાથે બૂમો પાડવા લાગ્યાં.‘બચાવો બચાવો..અથિરા ડૂબે છે. તે પાણીના પ્રવાહની સાથે સાથે તણાતી અથિરાની સાથે સાથે નહેરને કિનારે આગળ-આગળ દોડવા લાગ્યા.તેમાંથી કોઈને કદાચ તરતા આવડતું ન હતું.અને એવું બને કે આવડતું પણ હોય, પરંતુ નહેરના ઝડપી વહેતાં પાણીમાં કૂદીને અથિરાનો જીવ બચાવવાની હિંમત તેમનામાં કોઈની થતી ન હતી.
તેવામાં એક છોકરી દોડતી આવી અને નહેરમાં કૂદી પડી.તે નહેરને કાંઠે જ ક્યાંક રમતી હતી.બાળકોના અવાજા અને કોઈ ડૂબી રહ્યાની વાત સાંભળીને તે હમણાં જ નહેરની પાળી પર ચડી હતી.છોકરાંઓએ જાયું કે એ તેમની સાથીદાર દિવ્યા હતી.આ દરમિયાન અથિરા તો કેટલીયે ડૂબકીઓ લગાવી ચૂકી હતી.તે પાણીના પ્રવાહની સાથે ખાસ્સી આગળ જતી રહી હતી.તેની સાથેનાં બાળકો બૂમાબૂમ કરતાં નહેરની પાળી પર અથિરાની સાથોસાથ ભાગતાં હતાં.દિવ્યા પાણીના ઝડપી પ્રવાહને કારણે અને પોતાના પ્રયાસ સાથે તરીને તેની નજીક પહોંચવાનો પ્રયાસ કરતી હતી.કિનારે કિનારે તેની સાથે દોડતાં છોકરાંઓ તેનો ઉત્સાહ વધારી રહ્યાં હતાં.
પોતાના પ્રયાસથી દિવ્યા અથિરાની પાસે જઈ પહોંચી.હજુ તેણે અથિરાને પકડવા જરા હાથ લંબાવ્યો ત્યાં તો અથિરા પાણીના વહેણમાં આગળ જતી રહી.દિવ્યાએ ફરી પ્રયત્ન કર્યો.અને અથિરાને પકડી પાડી.અથિરા પોતાના બચાવ માટે દિવ્યાને પકડવાની કોશિશ કરવા લાગી.પણ દિવ્યાએ તેને એ મોકો આપ્યો નહીં એ તેનાથી સહેજ દૂર જતી રહી.હવે બન્યું એવું કે અથિરા અને દિવ્યા બંને પાણીના પ્રવાહની સાથે સાથે તણાતી હતી.દિવ્યાએ સાથે સાથે આગળ વધતાં મોકો જાઈને અથિરાનો એક હાથ પકડી લીધો.હવે એ તેને લઈને પાછી વળી કિનારા તરફ તરવા લાગી.નસીબજાગે હજુ સુધી અથિરા બેભાન થઈ ન હતી.પાણીના પ્રવાહ ઝડપી હતો.પ્રવાહની સાથે તો લાકડા-પથરા જેવી નિર્જીવ ચીજા પણ તણાઈ જાય છે.સામાપ્રવાહે તરવું એ હિંમતનું કામ છે.તે દરેક માટે સહેલું નથી.આવું સાહસ અને હિંમત દિવ્યામાં હતાં પણ ઝડપી પ્રવાહે તેને ઝાઝીવાર સુધી તરવા ન દીધી અને ફરી એક વાર અથિરાની સાથે પાણીમાં તણાવા લાગી.તેનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો છતાં હજુ એ અથિરાને પકડીને ખેંચતી પોતે તરતી હોઈ ડૂબવાથી બચી હતી.નહેરની પાળ પર સાથે સાથે દોડી રહેલાં છોકરાં સતત તેનો ઉત્સાહ અને હિંમત વધારતાં હતાં.તે બધાં અત્યાર સુધીમાં જ્યાં બનાવ બનેલો તેનાથી સો મીટર દૂર સુધી આવી ગયાં હતાં.
એક વાર ફરી દિવ્યાએ અથિરાને સાથે લઈ કિનારા તરફ આગળ વધવાનું શરૂ કર્યું.આ વખતે અથિરાને પણ હિંમત કરીને હાથ આગળ વધારવા કહ્યું.આમ કરતાં બંને કાંઠે આવી ગઈ.
દિવ્યાએ હાથ લાંબો કરીને ઉગેલ ઝાંખરાને પકડી લીધો.અથિરાને પણ એમ કરવા કહ્યું!બે-ત્રણ વખત મહેનત કરતાં ઝાંખરું તેના હાથમાં આવી ગયું.એટલે હવે દિવ્યા અને પાળી પર તેની સાથે દોડી રહેલાં છોકરાંઓએ મહેનત કરીને અથિરાને ઉપર ખેંચી લીધી.નહેરમાં વારંવાર ડૂબકીઓ ખાવાને કારણે તેના પેટમાં પાણી ભરાઈ ગયું હતું.છોકરાંઓનો અવાજ સાંભળીને આ દરમિયાન થોડા મોટા લોકો પણ આવી ગયા હતા.તેમણે દિવ્યા અને અથિરાને પ્રાથમિક સારવાર આપી.દિવ્યા અનેક પ્રયાસમાં ઘાયલ થઈ હતી.તેને પણ સારવાર આપી.દિવ્યા ખુશ થઈ કે તેના પ્રયાસને કારણે અથિરાનો જીવ બચી ગયો.જેણે જાયું સાંભળ્યું એ બધાં દિવ્યાનાં ખૂબ વખાણ કરવા લાગ્યાં.તેર વર્ષની નાની દિવ્યાની સમજદારી અને સાહસને કારણે અથિરાનો જીવ બચી દિવ્યાને તેની શાળામાં અને ગામમાં સન્માનિત કરવામાં આવી.શાળાના આચાર્યએ તેનું નામ ‘રાષ્ટીય વીરતા પુરસ્કાર’માટે મોકલતાં તેને વડાપ્રધાનના હસ્તે ર૪ જાન્યુઆરી, ર૦૦પના દિવસે રજતપદક, પ્રશÂસ્ત પત્ર અને પાંચ હજાર રૂપિયાની રકમ આપવામાં આવી.દિવ્યા ખૂબ ખુશ થઈ