હોસ્ટેલમાં આગનો સામનો કરતી વીરબાળાઓ કવિતા અને સીમા કંવર

રસમાધુરી
રસમાધુરી

તે વર્ષ ર૦૦૭ ના ઓકટોબર મહિનાની નવમી તારીખ હતી જે દિવસે હોસ્ટેલમાં એક એવી ઘટના બની જેણે છોકરીઓના જીવનમાં ઉથલપાથલ મચાવી દીધી.
તે દિવસે સાંજના લગભગ સાત વાગવા આવ્યા હતા. રસોડેથી જમીને લગભગ બધાં છોકરાં પોતપોતાના ઓરડામાં જતાં રહ્યા હતા. હજુ હમણાં જ મેડમ નિગ્ગા ત્યાંથી નીકળતાં તેમને ખાવાનું જલદી પતાવવાનું કહીને નીકળ્યાં હતા ત્યાં અચાનક લાઈટ જતી રહી. હોસ્ટેલમાં ચારે બાજુ અંધકાર છવાઈ ગયો. છોકરીઓ પોત પોતાના ઓરડામાં અજવાળું કરવાની કોશીશ કરતી હતી.
પોતાના ઓરડામાં બેઠેલી સંગીતાને યાદ આવ્યું કે, આપણે તો હજુ રસોડામાંથી ગરમ પાણી લાવવાનું છે. આ લાઈટ પણ જતી રહી હતી. હવે કોણ જાણે કયારે આવશે ?એ શશી…! ઉઠ, તું તો અત્યારથી જ સુઈ ગઈ ચાલ જલદી ગરમ પાણી લઈ આવીએ.
‘ના, સંગીતા,તું જઈને લઈ આવને.. જાેને હું તો સુતી છું.. શશીકલાએ અણગમાભર્યા સ્વરે ના પાડતાં કહ્યું, ‘સુતી છું વળી વધુ નખરા ન કર, આળસુ નહીં કહીંની… હું એકલી અંધારામાં પાણી લેવા કેવી રીતે જાઉં ? ચાલ જલદી ઉઠ.. સંગીતાએ શશીકલાને હાથ ખેંચી પથારીમાંથી ઉભી કરી.
હા સારૂં આવું છું બસ પણ મારો હાથ તો છોડ.. અણગમા સાથે શશીકલા પથારીમાંથી ઉભી થઈ બબડતી બબડતી તેની સાથે ચાલી.
એ સરસ્વતી તું અહીં અમારા રૂમમાં શું જાેયા કરે છે ? સંગીતાએ પોતાના રૂમમાં જાેઈ રહેલી બાજુવાળા રૂમની છોકરીને પુછયું, હું તો એ માટે જ આવી હતી કે તમે રસોડામાંથી ગરમ પાણી લાવ્યાં કે નહીં ? સરસ્વતીએ હસતાં હસતાં કહ્યું.
‘હા..હા.. અમે જઈએ જ છીએ.. તારી પાસે મોટી ડોલ છે તે ખાલી કરી લઈ આવ.. ત્યાં સુધી હું ફાનસ પેટાવું છું.. એમ સંગીતાએ કહ્યું અને તે ફાનસ સળગાવવા લાગી. સરસ્વતી ડોલ લઈને આવી એટલે સંગીતાએ ફાનસ લીધું અને શશીકલાને સાથે લઈ ચાલી નીકળી… શશીકલા હજુ પણ ગણગણતી હતી.. તે બોલી, આ સરસ્વતી આવે છે તો પછી હું અહીં જ રોકાઈ જાઉં છું..
સંગીતા તેને મનાવવા માટે કહેવા લાગી, બહેના આ સરસ્વતી એકલી આટલી મોટી ગરમ પાણીની ડોલ કઈ રીતે ઉપાડી શકશે ? આપણે સાથે મળીને લઈ આવીશું.. ચાલ ચાલ..
‘અરે ! હજુ સુધી તમે અહીં જ છો. બધાં તો ખાઈને જતા રહ્યા સરસ્વતીએ નંદા, આશા અને દેવકુમારીને ડાઈનીંગ હોલમાં જોઈને કહ્યું.
‘ના..ના.. અમે ખાઈ લીધું છે.. બસ જઈએ જ છીએ.. હાં આજે જરા મોડું થઈ ગયું.. તેમાંથી આશાએ જલદીથી તરત ઉત્તર આપ્યો.
આવો ચાલો જલદી આપણું કામ કરીએ.. નક્કામી વાતોમાં આપણે શું કામ પડવું જાેઈએ કોણે ખાધું અને કોણે નથી ખાધું, જવા દો ને સંગીતાએ ચીડાઈને સરસ્વતીને ધમકાવી.આ તો પોતાની જાતને મેડમ નિગ્ગા સમજે છે.. શશીકલાએ મજાક કરતાં કહ્યું અને જાેરથી હસી પડી..સરસ્વતીએ શશીકલાને ટપલી મારતાં કહ્યું, તું પણ શું ?
કોણ જાણે મારા રૂમમાંથી સાવરણી કોણ લઈ ગયું ? અચાનક એકલી એકલી બોલતી પોતાની જાત સાથે વાત કરતી સીમા સામેના રૂમમાંથી નીકળી.ફાનસ લઈને આવતી સંગીતા અને તેની બહેનપણીઓને સામે જાેતાં સીમાએ પુછી લીધું, તમે લોકોએ મારી સાવરણી જાેઈ ? ‘તારી સાવરણીની અમને ખબર નથી.. સંગીતાએ કહ્યું, અમે તો રસોડે ગરમ પાણી લેવા જઈએ છીએ.સારૂં તો એમાં ગુસ્સો શું કામ કરે છે ? સીમાએ આગળ જતાં કહ્યું, અહીં જ કયાંક હશે જાેઉં છું.
આશા, નંદા, દેવકુમારી તમે મારી સાવરણી જાેઈ છે.. સીમાએ જમીને જઈ રહેલી ત્રણેને પુછયું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.