હથેળીની નાની આંગળીની વિશેષ ખાસ વાતો

રસમાધુરી
રસમાધુરી

સામાન્ય રીતે આપણા હાથની સૌથી નાની આંગળી દ્વારા કોઈ જ શુભકાર્ય કરવામાં આવતું નથી.તે બીજી આંગળીઓની સાથે ભેગી મળીને વજનદાર વસ્તુ ઉપાડવામાં મદદ કરે છે પરંતુ હસ્તરેખા જયોતિષના અનુસાર નાની આંગળી પણ ઘણું બધું દર્શાવે છે.કનિષ્ઠા આંગળીની લંબાઈ અને જાડાઈની સાથે એની પરના અલગ અલગ નિશાન અને રેખાઓનું અધ્યયન કરવામાં આવે છે.આ નાના નાના સંકેતોના આધાર પર વ્યક્તિનો સ્વભાવ અને ભવિષ્યની વાતો જાણવા મળે છે.
હથેળી,અંગૂઠો,આંગળીઓની બનાવટ અને રેખાઓની સાથે જ અલગ અલગ નિશાનોના આધાર પર વ્યક્તિના ભવિષ્ય અને સ્વભાવની વાતો દર્શાવતી વિદ્યા છે, હસ્તરેખા જયોતિષ..!
જાે હથેળીમાં નાની આંગળી સામાન્ય લંબાઈથી બહુ નાની હોય તો એવી વ્યક્તિ ઉતાવળમાં કાર્ય કરનારી હોય છે.આવા લોકો નાસમજ હોય છે અને વ્યવહારૂ પણ હોતા નથી.જે લોકોની આ આંગળી આગળથી અણીદાર હોય છે તેઓ બુધ્ધિશાળી હોય છે.આવા લોકોનું દિમાગ તેજ હોય છે.નાની આંગળી વધુ લાંબી હોય તો વ્યક્તિ ચાલાક હોય છે.આવી વ્યક્તિઓ ચતુરાઈથી પોતાનું કાર્ય કરાવીને સફળતા મેળવે છે.
જે લોકોની હથેળીમાં નાની આંગળી સામાન્ય લંબાઈ વાળી જોવા મળે છે તેવા લોકો ઘર પરિવાર અને સમાજમાં માન-સન્માન પ્રાપ્ત કરે છે.આવી વ્યક્તિઓ યોગ્યતાના આધારે કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરે છે.
જાે નાની આંગળીનો આગળનો ભાગ ચોરસ જાેવા મળે ત્યારે આવી વ્યક્તિ દુરદર્શી હોય છે.આવી વ્યક્તિઓ વિલક્ષણ પ્રતિભાની માલિક હોય છે.
જે વ્યક્તિની નાની આંગળી વાંકીચુકી હોય ત્યારે તેવી વ્યક્તિ પોતાના જીવનમાં ઘણીવાર ચઢ ઉતરનો સામનો કરે છે અને જે લોકોની છેલ્લી આંગળી સુંદર દેખાવમાં હોય ત્યારે એવી વ્યક્તિ સર્વગુણ સંપન્ન હોય છે.
જાે કોઈ વ્યક્તિની હાથની ટચલી આંગળી અને અનામીકા આંગળી બંને બરાબર હોય ત્યારે એવી વ્યક્તિ રાજનીતિમાં પ્રભાવશાળી હોય છે.
જો નાની આંગળી,અનામિકા આંગળીની તરફ ઝુકેલી હોય ત્યારે એવી વ્યક્તિ સારો વેપારી હોય છે.જે લોકોની નાની આંગળી,અનામિકા આંગળીથી દૂર હોય છે ત્યારે એવી વ્યક્તિ પૂરી આઝાદીથી જીવવાનંુ પસંદ કરે છે. નાની આંગળી દેખાવમાં સુંદર હોય તો એવી વ્યક્તિ દરેકને પ્રભાવીત કરનારી હોય છે.નાની આંગળીનો પ્રથમ ભાગ (ઉપરવાળો ભાગ)વધુ પડતો લાંબો હોય તો એવી વ્યક્તિ વાતચીત કરનારો શોખીન હોય છે અને લોકોની વચ્ચે એ સંબોધિત કરવાનું વધુ પસંદ કરે છે.છેલ્લી આંગળીનો મધ્ય ભાગ વધુ પડતો લાંબો હોય ત્યારે વ્યક્તિ ઘણો જ ચતુર હોય છે અને સૌથી નીચેનો ભાગ (અંતિમ ભાગ)વધુ લાંબો હોય ત્યારે વ્યક્તિ ખરીદારીમાં ચતુર હોય છે.
જો લીટલ ફીંગર્સ અને ઈન્ડેકસ ફીંગર્સ લંબાઈમાં એકસરખી બરાબર હોય ત્યારે વ્યક્તિ કુશળ રાજનીતિજ્ઞ હોય છે.આવી વ્યક્તિઓ પોતાની યોજનાનુસાર કાર્ય પુર્ણ કરી લે છે.
હથેળીની સૌથી લાંબી આંગળી મધ્યમાં આંગળી અને સૌથી નાની આંગળીની લંબાઈ બરાબર હોય ત્યારે વ્યક્તિ એવી વ્યક્તિ વિજ્ઞાનના ક્ષેત્રમાં ઉપલબ્ધિઓ મેળવે છે.
જાે નાની આંગળી,અનામિકા આંગળીના નખ સુધી પહોંચાતી હોય ત્યારે એવી વ્યક્તિ લેખક,કલાકાર અને રચનાત્મક કાર્ય કરવાવાળી હોય છે.
જાે નાની આંગળીના પ્રથમ ભાગમાં (ઉપરનો કિસ્સો) ઉભી રેખાઓ જાેવા મળે તો વ્યક્તિ સારો વકતા બને છે અને જાે નાની આંગળીના પ્રથમ ભાગમાં આડી રેખાઓ જાેવા મળે ત્યારે વ્યક્તિ ઘણો જ વાતોડીયો હોય છે અને આવી વ્યક્તિ જુઠું પણ ઘણું જ બોલે છે.
જાે નાની આંગળીના પ્રથમ ભાગમાં ત્રિભુજનું નીશાન બનેલું હોય તો વ્યક્તિ ધર્મ અને આધ્યાત્મમાં રૂચિ રાખનારો હોય છે અને જાે આ ભાગમાં જાળી જેવું નિશાન હોય ત્યારે વ્યક્તિ ચોરી કરવાવાળો અને ખોટી આદતોનો શિકાર બને છે. જાે કોઈ વ્યક્તિની નાની આંગળીના મધ્ય ભાગમાં અસ્પષ્ટ રેખાઓ હોય છે ત્યારે આવી વ્યક્તિ અનૈતિક કાર્યો કરવાવાળો પણ હોઈ શકે છે અને આ ભાગમાં આડી રેખાઓ જાેવા મળે ત્યારે વ્યક્તિ ભાવુક હોય છે.
જાે નાની આંગળીના મધ્ય ભાગમાં ક્રોસનું નિશાન જાેવા મળે ત્યારે એવી વ્યક્તિનું જીવન સુખી હોતું નથી.
નાની આંગળીના ત્રીજા ભાગમાં ત્રિભુજનું નિશાન હોય તો વ્યક્તિ જીવનમાં કોઈ પ્રતિષ્ઠીત પદ પ્રાપ્ત કરવાવાળો હોય છે.નાની આંગળીના અંતિમ ભાગ પર વર્તુળાકાર ચિન્હ જાેવા મળે તો વ્યક્તિ બેઈમાન હોય છે.આવી વ્યક્તિઓ ઈમાનદારીનો ઢોંગ કરે છે.કયારેક વ્યક્તિનો વ્યવહાર પણ યોગ્ય હોતો નથી.જાે નાની આંગળી આગળ અથવા પાછળની તરફ વધુ પડતી ઝુકેલી જાેવા મળે ત્યારે એવી વ્યક્તિ જીવનમાં બેઈમાન હોય છે.
ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે જયારે પણ કોઈ નિષ્કર્ષ પર જવું હોય ત્યારે હસ્તરેખામાં બંને હાથોને એની બનાવટ અને રેખાઓનું પુરૂં અધ્યયન કરવું ઘણું જ અગત્યનું બને છે.અહીંયા દર્શાવવામાં આવેલી લીટલ ફીંગરના ફળની વાતો હથેળીની અન્ય સ્થિતિઓથી બદલી પણ શકાય છે. કોઈપણ વ્યક્તિના વિશે સચોટ ભવિષ્યવાણી કરવી હોય તો બંને હથેળીઓનું અધ્યયન કરવું ઘણું જ આવશ્યક છે.
-કમલેશ કંસારા મુ. અમદાવાદ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.