વિચિત્ર સાયકલોનો વિચિત્ર ઈતિહાસ

રસમાધુરી
રસમાધુરી

વિજ્ઞાન અને ટેકનોલોજી વડે આજે સાયકલમાં કેવા ફેરફારો થવા માંડયા છે તેને સમજતા પહેલાં સાયકલનો ટુંકો ઈતિહાસ સમજવો પડે છે.ઘણા લોકો સાયકલને લગતીઐતિહાસિક વાતો કંટાળાજનક લાગે છે પરંતુ સાયકલને લગતે ઐતિહાસિક માહિતી જાણશો તો જરૂર આશ્ચર્ય થયા વગર નહીં રહે..!

ઈ.સ. ૧૮૧૮માં ર્વાન સોવરબ્રો નામના ફ્રેન્ચ ખેડુતે સૌપ્રથમ સાયકલ તૈયાર કરી, જેને પેડલ જ ન હતા. ખેતરે જવા માટે સોવરબ્રોને રોજ લાંબું અંતર કાપવું પડતું હતું. ઘોડો તેને પોસાતો ન હતો. એટલે તેણે લાકડાંના બે પૈડાંને દાંડા વડે જાેડી દીધા. વચ્ચે સીટ ગોઠવી. અને ઘોડેસવારની જેમ જ સીટ પર બેસીને તે ઘર અને ખેતર વચ્ચે આવ જા કરવા લાગ્યો. આ સાયકલ ‘હોબી હોર્સ’ ના નામે જાણીતી બની. પેડલ વડે પૈડાંને શી રીતે ફરતાં કરી શકાય તે સોવર બ્રો જાણતો ન હતો, પરિણામે સાયકલને આગળ ધકેલવાને માટે જમીન પર તેણે વારાફરતી બન્ને પગ ટેકવીને ઘકકા મારવા પડતા હતા. આને સાયકલને માટે ના જ કહેવાય પણ બસ્સો વર્ષ પહેલાં તે બહુ મોટી શોધ ગણાતી હતી. ઈગ્લેંડમાં પણ આ ‘હોબી સાયકલ’ની ખાસ પ્રસિદ્ધિ રહી હતી પરંતુ તેનો ભાવ એટલો બધો હતો કે તે ફકત જમીનદારો જ ખરીદી શકતા હતા.

ઈ.સ. ૧૮૩૯ માં સ્કોટલેન્ડના કર્કપેટ્રિક મેકમિલન નામના લુહારે પહેલીવાર સાયકલને પેડલ વડે સજજ કરી. સ્કોટલેન્ડમાં બારેમાસ ગમે ત્યારે વરસાદ પડયા કરે અને ઠેકઠેકાણે જમીન પણ કીચડવાળી બને છે. એટલે ‘હોબી હોર્સ’ પર સવારી કરતા જતા પગ કાદવમાં ખરડાતા હતા. ઘણી મહેનત બાદ મેકમિલન પેડલવાળી સાયકલ બનાવવામાં સફળ થયો. જાે કે તે સાયકલ આજની સાયકલ કરતાં સાવ કઢંગી હતી. મેકમિલને આગળના પૈડા નજીક બે લાંબા અને લટકતાં પેડલ બનાવ્યા. પેડલના સાથે જાેડાયેલ લાકડી પાછળના મોટા પૈડાના સ્ર્પાક સાથે જાેડાયેલ હતી. એટલે જયારે પેડલને આગળ પાછળ કરીએ તરત પૈડું ફરતું. આમ સળંગ પેડલ મારવાનું લોકોને ન ફાવ્યું.
ઈ.સ. ૧૮૬૧માં પીયર મિચો નામના એક ફ્રેંચ મિકેનિકે વળી સાવ એકદમ જુદી અને અનોખી સાયકલ તૈયાર કરી. તેણે પાછળનું નહિ, પણ આગળનું પૈડું મોટું રાખ્યું, અને ત્યાં જ પેડલ ફીટ કર્યું આગળનંું પૈડું મોટું રાખવાનું એક કારણ એ હતું કે પેડલ એક આંટો પુરો કરે ત્યારેપૈડુંય એક આંટો પૂરો કરે, માટે જેમ પૈડું મોટું તેમ દરેક પેડલે સાયકલ વધુ આગળ ચાલે.

ઈ.સ. ૧૮૭૧માં જેમ્સ સ્ટાર્લી નામના એક અંગ્રેજ શોધકે એક તુકકો લડાવ્યો કે આગળનું પૈડું હજુ મોટું બનાવ્યું હોય તો ? દરેક પેડલે સાયકલ વધુ અંતર કાપે ! એટલે આગળનું પૈડું પાંચ ફુટના વ્યાસવાળું બનાવ્યું. પૈડાંની ધરી સાથે પેડલને જાેડયું અને તે પણ સીટની નજીકના ભાગ પાસે ફીટ કર્યું. પાછળનું પૈડું માત્ર બે ફીટના વ્યાસવાળું હતું. આ સાયકલ દરેક પેડલે ઘણું બધું અંતર કાપતી હતી. એટલે યુરોપના લોકોને પ્રથમવાર સ્પીડમાં પ્રવાસ કરવાનો આનંદ ઉઠાવવા લાગ્યા. લોકો ઉંચી સીટ પર બેસવાના આનંદનું પુછવું જ શું ? જાે કે એક સવાલ એ પણ હતો કે સવા પાંચ ફુટ ઉંચી સીટ પર ચડવું શી રીતે ? આ સવાલ ખાસ કરીને ટુંકી હાઈટ ધરાવતી વ્યક્તિઓ માટે એક સમસ્યા બનેલ પરંતુ આ તો માનવ છે.એણે ઉંચા ઓટલા પર ચડીને સાયકલ સવારી કરતાં હતાં.કયારેક આ સાયકલ પર બેલેન્સ ન રહેતાં રસ્તા પર પડી જતા અને પછી પથારીમાં આરામ કરવાનું.

ઈ.સ. ૧૮૮૬માં જેમ્સ સ્ટાર્લીને વિચાર્યું કે મારી સાયકલ ઝડપી હોવા છતાં સલામત નથી એટલે એણે પાછું એક જુદુ મોડેલ બનાવ્યું. જેમાં આગળનું પૈડું એકદમનાનું કર્યુ અને પાછળનંુ પૈડું સહેજ મોટું કર્યુ. સમય જતાં સાયકલના બંને પૈડાં સરખાં બન્યા.હવે સાયકલ પરથી ગબડી પડવાના ચાન્સ નહોતા. સાયકલ એકદમ સલામત હતી.એટલે જેમ્સ સ્ટાર્લીએ તેને ‘સેફટી રોવર’ એવું નામ આપ્યું. આ શોધ એક ક્રાંતિકારી શોધ હતી. કેમ કે આ સાયકલ આજે વપરાય છે એવા પેડલ, ચેઈન અને હેન્ડલવાળી સૌ પ્રથમ સાયકલ હતી. પેડલ બે પૈડાની વચ્ચોવચ્ચ હતું. ચેઈન વીટેલા દાંતાના ચક્રને તે ફેરવતું હતું. આ મોટું ચક્ર ત્યારબાદ પાછલા વ્હીલમાં નાના ચક્રનેઘુમાવતું હતું. પેડલનું મોટું ચક્ર જાે એક આંટો પુરો કરે તો પાછળનું ચક્ર (નાનું) ચારેક આંટા ફરી જાય.માટે ઓછી મહેનતે વધુ ઝડપે સાયકલિંગ કરવાનું શકય બન્યું હતું.

૧૮૮૬માં જેમ્સ સ્ટેનલીની ‘સેફટી રોવર’ સાયકલ બનાવ્યા બાદ જેમ જેમ વરસો પસાર થવા લાગ્યા તેમ તેમ સાયકલમાં અનેક પરિવર્તનો આવતા ગયા.અત્યારે બજારમાં સામાન્ય લોકો માટે મળતી સાયકલ જેમ્સ સ્ટાર્લીની બનાવેલ સાયકલને મળતી આવે છે. આજે કેટલીક સાયકલોમાં ગીયર્સ વપરાય છે પરંતુ બ્રેક, ચેઈન, બોલ, બેરીંગ, હેન્ડલ વગેરે સારી જાતના વપરાય છે.બજારમાં વેચાતી સાયકલ જાેતાં તેનો મુળભુત આકાર ‘સેફટી રોવર’ જેવો દેખાય છે. ખરૂં જાેતાં રચના એકસરખી છે.વિજ્ઞાન અને ટેકનોલોજીના સંશોધકો છેલ્લાં કેટલાક વર્ષમાં સાયકલને ખાસ બદલી શકયા નથી.
કમલેશ કંસારા
મુ. અમદાવાદ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.