રમતરમતમાં વાને મીનીનો જીવ બચાવ્યો

રસમાધુરી
રસમાધુરી

ચાલ વાન ફરવા જઈએ… તેની નજીક આવતાં તેના મિત્ર સાનાએ કહ્યું.
કયાં જવું છે, એ તો કહે ? વાનલાલરૂહીયાએ પ્રશ્ન કર્યો.
ગમે ત્યાં ફરવા જઈએ બે દિવસથી ઘરમાં રહી રહીને બોર થઈ ગયા યાર! સાનાએ મોં બગાડીને કહ્યું.
હા એ વાત તો ખરી.. આ વરસાદ કયાંય જવા આવવા દેતો નથી..વાને તેની સાથે આગળ વધતાં કહ્યું.
ચલ યાર, તુઈ દુઈ નદી તરફ જઈએ. વરસાદને લીધે નદીમાં ખુબ પાણી આવ્યું હશે, જાેવાની મજા પડશે.. મિત્રના કહેવાથી વાન નદી તરફ ચાલવા લાગ્યો.
‘અરે ! તમે કયાં જાવ છો ? તેમને જતા જાેઈ તેમની જેટલી જ ઉંમરની છોકરી મીનીએ પૂછયું.
તારે આવવું હોય તો તું પણ ચાલ.. વાને તેને પણ સાથે લેતાં કહ્યું.
પણ આપણે જઈશું કયાં ? મીનીએ નજીક આવતાં કહ્યું.
કયાંય નહીં, બસ એમ જ ફરવા નીકળ્યા છીએ. થોડી વાર હરીશું ફરીશું ને રમીશું બીજું શું ?સાના બોલ્યો.
હા, ચાલો હું પણ કયાંય રમવા જવાનું જ વિચારતી હતી. મીની ખુશ થઈ ગઈ.
બપોર થઈ ગયા હતા. હવે તે ત્રણ મીત્રો નદી તરફ ઝડપભેર આગળ વધ્યાં. નદી ઘરથી લગભગ બે કીલોમીટર દુર હતી.
તને ખબર છે આપણા મીઝોરમમાં વરસનો સૌથી વધારે વરસાદ બે મહીનામાં જ થાય છે. જ્યારે બીજે બધે એવું થતું નથી.. વાન બોલ્યો.
‘બધી જગ્યા એટલે.. તારો કહેવાનો મતલબ શો છે ? તેના મિત્રે સવાલ કર્યો.
બધી જગ્યાએ એટલે કે આખા દેશમાં તને ખબર છે..સામાન્ય રીતે આખા દેશમાં જુલાઈ, ઓગષ્ટ, સપ્ટેમ્બરમાં વરસાદ થાય છે.. વાને પોતાનું જ્ઞાન પ્રદર્શિત કરતાં કહ્યું.
તને એ બધી કયાંથી ખબર કહે તો ખરો ? તેના મિત્રે પુછયું.
કાલે જયારે વરસાદ પડતો હતો ત્યારે ચોથા ધોરણના મારા એક દોસ્તે મને કહેલું. વાને સ્પષ્ટતા કરી.
સારૂં કહી તેણે માથું હલાવ્યું જાણે કે દોસ્તની ભુગોળ ેતેને સમજાઈ ગઈ હોય. ધીરે ધીરે વાતો કરતાં એ નદી કીનારે પહોંચી ગયા.તેઓ આમતેમ ફરીને નદીના પ્રવાહને જાેવા લાગ્યા. બે દિવસથી સતત પડી રહેલા મુશળધાર વરસાદને કારણે નદીમાં પૂર આવેલુંુ હતું. ઉછળતી કુદતી ડુંગરાળ નદીમાં આવતું પાણી પથ્થરો સાથે ભટકાઈને અવાજ પેદા કરતું હતું.
સાનાએ વાનને ઈશારો કરતાં કહ્યું, ‘જાે પાણી, અહીં પથ્થરને ટકરાઈને કેવો સુંદર અવાજ કરે છે ?’
વાન નજીક આવીને થોડીવાર સાંભળતો રહ્યો. પછી બોલ્યો,ખરેખર એવું લાગે છે કે જાણે કોઈ સંગીત વાગતું ન હોય ?
ચાલો કંઈક રમત રમીએ..મીનીએ તેમને કહ્યું.
હવે એ ત્રણે પકડદાવની રમત રમવા લાગ્યાં. જે અડકી જાય તે ચોર બને અને પછી બીજાને અડે એ રીતે તેમની રમત ચાલવા લાગી.આ રમતમાં તેમને બહુ મજા આવતી હતી.સાના જયારે ચોર બની અડકવા જતો હતો ત્યાં અચાનક મીની તેની સામે આવી ગઈ. મીની નીચે નમીને ભાગી.. તે બચી ગઈ. એ જાેઈ સાના ચીડાયો..કેમ કે તે તેને અડકી ન શકયો.
તે મીનીની બરાબર પાછળ પડયો.. તે જે બાજુ દોડીને જાય તે તરફ સાના તેની પાછળ જવા લાગ્યો. આ રીતે ભાગંભાગમાં મીની બચવા માટે નદી તરફ ગઈ પરંતુ સાના ત્યાં પણ તેની પાછળ જ હતો.
વાને રોકયો પણ સાનાને તો એક જ ધૂન સવાર થઈ ગયેલી તેણે નક્કી કરી દીધેલું કે, હવે તે ગમે તેમ કરીને પણ મીનીને અડકયા વિના નહીં રહે. મીની પાછળ ફરી પરંતુ સાના પાછળ જ હતો.
અચાનક વરસાદમાં ભીના તટ પર મીનીનો પગ લપસ્યો અને તે લથડી. બેલેન્સ રાખી શકી નહીં કંઈક એ કારણે ને બીજું તેની પાછળ દોડતા આવી રહેલો સાના તેને ભટકાઈ પડતાં તે હલબલી ગઈ.
તે ઝડપથી લપસતી નદીમાં જઈ પડી. સાના તો ગભરાઈ ગયો, ખમચાઈને અવાક ઉભો રહી ગયો.
પરંતુ વાન એક પળનો પણ વિલંબ કર્યા વિના નદીમાં કુદી પડયો તે ઝડપથી મીનીની નજીક પહોંચી ગયો. પરંતુ આ શું તે નજીક પહોંચ્યો અને કંઈ કરે તે પહેલાં મીનીએ તેને પાછળથી બરાબર જકડી લીધો.
હવે પરીસ્થિતિ ખરાબ થઈ ગઈ. વાન મીનીને બચાવવા ગયો હતો ત્યાં હવે તેનો જ જીવ જાેખમમાં આવી ગયો. હવે તે બંને ડુબવા લાગ્યા. તેવામાં છેલ્લા પ્રયાસરૂપે વાને પોતાના ખમીસને ઝટકો માર્યો, જેથી પળવારમાં બધાં બટન તુટી ગયાં. તેણે પોતાના બંને ખભેથી ખમીસને સરકાવી દઈ પોતાની જાતને મુકત કરી મીનીએ તેને બરાબર જકડી રાખેલ હતું.
તે હવે અલગ થઈ ગયો હતોે તેણે પલ્ટી મારી મીનીના વાળને દુરથી પકડયા અને ખેંચીને કીનારે લઈ આવ્યો. આવું કરવામાં તેનો જીવ જતાંં જતાં માંડ બચ્યો. સાનાએ દોડીને બધાને જાણ કરી. બધા દોડતાં દોડતાં તુઈ દુઈ નદીને કિનારે આવ્યાં. આખા મમ્રિત જિલ્લામાં આ બનાવની જાણ થતાં સૌ વાનની બહાદુરી અને સાહસની ચર્ચા કરતાં હતાં.
દશ વર્ષના વાનલાલરૂહીયાને રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર આપવામાં આવ્યો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.