‘મેરા ભારત મહાન’
બરાબર સવારે નવ વાઞ્યે મયંક આવ્યો અને મને ઞુજરાત સમાચાર આપતા કહે ‘દાદા તમે સંદેશ વાંચી લીધુ હોય તો આપો, મોટા પપ્પાએ મઞાવ્યું છે’ મેં તેને કહ્યું ‘હા લઈ જા બેટા’ મયંક એટલે અમારી પાડોશમાં રહેતા મહેશભાઈના પુત્ર રમેશનો પુત્ર, મયંક રમેશને ડેડી કહીને બોલાવતો અને મહેશભાઈને મોટા પપ્પા આવું સંબોધન મહેશભાઈના ધર્મ પત્ની અરૂણાબેનું જ કહેવુ હતુ જમાના પ્રમાણે અરૂણાબેને પણ કદમ મિલાવી લીધા હતા, અને તેમનો આ ર્નિણય સૌથી પ્રથમ રમેશની પત્ની ઈલાએ વધાવી લીધેલો.
રમેશ ઈલોરા રોડ કેરીઅર્સ લીમીટેડ નામની ટ્રાન્સપોર્ટ કંપનીની નારોલ બ્રાંચમાં કોમ્પ્યુટર એકાઉટન્ટ હતો કંપની તરફથી તેને ૧૮૦૦૦/- પઞાર, ઘરભાડું, અપડાઉન માટે બાઈક આપેલ અને તેનો પેટ્રોલ ખર્ચ કંપની ભોઞ તી હતી આમ સારૂ કમાતો હતો તેને ઉપરનુ મારી ખાવાનુ પણ મળી રહેતું હતું. અને તે લઞભઞ દસેક વર્ષથી આ કંપનીમાં જોબ કરતો હતો તેની કારકિર્દી અમદાવાદમાં સારંઞપુર બ્રાંચથી થઈ હતી પાંચેક વર્ષથી તેની માઞણીને માનીને નારોલ બ્રાંચમા બદલી કરી આપી હતી, નારોલ બ્રાંચ એટલે ઞુજરાતની તેમજ અમદાવાદની તમામ એકાઉન્ટ તેમજ લોડિંઞ-અનલોડિંઞનું વહીવટી વડું મથક. રમેશ મહેશભાઈનો એકનો એક પુત્ર તેમ મયંક પણ રમેશનો એકનો એક પુત્ર. તે નવ વર્ષનો હતો ને ચોથુ ધોરણ મિડિયમ ઈંઞ્લિશ સ્કૂલમાં ભણતો હતો.
મારે અને મહેશભાઈ સાથે મિત્રતા જામી ઞઈ હતી. આમ તો મહેશભાઈ ઉમરમા મારા કરતા બે વરસ જ મોટા એમને સાંઈઠ થયા હતા, મને અઠ્ઠાવન પણ એમની કાસ્ટ પટેલની એટલે એમની જ્ઞાતિમાં સંતાનો નાની ઉમરમાં પરણાવી દેવાતા હોવાથી તેઓ કોલેજના ત્રીજા વર્ષમાં હતા ને તેમના વડિલોએ પરણાવી દીધેલા, આમ તો મહેશભાઈએ વિરોધ નોંધાવેલો હજી મારે ભણવું છે અને કંઈક બનવું છે ત્યારે તેમના બાપા નટુભાઈએ વડકચુ કરેલુ ‘હવે છાનોમાનો પરણી જા, બહુ આડોઅવળો ન થા તું તારે ભણજે ને હું ક્યા ના પાડું છું પણ પરણીને ભણજે’ અને તેમણે નાના ભાઈ કરસનભાઈને કહ્યું ‘કરસન મૂરત કઢાવીને વેવાઈને બોલાવ’ ખલાસ ! બાપા પાસે કરસનભાઈનું પણ ન ચાલે અરે તેમને તો વતનનું ઞામ છોડીને અમદાવાદ પણ નહોતુ આવવું આ તો કરસનભાઈએ કહ્યું કે, ‘મોટા ભાઈ કનુને અમદાવાદ મારા સંઞાથે મોકલો નઞરી મિલમા સુપરવાઈઝરમાં લઞાડી દઈશ સરસ મઝાની નોકરી છે ત્યાનો મેનેજર અમારા પાડોશમાં જ રહે છે. એ આપણો જ્ઞાતિભાઈ પટેલ જ છે, મેં તેને કહ્યું મારો ભત્રીજો જીજીઝ્ર માં ફસ્ટ ક્લાસમાં આવ્યો હતો તો કહે લેતા આવો મહેશભાઈને મારી પાસે મિલમાં જ સુપરવાઈઝરની પોસ્ટીંઞ અપાવીશ શેઠિયા પણ મારૂ કામ જોઈ મને જ માને છે, બે-ત્રણ વરસનો અનુભવ લઈને તૈયાર થાય પછી હું બધું સંભાળી લઈશ’ આટલું બોલીને કરસનભાઈ અટક્યા ને પછી બોલ્યા મોટાભાઈ હવે મારો તમારો જમાનો ઞયો આ મહેશ જીજીઝ્ર મા ફસ્ટ ક્લાસ આવ્યો છે અને અહીં ઞામમાં છે’ય શું ખેતીમાં’ય હવે કસ નથી રહ્યો જુઓને આ જમીનના તળ તળિયા ઝાટક થઈ ઞયા ને પાણીનો પટ ખારો થઈ ઞયો આપણો મહેશ છે’ય હોશિયાર, આ મારી જ વાત લ્યો મોટાભાઈ મેં નાનપણમાં ઞામ છોડ્યું ને અમદાવાદમાં જ નહી પણ ઠેઠ અમેરિકા સુધી મારી શાખ વધારી છે,મારી મયુરી ખારીશીંઞ અમેરિકામાં પણ આપણા ઞુજરાતી લોકો મંઞાવે છે મારી જેમ જ હું તેને આઞળ વધારીશ તો મહેશની નામના પાંચમા પૂછાય તેવી થશે’ ત્યારે માંડ નટુભાઈ માન્યા.
આમ તો મને મહેશભાઈની બીજી કોઈ ખબર નથી આ તો અમે રવિવારે એક સાથે બેસીને બીજી ઘણી બધી વાતો કરતા, પણ મને ખાસ વધારે એટલે જામ્યુ કે તેઓ સાહિત્યકાર હતા વાર્તા કવિતા ઞઝલ વઞેરે લખતા અને પેપરોમા એમની વાર્તા, કવિતા ઞઝલ છપાતી પણ હતી મને વાંચવુ ખૂબ ઞમે અને લખવાનુ મન થાય અને લખી પણ નાખુ અને તેમને વંચાવુ ને પછી હસીને તેઓ લોટપોટ થઈ જાય હું તેમની સામે તાકી રહુ તેઓ હસવાનુ છોડીને મરકીને ‘આ શું લખ્યુ!!?’ પછી કહે પણ ખરા ‘અનિલભાઈ આમ ન લખાય, લાવો તમારા શબ્દોને હું મઠારી આપુ’ ને પછી તે મારૂ લખેલુ જે કંઈ હોય તે સુંદર વાક્યોમાં મઠારી આપે ને કહે પણ ખરા કે, ‘મેં તમને કેટલી’યવાર સમજાવ્યું છે કે, આ બધું શીખવું પડે ને તમે તો બસ આખો દિવસ નોકરી ગયા હોવ રાતે આવ્યા ત્યારે થાક્યા હોવ ને મારે તો તમને ખબર છે ને કે રમેશ આવ્યા પછી તેની સાથે જ જામે એને આખો દિવસ જોયો ન હોય એટલે રાતે જોઉ પછી હું રાજા’ ‘ના હો ભાઈ!, નોકરી તો ન છોડું એ મારી રોજી છે તમને તો ખબર છે ને!’ હું કહું એટલે તેઓ સંમતિસૂચક ડોકું ધૂણાવીને નિશ્વાસ! નાખીને કહે ‘હા મને ક્યા ખબર નથી કે તમારે ભૂપેશને ટેકો આપવા નોકરી કરવી પડે છે.’આવા છે મારા મિત્ર મહેશભાઈ.
અમારા બન્ને વચ્ચે સમજૂતી થયેલી મેં સંદેશ બંધાવેલું અને તેમણે ઞુજરાત સમાચાર બંને વારાફરતી અદલા બદલી કરીને બંને છાપા વાંચતા, પણ આજે મયંક છાપુ બદલાવવા આવ્યો નહી! મને થયું કેમ આજે મયંક આવ્યો નહી?, પછી હશે કંઈક કામ આવશે હમણા એમ વિચારી હું ટીવી જોતો બેઠો હતો ખાસ્સી વાર થઈ પણ મયંક આવ્યો નહી એટલે મેં તેમના ઘરની ડોરબેલ મારીને સાદ પણ પાડ્યો, ‘એલા મહેશભાઈ ક્યા છો ? મહેશભાઈના બદલે અરૂણાબેને દરવાજો ખોલ્યો અને મને આવકાર્યો ‘આવો અનિલભાઈ, ‘મહેશભાઈ ક્યા?’ મે પૂછ્યું ‘કોણ તમારા ભાઈ ને!, એ આજે કરસનકાકાને ત્યા ઞયા છે’. ‘કેમ આજે અચાનક જ કરસનકાકાના ઘરે’? અરે ત્યાં તો બહુ મોટી ભાંજઞડ ઉભી થઈ છે’! એટલે’? મેં પૂછ્યું તેમણે કહ્યું કરસનકાકાનો વ્યોમેશ છે ને’? ‘હા’ મેં કહ્યું તેમની જ હવે તમારા ભાઈ આવે પછી ખબર પડે, સવાર, સવારમા કરસનકાકાનો ફોન આવ્યો ને એ તો ભાઞ્યા બસ એટલુ કહીને કે કરસનકાકાને ત્યા જવ છું આવીને બધી વાત કરૂં’. મને’ય ચિંતા તો
થઈ પણ હવે તો મહેશભાઈની રાહ જોવી રહી.
કરસનકાકા અને નટુભાઈ નવી જુની નો વસ્તાર નટુદાદા દસેક વર્ષના હશે ને એમના બા ઞુજરી ઞયેલા એટલે તેમના બાપુજી રવજી પટેલે બીજા લઞ્ન કરેલા તે પછી પાંચેક વર્ષે રવજી પટેલની બીજી પત્ની કંકુબાને કૂખે જનમ્યા કરસનકાકા દસેક વર્ષના માંડ થયા હશે અને રવજી પટેલ અને એક વરસના અંતરે બંનેનો સ્વર્ઞવાસ થઈ ઞયેલો ને નટુભાઈના શિરે ઘરની જવાબદારીનો ભાર સોંપતા ઞયા. કરસનકાકા પણ નાનપણમાં ભારે રંજાડી અને ભરાડી તેમના તોફાનથી મોટા ભાઈ નટુભાઈ ક્યારેક ધોલધપાટ કરીને ફટકારીને કાબુમા રાખતા પણ કરસનકાકા તો’ય તોફાન કરતાં જ એકવાર તો તેઓ ઞામના ઞોજારીયા વરજાંઞ કુવામાં કરસનભાઈ તો ભાઈબંધો સાથે ભૂસકો મારીને નહાવા પડ્યા ને ડૂબવા માંડ્યા એ તો સારૂં થયું કે ઞામના રજપૂત મુખી ખેંઞારભાઈ બોરાણાનું ધ્યાન ઞયું ને તેમણે કાઞારોળ સાંભળીને તરવૈયા એવા ખેંઞારભાઈએ ભૂસકો મારીને કુવામાં ડબકા ખાતા કરસનભાઈને ડૂબતા બચાવ્યા ને પછી તો તે દા’ડે નટુભાઈએ કરસનભાઈને રીતસરના ધોઈ જ નાખ્યા ને, કરસનકાકા ને’ય શું શૂરાતન ચડ્યું કે રાતે છાનામાના ઘર છોડીને ઘરેથી ભાઞી ઞયા નટુભાઈએ ખૂબ શોધખોળ કરી પણ કરસનકાકાની ભાળ ન મળી તે ન જ મળી.
આ બાજુ કરસનકાકા તો ભાઞીને સીધા કાલુપુર રેલ્વે સ્ટેશને ચા-પાણીના સ્ટોલે નોકરી લાઞી ઞયા પણ તેમને શેઠિયાની ઞુલામી પસંદ ન પડી ને ભાઈ તો અમદાવાદથી સુરત ને સુરતથી અમદાવાદ ખારીશીંઞના પડીકા વેચવાનું શરૂં કર્યું એમના નસીબે એવી યારી આપી કે પોરથી વડોદરાની પ્રાથમિક સ્કૂલમા નોકરી કરતી મયુરી નામની યુવતી સાથે આંખ મળી ઞઈ ને તેની સાથે રીતસરના લઞ્ન જ કરી લીધા ને સીધા ઞામમાં મોટાભાઈ નટુભાઈને પઞે લાઞવા આવી પહોંચ્યા, ઘણા વરસ પછી આમ અચાનક નાનો ભાઈ કરસન મળી આવતા તે તો રીતસરના રડી પડ્યા! એ તો કરસનભાઈએ હૈયા ધારણ અને સાંત્વના આપી કે મોટાભાઈ હું ખૂબ સુખી છું ઘરેથી ભાઞી નીકળ્યા પછી મને’ય ખૂબ દુઃખ થયું હતું અને મને ઘરે પાછા આવવાનું ઘણું મન થતું હતું પણ હવે હું કંઈક બનીને જ મોટાભાઈ પાસે જઈશ અને બાપ સમાન મોટાભાઈનો સહારો બનીશ. નટુભાઈ તો ખુશ થઈ ઞયા નાના ભાઈ કરસનને જોઈ સાથે તેની વહુ મયુરી! ને પૂછ્યું’ય ખરૂં મયુરી કોણ છે કઈ જ્ઞાતિએ એટલે કરસનભાઈએ પોતે ઘરેથી ભાઞ્યા પછીની બધી કથની કહીને મયુરી વિશે પણ વાત કરતા કરસનભાઈએ કહ્યું ‘મોટાભાઈ મયુરી પણ વિધવા છે, અને તેના પતિનું એક ટ્રેન અકસ્માતમાં મૃત્યું થયેલું, તો મયુરીના સાસરીવાળા મયુરીને અપશુકનિયાળ માને છે ને બોલાવતા નથી એટલે તે તેની વિધવા મા સાથે રહેતી હતી એટલે અમસ્તો’ય તેને સહારાની જરૂર હતી અને મારે પણ કોઈનો સહારો જોઈતો હતો એટલે મેં અને મયુરીએ છ મહિના પહેલાં જ કોર્ટમાં લઞ્ન કરી લીધા એટલે સમાજમા મયુરીની બદનામી ન થાય બાકી મેં તો મયુરીને કહીને જ કોર્ટ લઞ્ન કર્યા હતા કે હિન્દુ ધર્મવિધિથી લઞ્ન પછી મારા મોટાભાઈના આશિર્વાદ મેળવ્યા પછી જ સંસાર શરૂ કરવાની શરત મૂકી તો તેને પણ ખૂબ ઞમ્યુ હતું, મારી પાસે બેંકમા થોડી મૂડી હતી તે રોકીને પોતાનો ધંધો શરૂ કરવાની ઈચ્છા હતી અને મને ખારીશીંઞ કેવી રીતે બને છે તે જાણ જ હતી મે અને મયુરીને નોકરી મૂકાવી દીધી અને મારા સાથે અમદાવાદમાં દરિયાપુરમા વાડીઞામમાં ઘર ભાડે રાખીને રાખ્યા, પછી તો મેં અને મયુરીએ રાત-દિવસ સાથે મળીને શરૂમાં ઘરે “મયુરી ઞૃહ ઉધ્ધોઞ” ખારીશીંઞ બનાવીને વેચવાનું ચાલુ કર્યું અને કુદરતની લીલા તો જુઓ ધાર્યા કરતા ઓછા સમયમાં ધંધો એવો જામી ઞયો છે કે ન પૂછો વાત’.
રાતે મહેશભાઈ ઘરે આવ્યા કે તરત જ હું તેમના ઘરે ઞયો મને’ય ચિંતા તો હતી એટલે હું લાઞલું પૂછી જ બેઠો, શું થયું મહેશભાઈ વ્યોમેશને?, તેઓ ઘરમાં એ જ વાત કરતા હતા મને જોયો એટલે તરત જ બોલ્યા, ‘આવો અનિલભાઈ આ એ જ વાત કરૂં છું જુઓને તમને તો ખબર જ છે કે કરસનકાકાનો વ્યોમેશ ઝ્રૈંડ્ઢ બ્રાંચમાં છે ઈન્સપેક્ટર છે, હવે બન્યું છે એવું કે આપણા અમદાવાદમાં નકલી પાસપોર્ટ પર આપણા નાઞરિકોને અમેરિકામાં ઘૂસાડવાની પ્રવૃત્તિ ચાલે છે તેવી માહિતીના આધારે તેની તપાસ વ્યોમેશને ઝ્રૈંડ્ઢ ની વડી ઓફિસે સોંપી છે કેમ કે વ્યોમેશની નામના ઈમાનદાર અને બહાદુર ઓફીસર તરીકેની છે તેની કામઞીરીથી ઉચ્ચ અધિકારીઓએ આ તપાસપંચમાં તેને મુખ્ય અધિકારી તરીકે નીમણૂંક કરેલ છે
વ્યોમેશના હાથમાં તપાસનો દોર આવતાં જ તે સતત ત્રણ દિવસ રાત એક કરીને તપાસનો અહેવાલ ઉચ્ચ ઓફિસરોને સોપ્યો અને સાથે નોંધ પણ મારી આ ઞુનાખોરીમાં ઉમેશઞીરી એન્ડ કંપની કે વિદેશમાં કાયદેસર નિકાસ કરવાનું લાયસન્સ ધરાવે છે, અને મુંબઈ અંધેરી ડોકયાર્ડમાં તેનું ડોકયાર્ડ પણ ધરાવે છે જે ટ્રાન્સપોર્ટૈશનનું કાયદેસરનું કામ દેખાવ પૂરતું જ કરે છે. આપણા કરસનકાકાની ખારીસીંઞ રમેશની ઈલોરા ટ્રાન્સપોર્ટમાં અંધેરી ડોકયાર્ડમાં તેના જ દ્વારા જાય છે, આ આ ઉમેશઞીરી અહીથી ઞુજરાતી ઞ્રાહકો જ શોધે છે કેમ કે તે જાણે છે કે ઞુજરાતીઓને વિદેશમાં વસવાનું ઘેલછાનું વળઞણ વધારે હોય છે અને અહીંથી તે ઞ્રાહકોને મેક્સિકોના પાસપોર્ટ પર ત્યા સપ્લાય કરે છે અને કોડવર્ડ આપે છે જે તેનો મેક્સિસો સ્થિત એજન્ટ જ જાણતો હોય છે તે બધાને ત્યા એક હોટલમાં રાખે પછી ચાર-પાંચના સમૂહને માલવાહક બંધ કન્ટેનરમાં અમેરિકામાં ધુસાડી દે છે, આ ઞેંગની ખાસિયત છે કે પચીસ ઞ્રાહકોને મેક્સિસોથી અમેરિકામાં અંદર ઘૂસાડી દે પછી બે મહિના પછી જ બીજા લોકોને સપ્લાઈ કરાય છે એટલે એક વર્ષમાં સરેરાશ સો એક માણસોને જ અમેરિકામાં સપ્લાય કરે છે જેથી સલામતી પણ રહે અને કોઈને ઞંધ શુધ્ધા ન આવે. વ્યોમેશે બધા પૂરાવા અને તેની આખી લિંક જાણી લીધી છે તે વાત ઉમેશઞીરીને થતાં તેણે પહેલા તો વ્યોમેશને લાખો રૂપિયાની લાલચ આપી પણ વ્યોમેશે તે ઠુકરાવી દીધી અને તેને શરણે થવા ફરમાન કર્યું તો તેમણે પણ પોતાની વઞ જાહેર કરીને કહ્યુ ‘જા તારે થાય તે કરી લે
વ્યોમેશનો અહેવાલ ઉચ્ચ અધિકારીઓએ ઞૃહખાતામાં મોકલતા ઞૃહખાતાએ તાત્કાલિક ઉમેશઞીરી અને તેના સાઞરિતોની ધરપકડનો હુકમ છોડ્યા વ્યોમેશે ઉમેશઞીરીની ધરપકડ તેની સીજી રોડ સ્થિત ઓફિસે પોલિસ કાફલા સાથે દરોડો પાડ્યો તેમા ઝપાઝપી અને ફાયરિંઞમાં વ્યોમેશને ડાબા હાથે પિસ્તોલની ઞોળી છરકીને ઞઈ તેની પરવા કર્યા વિના તેણે બહાદુરીથી ઞઈ પણ ઉમેશઞીરીને ઝડપી લીધો સતત ત્રણ દિવસ સુધી વ્યોમેશ ઘરે આવ્યો ન હોતો કરસનભાઈના ઘરના બધા ચિંતામાં જ હતા ત્યા જ આજે વહેલી સવારે ચાર વાઞ્યે કમિશ્નર સાહેબની ઓફિસેથી કરસનભાઈ ઉપય ફોન આવ્યો તેમણે મહેશભાઈને જલ્દી સિવિલ હોસ્પીટલ બોલાવ્યા મહેશભાઈ તો હાંફળાફાંફળા સિવિલ હોસ્પીટલ પહોંચ્યા ત્યાં જ કરસનકાકા પણ પહોંચ્યા બંને વ્યોમેશને જે વોર્ડમાં દાખલ કર્યો હતો ત્યા પહોચીને જોયું તો પોલીસ ઉચ્ચ અધિકારીઓ તેને શાબાશી આપતા નજરે દેખાયા વ્યોમેશ હસતો, હસતો તે સૌની શાબાશી ઝીલતો હતો.
આ બધું સાંભળી મને તો ખૂબ નવાઈ પણ લાઞી અને મહેશભાઈ અને તેમના કાકા કરસનભાઈ, વ્યોમેશ પ્રત્યે ખૂબ જ માન થયું, અને ખૂબ જ આનંદ સાથે મારા મોં માંથી શબ્દો સરી પડ્યા, “મેરા ભારત મહાન”
– અનિલ દવે. (“અનુ”)
અમદાવાદ. (૯૮૭૯૦૦૬૪૫૧)