મિત્તલે જીવના જાખમે દાદીમાને બચાવ્યાં
ટ્રીન..ટ્રીન.. ડોરબેલનો અવાજ આવ્યો એટલે બેઠક રૂમના સોફા પર બેસી માળા ફેરવતાં દાદીમાએ મિત્તલને બુમ પાડી..
‘મિત્તલ..ઓ..મિત્તલ..’ હાં..બા…
‘શું કરે છે બેટા જા તો કોઈ આવ્યું લાગે છે..?
હાં બે મીનીટ.. આ છોકરી જબરી છે. રમવામાં ને રમવામાં કંઈ ધ્યાન આપતી નથી.
મિત્તલ બેટા જા જાઈએ બારણું ખોલ. જા કોણ આવ્યું છે ? દાદીમાએ ફરી કહ્યું.
જઉં છું બા તમે પણ શું… બહુ ઉતાવળ કરો છો.. આ મારી ગેમ..કહેતાં મિત્તલ ઉભી થઈ અને ફલેટના બારણા તરફ દોડી જઈને બારણું ખોલ્યું.
કોણ છે બેટા.. બેઠકરૂમમાંથી દાદીમાએ પુછયું.
‘બા, એ તો પેલા રીક્ષાવાળા અજીતભાઈ છે.. સામે અજીતને ઉભેલ જાઈ મિત્તલે કહ્યું, તે અજીતને ઓળખતી હતી.
તારા મમ્મી-પપ્પા કયાં છે ? એ તો તમારી રાહ જાઈને ખરીદી કરવા નીકળી ગયા મિત્તલે કહ્યું.
‘ઓહ.. સારૂં…સારૂં.. મિત્તલ મને એક ગ્લાસ પાણીઆપને..’ અજીતે કહ્યું.. તે અવારનવાર અહીં આવતો હતો.
‘ભલે અંકલ ઉભા રહો હું લેતો આવું..’મિત્તલ રસોડામાં પાણી લેવા માટે ગઈ.
પાણીનો ગ્લાસ ભરી પાછી ફરી ત્યારે તેણે જાયું તો અજીતભાઈની સાથે બીજા બે અજાણ્યા માણસો પણ હતા. તે ત્રણે જણા બેઠક રૂમમાં આવી ગયા હતા. તેમાંથી એક જણે દાદીમાનું ગળું દબાવ્યું હતું. જ્યારે બીજા ચાકુ લઈ હુમલો કરવા ધસી ગયો હતો તે દાદીમાને ધમકી આપતો હતોઃએ ડોશી બોલ ઘરેણાંને રૂપિયા કયાં રાખ્યાં છે બતાવ..’
ભાઈ મને ખબર નથી..
એમ એ નહીં માને કહેતાં પેલા ગુંડાએ દાદીમાને સોફામાં ધક્કો માર્યો તેથી એ ચત્તોપાટ પડી ગયાં એટલે પેલો ગુંડો તેમના પર ચડી બેઠો.
આઠમા ધોરણમાં ભણતી તેર વર્ષની મિત્તલ આ દ્રશ્ય જાઈ દંગ રહી ગઈ. તેણે જાયું કે અજીતની સાથે રહેલા બે માણસો ચાકુ અને બીજા હથિયારથી દાદીમા ઉપર હુમલો કરી રહ્યા છે. દાદીમાના મોંમાંથી એક શબ્દ પણ નીકળતી નથી. આ જાઈ મિત્તલ ઘડીભર માટે સુનમુન થઈ ગઈ પણ તેણે હિંમત એકઠી કરી અને મદદ માટે જારજારથી બુમો પાડવા લાગી.
‘ચોર..ચોર… બચાવો.. બચાવો..’
તેણે દોડીને પેલા માણસના વાળ પકડી લીધા અને દાદીને છોડાવવાની કોશીશ કરવા લાગી જે હજુ તેમને ધમકાવતો હતો.
‘એય છોડ..છોડ..’કહેતાં મિત્તલે બે હાથે જેટલું જાર હતું તે અજમાવી દાદીમાને છોડાવવાનો પ્રયત્ન કરતાં પેલા ગુંડાએ તેનાથી બચવા બીજા હાથે ધક્કો મારવા જતાં મિત્તલે તેના હાથના કાંડામાં બચકું ભર્યં.
‘ઓય..મા.. કહેતો પેલો ચીસ પાડી ઉઠયો તેના હાથમાંથી ચપ્પુ નીચે પડી ગયું. ગુસ્સાથી રાતપીળો થઈ ગયેલ એ ગુંડો દાદીમાને છોડી મિત્તલ તરફ ધસ્યો. પળનોય વિલંબ કર્યા વિના તે ચપ્પાથી મિત્તલ પર વાર ઉપર વાર કરવા લાગ્યો. નાનકડી મિત્તલ લોહીલુહાણ થઈ ગઈ.
પરંતુ ત્યાં સુધીમાં તેની કોશીશની અસર થઈ ચુકી હતી. તેનો અવાજ સાંભળીને અને કંઈક અજુગતું બની રહ્યાનો અંદેશો લાગતાં. ત્રીજા માળેથી તેની બહેન નીચે આવી ગઈ હત તેણે પાડોશીઓને પણ બોલાવી લીધાં. બધાંએ મળી એક ગુંડાને પકડી પાડયો જયારે બાકીના બે ભાગી ગયા.
મિત્તલને ગંભીર ઈજાઓ થઈ હતી. હોÂસ્પટલમાં તેનું ઓપરેશન ચાર કલાક ચાલ્યું અને ઘણા ટાંકા આવ્યા. મિત્તલે બહાદુરી બતાવી પોતાનો જીવ જાખમમાં નાખી ગુંડાઓ સાથે સંઘર્ષ કર્યો અને પોતાનાં સિત્તેર વર્ષનાં દાદીમાનો જીવ બચાવ્યો.
આ બનાવ અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં નવે. ર૦૧૦ માં બન્યો હતો. મિત્તલના પિતા રામજીભાઈ કહે છે ‘મિત્તલે અમને ગૌરવ અપાવ્યું છે જે માબાપ દીકરા અને દીકરી વચ્ચે ભેદભાવ રાખે છે અને દીકરીને જન્મ પહેલાં જ મારી નાખે છે. તેમને કહેવા માગું છું કે મારી દીકરી મિત્તલને જુઓ.. દીકરીઓ કયારેય દીકરાથી કોઈ રીતે કમ નથી હોતી.
આ બહાદુર બાલિકાનો કિસ્સો સૌએ જાણ્યો ત્યારે દરેકના મોંએ તેનાં વખાણ થતાં હતાં.
આ બહાદુર બાળકીને ભારત સરકાર દ્વારા વર્ષ ર૦૧૧ માં ‘રાષ્ટ્રીય બહાદુરી પુરસ્કાર’ અને ‘ગીતા ચોપડા પુરસ્કાર’ થી સન્માનીત કરવામાં આવી.