બાળકોને દાદા દાદી રજુ કરતો રોગ પ્રોગેરિયા
માનો કે ના માનો,પણ દુનિયા ખુબ વિચિત્રતાઓથી ભરેલી છે. દુનિયામાં વસતાં કોઈ માણસો સરખા દેખાતા નથી. કોઈ ઊંચા તો કોઈ નીચા છે, કોઈ જાડા છે તો કોઈ પાતળા છે. કોઈ વૃદ્ધ બાળક જેવા દેખાય છે તો કોઈ બાળક વૃદ્ધ જેવુંદક્ષિણ આફ્રિકાના ઓકર્ની નામના ગામડામાં રહેતો ફાન્સી ગેરિન્જર નામનો બાળક નાનકડી ઉંમરમાં તેના દાદા જેવો દેખાતો હતો. વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે તે વૃદ્ધત્વના રોગનો ભોગ બન્યો હતો. ફ્રાન્સીની ઉમર માત્ર ૮ વર્ષની હતી. તોય તેની ઊંચાઈ ત્રણ ફુટ હતી. અને વજન માત્ર ૧૮ કિલો ! આ ફ્રાન્સીને જાેઈએ તો હાથમાં લાકડી લઈને ચાલતા દાદાની યાદ આવી જાય. દાદાના શરીરની જેમ એના શરીરની ચામડી પર કરચલીઓ પડી ગઈ હતી. માથાના વાળ ખરી પડયા હતા. અને ડોકટરોના કહેવા પ્રમાણે તે લાંબુ જીવી શકશે નહિ .
બિચારો ફ્રાન્સ આવો કેવી રીતે થઈ ગયો હશે એનુ કારણ જાણવું છે ? વાત જાણે એમ છે કે આ ફ્રાન્સીને પ્રોગેરિયા નામના રોગનો ભોગ બન્યો હતો. આ રોગ મોટે ભાગે બાળકોને જ લાગુ પડે છે રોગ થયા બાદ બાળક જાેતજાેતામાં દાદાજી જેવો દેખાવા માંડે છે. તેના શરીરનો વિકાસ પણ અટકી જાય છે.કદમાં બાળક એવડું જ રહે છે. પણ તેની ઉંમર જાણે દસ ગણી ઝડપે વધવા માંડે છે. એનો અર્થ એ કે ૧૦ વર્ષની ઉંમરે આ રોગનો ભોગ બનેલ બાળક ૧૦૦ વર્ષના દાદાજી જેવો દેખાવા માંડે છે.
પ્રોગેરિયા રોગની દવા શોધવાને માટે નિષ્ણાતોએ આકાશ પાતાળ એક કરી નાખ્યા છે.છતાં પણ હજુ સુધી તેની દવા શોધાઈ નથી. ફ્રાન્સીની દવા હજુ પણ ચાલુ છે.બાળકોના રોગોના નિષ્ણાત ડોકટર ફ્રાન્સીને આ રોગમાંથી મુકિત અપાવવાને માટે ઘણી જ મહેનત કરી રહ્યા છે. ત્રણ ફૂટની ઉંચાઈ અને એક તેલના ડબાના જેવડું વજન ધરાવતો ફ્રાન્સી આમ તો સામાન્ય બાળક જ છે. આખો દિવસ હરે ફરે ઘરમાં ભણે અને જયારે તે સ્કૂલે જતો ત્યારે અન્ય બાળકો એને ‘દાદાજી ’ કહીને ચીડવતા હતા.
છેવટે ફ્રાન્સીએ શાળાએ જવાનું છોડી દીધું. તેને હવે ઘરમાં જ ભણવાનું હતું.
ફ્રાન્સીની ઉંમર જયારે એક વર્ષની હતી ત્યારે તે પ્રોગેરિયાના રોગનો શિકાર બન્યો હતો. થોડાક સમયમાં જ તેના માથાના બધા જ વાળ ખરી પડયા.શરીર પરની ચામડી કરચલીવાળી થઈ ગયેલી. વૃદ્ધોના શરીર પર ચરબી હોતી નથી. એતો બધા જાણે છે. ! ફ્રાન્સીના શરીર પર જે સ્નાયુઓનું આવરણ હોય છે એ સ્નાયુઓ પણ તેના કોષો જ ઉત્પન્ન થતાં નથી.એકવાર ફ્રાન્સીના ઘેર એક મહેમાન આવ્યા અને એમણે ફ્રાન્સીને એક અમેરીકન પ્રિય રમકડું આપ્યું જેનું નામ હતું પિનોફિકયો. આ રમકડું વોલ્ટ ડિઝનીના કાર્ટુન ફિલ્મોના એક પાત્ર પીનોફિકયો નું હતુ. આ ફિલ્મ બાળકોમાં અત્યંત પ્રિય હતી. બાળકોને વોલ્ટ ડિઝનીના કાર્ટુન પાત્રોની રમકડા તરીકે આજે વિશ્વમાં અનેક લોકો બાળકોને ભેંટ આપે છે.અનેક કાર્ટુનોની ભેંટ આપનાર વોલ્ટ ડિઝનીએ અમેરિકામાં બે સ્થળે બાળનગરીઓની સ્થાપના કરી છે. કેલિફોર્નિયામાં ડિઝની લેન્ડ અને ફલોરિડામાં ડિઝની વલ્ડ તરીકે ઓળખાતી આ બાળનગરીઓ વોલ્ટ ડિઝનીએ ચિત્રકથા મારફતે પ્રખ્યાત થયેલા કાર્ટૂન પાત્રોના અનેક રમકડાંઓ હરતા ફરતા જાેવા મળે છે.
એકવાર પિનોફિકયાના રમકડાથી રમતાં ફ્રાન્સીને ડિઝનીલેન્ડ અને ડિઝની વલ્ડ જાેવાની ઈચ્છા થઈ. આ વાત એસોસિએટેડ પ્રેસ નામની સમાચારની સંસ્થાને જાણ થતા આ સંસ્થાએ પોતાના અખબારમાં ફ્રાન્સીને ઈચ્છાને છાપી મારી, બસ, પછી તો અમેરિકાના લોકો ફ્રાન્સીને મદદ કરવા ઉમટી પડયાં. ફ્રાન્સી ડિઝનીલેન્ડ અને ડિઝની વલ્ડ જઈ શકે એ માટે એને પૈસા મોકલવા માંડયા ફ્રાન્સીની ઈચ્છા પુરી થઈ. ફ્રાન્સીની સાથે એના માતા-પિતા હને ભાઈએ ડિઝનીલેન્ડ અને ડિઝની વલ્ડની મુલાકાત લીધી.
ડિજની લેન્ડમાં એક આશ્ચર્યજનક ઘટના બની જયારે ફ્રાન્સ ડિઝની લેન્ડ ગયો ત્યારે ત્યાં એના જેવો જ એક મિત્ર મળ્યો. આ મિત્રનું નામ મીકી હેઈઝ હતું બંને મિત્રો એકબીજાને જાેઈને અત્યંત ખુશ થયા. મિકી હેઈઝને પણ ફ્રાન્સીની જેમ પ્રોગેરિયા રોગનો ભોગ બન્યો હતો. તેની ઉંમર પણ માત્ર નવ વર્ષની હતી.
નાની ઉંમરમાં દાદાજી બનેલા ફ્રાન્સી અને મિકીની વમતો ત્યાના છાપાઓમાં છપાઈ. આ સમાચાર વાંચીને એલિસિયા આવી. આ બંને યુવતીઓ પણ દાદીમાં જેવી લાગતી હતી. આ બંને યુવતીઓ પ્રોગેરિયાની ભોગ બની હતી. એલિસિયાની ઉમર ૧૧ વર્ધની અને મેગકેસીની ઉમર ર૬ વર્ષની હતી. મેગકેસી ૪ ફૂટ ઊંચી અને તેનુ વજન ૪૦ પૈંડનું હતું. પ્રોગેરિયાનો ભોગ બનનાર બાળક ૧૬ વર્ષથી વધુ જીવી શકતું નથી. પરંતુ મેગ કેસીની ઉંમર ૧૬ વર્ષ વટાવીને વધુ ૧૦ વરસ વટાવી ગઈ હતી.વિશ્વમાં પ્રોગેરિયાના રોગથી બીજા કેટલાક બાળકો પણ પીડાતા જણાઈ આવ્યા હતા. ફિલીપાઈન્સમાં હિસ્પિન મિલાન્ટે નામની ૮ વર્ષની બાલિકા આ રોગની ભોગ બની હતી. કોઈએ તેને ફ્રાન્સીના અને નિકીના ફોટા બતાવ્યા ત્યારે તે ઘણી જ ખુશી થઈ ગઈ હતી. તેને એવુ લાગ્યું કે આજ મારા સારા ભાઈઓ છે.!
દુનિયા ભરમાં આ રોગથી વૃદ્ધ બની રહેલા બાળકોમાં સૈાથી નાની ઉંમરની બાલિકાનું નામ પેનિ વેન્ટિન છે. તેની ઉંમર માત્ર પાંચ જ વરસની હતી ત્યારે તેનું વજન માત્ર ૪રતલ હતું. તે જયારે એક વર્ષની હતી ત્યારે તેને આ રોગ લાગુ પડયો હતો. પેનિના વાળ સફેદ થઈ ગયા અને એક વૃદ્ધ ડોશીની જેમ આખો દિવસ પથારીમાં બેસી રહેતી હતી. તેને કેલિફોર્નિયાની સાન ડિયેગો નામની પ્રસિદ્ધ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી પરંતુ ડોકટરો તેનો આ રોગમાંથી છુટકારો અપાવવામાં સફળ ન થયા.આ રોગને દુર કરવાને માટે હજી સુધી કોઈ દવા શોધાઈ નથી. વિશ્વના નામાંકિત ડોકટરો ઉપરાંત ખ્યાતનામ વૈજ્ઞાનિકો આ રોગની દવા શોધવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે.ભારતમાં પણ ફિલ્મી જગતમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચન દ્વારા પ્રોગેરિયાના બાળકનો રોલ ભજવતી એક ફિલ્મ રજુ થઈ હતી. જે અત્યંત રોમાંચક અને સફળ રહી હતી.