બલરામે બહાદુરીથી નાના બાળકનો જીવ બચાવ્યો
તે શનિવારનો દિવસ હતો સવારની પાળીમાં ચાલતી સ્કૂલ છુટવાનો બેલ વાગતાં કલાસરૂમોમાંથી એક એક કરીને છોકરાંઓ નીકળવા લાગ્યાં. બીજા ધોરણના વિદ્યાર્થી ચંદ્રકાંતે તેના ભાઈને પૂછયું, ‘ભાઈ કાલે રજા છે શું કરવાનો વિચાર છે ?’
વિનય કંઈ જવાબ આપે તે પહેલાં પાછળથી તેમની વાત સાંભળી રહેલો હેમંત બોલી પડયો, ‘કાલની છોડો આજે શું કરીશું ?‘આજ?’ ચોંકી જતાં ચંદ્રકાંતે પાછળ ફરી હેમંતની તરફ જાતાં કહ્યું.
હેમંત જલદી આગળ આવતાં બોલ્યો, ‘બીજું શું હજુ તો આજનો આખો દિવસ બાકી છે.. બોલો ઘેર જમીને કયાં ભેગા થવું છે ?’
મિડલ કલાસના વિદ્યાર્થી બલરામ ડબસેના, ચંદ્રકાંત નાયક અને જીવર્ધન શાહ પણ હવે આ વાતમાં ભેગા મળી ચૂકયા હતા. બધાએ મળીને નક્કી કર્યું કે તે બધા ઘેર જમીને એક કલાકમાં પૈઠું તળાવ પાસે એકઠા થશે.
જે નક્કી થયેલું તે મુજબ તે સૌ સમયસર આવી ગયા. બધા છોકરા એક સાથે વાતો કરતા તળાવ સુધી પહોંચી ગયા. તેમા
ત્રણ છોકરા હેમંત, ચંદ્રકાંત અને વિનય નાની ઉંમરના હતા. જે ત્રીજા ધોરણમાં ભણતા હતા, જયારે બલરામ, જીવર્ધન અને ચંદન છઠ્ઠા ધોરણના હતા અને તેમની ઉંમર અગિયાર બાર વર્ષની હતી.તળાવને કીનારે પહોંચીને ત્રણે નાના છોકરા જેમને તરતાં આવડતું નહતું તેકપડા ઉતારી તળાવના કીનારેનહાવા લાગ્યા. બલરામ, જીવર્ધન અને ચંદનને તરતાં આવડતું હતું.જેથી તેઓ તળાવના એક કીનારાથી બીજા કીનારા સુધી તરીને પાર કરવાની રમત રમવા લાગ્યા.તે દીવસે ર૦૧૪ ની એપ્રિલ મહીનાની ઓગણત્રીસમી તારીખ હતી.
મોટા છોકરાઓને આ રીતે તરીને મજા કરતા જાઈ નાના છોકરાઓ પણ લલચાતા હતા. એક તો નાના હતા બીજું તેમને તરતાં આવડતું ન હતું. બિચારા એ શું કરે ?
ઘણીવાર સુધી તેઓ તળાવના પાણીમાં ધુબાકા મારતા અને ઉછળતા કુદતા રહ્યા છતાં મન ધરાતું ન હતું.મોટા છોકરાઓમાં ચંદન થાકી ગયો હતો અને તે હવે તળાવ વચ્ચે જઈ તરવાનું છોડી દઈ કીનારે આવી નહાતો હતો.
આ તરફ રમત ગમતમાં ચંદ્રકાંત તળાવની અંદર આગળ વધી ગયો. તેને અંદાજ નહોતો કે તે કેવું જાખમ ખેડી રહ્યો છે. અચાનક તેનો પગ લપસ્યો ત્યાં પાણીની ઉંડાઈ પંદરથી વીસ ફુટ જેટલી હતી. પરિણામ એ આવ્યું કે, તે ડુબવા લાગ્યો. સૌથી પહેલાં તેને ડુબતો જાનાર જીવર્ધન શાહ હતો. જે તળાવના આ કીનારેથી પેલા કીનારે તરીને જઈ રહ્યો હતો. તેની નજર સામેની તરફ હતી. તેને એ ખબર તો ન પડી કે કોણ ડુબી રહ્યું છે પરંતુ એટલું તો નક્કી હતું કે કોઈક ડુબે છે.
અરે ! જુઓ કોણ ડુબે છે ? કહેતાં તેણે એકદમ તેની તરફ તરવાનું શરૂ કર્યું.
પાસે પહોંચીને જીવર્ધન તરત તેની તરફ હાથ લંબાવ્યો અને તેને પાણીમાંથી ઉપર ખેંચવાનો પ્રયત્ન કર્યો પરંતુ ચંદ્રકાંતે ડુબતાં બચવા માટે જીવર્ધનને પકડી લીધો. જીવર્ધન લાંબા સમયથી તરી રહ્યો હોવાથી થાકેલો હતો બીજું ત્યાં પાણી ઉંડુ હતું. ચંદ્રકાંતે તેને જકડીને પકડી લીધો. જીવર્ધન જ્યારે તેની સાથે તળાવના પાણીમાં નીચે જવા લાગ્યો તો તે હિંમત ખોઈ બેઠો. તે પોતાનો હાથ છોડાવવાની કોશીશ કરતો જારજારથી બુમો પાડવા લાગ્યો ,‘મને બચાવો..’ મને બચાવો..’
બલરામ ત્યાં સુધીમાં આખીપરીÂસ્થતિ પામી ગયો હતો. તેણે મોડું કર્યું નહીં અને જાતજાતામાં ઝડપથી તરતો તે બંનેની પાસે પહોંચી ગયો. પોતાની જાતને બચાવતાં તેણે બંનેને સહારો આપ્યો.
તે પહેલાં ચંંદ્રકાંતને પકડીને ઉંડા પાણીમાંથી છીછરા પાણી તરફ ખેંચી લાવ્યો. પછી પાછો ફરી જીવર્ધનને બચાવવા ગયો તે દરમિયાન બાકીનાં બાળકોએ ચંદ્રકાંતને ખેંચીને તળાવની બહાર કાઢી લીધો. ચંદ્રકાંતનો જીવ જતાં જતાં બચ્યો તે ડરથી ધ્રુજી રહ્યો હતો.બીજે દિવસે જ્યારે છોકરાઓ સ્કૂલે પહોંચ્યા ત્યારે તેમણે બધી વાત કરી. સ્કૂલના શિક્ષકો અને શહેરના નાગરિકોએ જ્યારે આ જાણ્યું ત્યારે બલરામની સુઝબુઝ અને સાહસથી ખુબ પ્રભાવિત થયા.
બલરામનું નામ રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર માટે મોકલવામાં આવ્યું. શાળા પરિવાર તરફથી પણ બલરામને સન્માનીત કરવામાં આવ્યો અને જ્યારે બાલ કલ્યાણ પરીષદ નવી દિલ્હી તરફથી પત્ર મળ્યો કે બલરામને વડાપ્રધાન દ્વારા સન્માનીત કરવામાં આવશે ત્યારે આખા ગામમાં ખુશીની લહેર દોડી ગઈ. ગામમાં ઉત્સવ જેવું વાતાવરણ છવાઈલ ગયું.