પાર્ટટાઈમની નોકરી

રસમાધુરી
રસમાધુરી

તાજેતરમાં મારી શ્રીમતી રેણુએ મને કહ્યું, દિવસભર ચકલાં પોપટની વાર્તાઓ લખો છો પણ ચાર રૂપિયાનો ય પુરસ્કાર મળતો નથી. ચાર રૂપિયા મળતા નથી ત્યાં ચારસોની વાત તો દુરની કહેવાય. એના કરતાં..એની ગાડી અટકી..કેમ શું કહેવા માગો છો ? પણ એણે આગળ કહ્યું, ચકલાં પોપટમાં નકામો સમય બગાડો છો.ટપાલનો ખર્ચ કરો છો.હા તમારી વાર્તાઓ છપાય છે જરૂર પણ તેથી તમને કોઈ સુવર્ણચંદ્રક મળવાનો.. કે બાળવાર્તાઓનો નોબેલ.. એના કરતાં એ પાછી અટકી.. આમ તો એની ગતિમાં મતિ એક એકસપ્રેસ જેવી છે.એકવાર એ બોલવાને માટે શરૂ કરે એટલે અટકતી નથી..પણ અહીં એણે બે વાર સ્ટોપેજ લીધો. મને થયું તારી ગાડી લોકલ કેમ બની છે ? પણ એણે કહ્યું, આમ તો તમારે રેગ્યુલર એક નોકરી તો છે પણ સવારના ત્રણ કલાક ઘેર રહી મારી સાથે લમણાઝીંક.. કંઈક લમણાનો ફોડ કરો છો.. એ મને બિલકુલ નથી ગમતું. આ તો તમે મારા મિસ્ટર છો.. એટલે હું ચલાવું છું.. બાકી પાણીવાળાં કે વાસણવાળો હોત તો.. ફટાસ ફુ કરી દીધો હોત.
મેં સાંભળ્યું પછી સામી દલીલને કરતાં પુછયું, આખરે તને મારી લમણાફોડ કે લમણાઝીંક લાગે છે તો.. પછી આ સમય દરમિયાન મારે જાવું કયાં ? કોઈ મંદીરના ઓટલે બેસી રહું કે કુતરાની વસ્તી ઘટાડો અંગેનું અભિયાન ચલાવું ? મેં સવાલ કર્યો.. એ સાથે એની કમાન છુટી પડી ગઈ કે કોઈ મજબુત પેચ ઢીલો પડી ગયો હોય એમ બોલી,.. હું એમ નથી કહેતી હું તો કહું છું કે આ સમય દરમિયાન કયાંક પાર્ટ ટાઈમ નોકરી કરો.. જેથી તમારો સમય જાય અને મને પૈસા મળે..
હું ખુશ થયો. એક તો મારો સમય જાય અને ઘરમાં પૈસા આવે. એ સાથે મે ંએના ખભે હાથ મુકયો. તું તો આપણા ઘરની મહાન નહીં અતિ મહાન બુધ્ધિશાળી સ્ત્રી છો. તારા સુચન મુજબ મારે નોકરી કરવી જાેઈએ એટલે જાેઈએ.. પાર્ટટાઈમ નોકરી મેળવવાનું હું આજથી જ અભિયાન આરંભુ છું.. મેં જણાવ્યું..
એ પછી હું નોકરીએ ગયો મારા નોકરીના.. કામકાજના સ્થળે પણ પાર્ટ ટાઈમ નોકરી અંગે વિચારતો રહ્યો.. જાણે મને પાર્ટ ટાઈમ નોકરી મળી ગઈ..એ સાથે ફટાફટ પગાર આવવા માંડયો. હંુ વિચારોમાં ખોવાયેલો બપોરના મધ્યવિરામ લંચના ટાણે મારે જાહેરાત કરવી ના જાેઈએ છતાંય કરી બેઠો.બોસ બબલદાસનું મોં બગડયું તો ખરૂં પણ એમણે કહ્યું, સવાર સાંજ બંને ટાઈમની નોકરી ગોતી કાઢજે. અરે હું તો કહું છું કે કયાંક રાતની સીકયુટીરી ગાર્ડની પણ નોકરી ગોતી કાઢજાે. જવાહરલાલ નહેરૂએ આરામ હરામ છે એ સૂત્રનો તમે પુર્ણ રીતે પાળજાે.. પણ.. બોસ બબલદાસ અટકયા..
પણ શું ? મેં પુછયું..
આ ખુશી પ્રસંગે નાસ્તો કરાવો.
નાસ્તાનું નામ આવતાં જ ઘણાએ તાલીઓ મારી. અરે બચીબહેને તો ટાપસી પુરી. બળ્યા ઘણા દિવસથી દાળવડાં ખાધાં નથી સાહેબ મંગાવો..
મારે ચારસો રૂપીયાનાં દાળવડાં ખવરાવવા પડયાં. ઘણાએ શુભેચ્છા આપી બારોટ ભૈને સવાર સાંજ તો શું રાત્રે પણ કોઈ નોકરી મળી જશે. શુભેચ્છામાં સાહેબે મારી સીકયુરીટી ગાર્ડ અંંગેની વાત કરી નાખી. જાેકે મને ન ગમ્યું.
એ દિવસ ગયો.. મારી પત્ની આતુર હતી કે કયાંકથી મને પાર્ટટાઈમ નોકરી માટે આમંત્રણ આવે એ સાથે હું છાપાની ટચુકડી જાહેરખબર વાંચવા માંડયો. આમ તો હું રોજ મારા પાડોશીનું છાપું મંગાવતો હતો. પણ પછી મેં છાપાવાળને છાપુ ચાલુ કરવા કહ્યું.. છાપાવાળો આંખો ફાડી ફાડીને મને તાકી રહ્યો એને કદાચ એવું હોય છે હું છાપું નંખાવ્યા પછી માસીક બીલ કદાચ નહીં આપું.. એણે તો મને કહી પણ દીધું કે મારે તો પહેલી તારીખે સવારના પહોરમાં બીલ જાેઈશે.. મેં સાંભળ્યું ને એવો ગુસ્સો આવી ગયો કે પહેલી તારીખે શું કામ આખર તારીખે લઈ જજે..સાથે બે બુટ ખાતો જજે. છાપુ ચાલુ થયું.

મેં જાહેરાતો જાેવી ચાલુ કરી. બધી જાહેરાતો ધ્યાનપુર્વક જોતો રહ્યો પણ એકે એવી જાહેરાત આંખે ચડતી ન હતી. જે હંુ ઈચ્છતો હતો. પંદર દિવસ થયા.
બોસ બબલદાસે બે વાર પુછી લીધું કે પાર્ટટાઈમમાં કયાંય મેળ પડયો કે નહીં ? ન જાણે એમને મારા કરતાં વધુ રસ વધારે હોય એમ જ..જાેકે એમણે કહ્યું પણ ખરૂં કે, આશા રાખો.. જરૂરથી મેળ પડી જશે.
ને એક રવિવારે ટચુકડીમાં નંબર જાણે લાગી ગયો..એક મંદિરમાં સવારના સમયે માણસની જરૂર હતી. હું હરખાયો.. કલ્પના કરી મંદિરમાં કોઈ પ્રવૃત્તિ ચાલતી હશે.. પ્રકૃતિની પાવતીઓ ફાડવાની હશે.. મેં મારી કલ્પના સાથે ફોન જાેડયો.. સામેથી જવાબ આવ્યો ભૈ આ નોકરીનો મામલો છે.. ફોન પર વાત ન થાય રવિવારે રૂબરૂ આવો.
કામકાજ કંઈક ભારે લાગે છે. .મેં એમ માની લીધું. રવિવારે આઠ વાગે પહોંચી ગયો. નામવાળા પુજારીને મળ્યો તો કહે, હમણાં આરતી થઈ જવા દો.. પછી વાત.. આરતી પુરી થઈ કે પુજારી જેવો હું મળ્યો કે કહે.. ભગવાનને બીજા વાઘા બદલવા દો. પછી વાત.. બીજાે અડધો કલાક ગયો એમ સાડા નવ પોણા દસ થયા.. પૂજારીએ મને કામ બતાવવા માંડયું.. નોકરી તો છે પણ આ કામો કરવા પડશે.. ભગવાનના પ્રસાદ રૂપે કેળાં, સફરજન, ચીકુને કાપવાં પડશે. અગિયારસે વહેલા આવીને શીરો બનાવવો પડશે.. પુનમ હોય તો ગોળ મગફળીને ખાંડવી પડશે..ભગવાનના દીવા વણવા પડશે.. એમાં ઘી નાખવું પડશે.. આરતી ટાણે કાં તો ઢોલ કે પછી ઘંટ વગાડવો પડે..
મેં બધાં કામ સાંભળ્યા.. હા એકે દિવસે રજા નહીં મળે એ માટે ઘેરથી ફોન બિલકુલ નહીં ચાલે.. મંદિરમાં બહેનોની આવનારી સંખ્યા વધુ છે. કોઈની સાથે વાતો કરવાની રહેશે નહીં. પગાર એકથી દસ તારીખ સુધીમાં મળી જશે.. મંદિર તરફથી કોઈ ભોજન મળશે નહીં..
મેં આ બધું સાંભળીને સાફ સાફ શબ્દોમાં કહી દીધું તમારી નોકરી એકદમ સારી ને મને અનુકુળ છે પણ હું કહેવરાવીશ કહીને નીચે આવી ગયો. મંદિરની ધજા સામે જાેઈ બબડયો..
એ તો સારૂં છે કે પૂજારીએ મંદિરની ધજાઓ ધોવાનું કામ ના સોંપ્યું નહીં તો એ તો એ પણ ધોવાનું કહે. દર મહીનાના પહેલા રવિવારે બધીય ધજાઓ ધોવા લઈ જવી ને બે દિવસ પછી એને ધોઈને ચઢાવી દીધી.
પણ હું હિંમત ન હાર્યો..વધુ એક મંદિરની ટચુકડી વાંચી એ પણ પાછું રવિવારના દિવસે જ મળવાનું હતું. ઘેરથી હું નીકળ્યો એ પહેલાં શ્રીમતીએ કહી દીધું આ વખતે સ્વીકારી જ લેજાે.. ભગવાનની સેવા કરવા અવસર કયાં મળવાનો છે ?
જી સ્વીકારી લઈશ.. હું પહોંચ્યો મુખ પુજારીને મળ્યો.. એમણે મને ગાંઠીયા ચા આપી હું રાજી થયો. મંદિર મોટું હતું. લોકોની અવરજવર કંઈક વધુ હતી.
મને લાગ્યું. અહીં આવનાર માણસોની નોંધ રાખવાની હશે પણ …
પણ મારે કામ કરવાનું હતું.. એ સાંભળી મને સવારના પહોરમાં ચક્કર આવી ગયા. પુજારીએ મને મંદિરમાં ચાર હાથી હતા એમને પાણી પીવડાવવાનું કામ હતું મેં સાંભળ્યું જાણે ભૂકંપ અનુભવ્યો.
મંદિરના ચાર હાથી આગળ પાણી મોટા કુંડ હતા. એના નળ ખોલવાના હતા અને સમય થતાં બંધ કરવાના હતા.
હાથી, નળ અને પાણીનું કામ મેં સાંભળી પુજારીને પ્રશ્ન પુછયો.. જે દિવસે કોઈ હાથી પાણી પીવા મામલે ગાંડો થયો તો ?શું વાત કરો છો નોકરીવાંચ્છુ.. માણસો ગાંડા થતા હશે.. અમારા હાથી નહીં..


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.