પગની આંગળીઓથી જાણો વ્યક્તિની વિશેષતાઓ

રસમાધુરી
રસમાધુરી

સંસારમાં પ્રત્યેક વ્યક્તિનો સ્વભાવ અને આદતોમાં ભિન્નતા જાેવા મળે છે. જયોતિષના અંતર્ગત શરીરના અંગો તથા લક્ષણોને જાેઈને વ્યક્તિત્વની સાથે ભવિષ્ય બતાવવાની વિધિને સામુહિક શાસ્ત્ર કહેવામાં આવે છે. આ જયોતિષનું અભિન્ન અંગ છે અને આ શાસ્ત્રનો ઈતિહાસ પણ ઘણો જ પ્રાચીન છે. સામુહિક વિદ્યાના અનુસાર કોઈ માનવીના માથાથી લઈને પગ સુધી પ્રત્યેક અંગના વિશેષ લક્ષણ બતાવવામાં આવ્યા છે. અંગોની બનાવટ, આકાર અને રંગથી વ્યક્તિત્વના રહસ્ય જાણી શકાય છે અને એના દ્વારા ભવિષ્યની જાણકારી પણ મળે છે.
જે લોકોના પગમાં અંગુઠાથી ઘટતા ક્રમમાં આંગળીઓ હોય છે.તેઓ બીજા પર પોતાનો પ્રભાવ નાખવાનો પ્રયાસ કરે છે. આવા પગવાળા વ્યક્તિઓ પોતાનો અધિકાર જમાવવાવાળા હોય છે. આ પ્રકારના પગ ધરાવતા વ્યક્તિના પ્રત્યેક સ્થાન પર માન સન્માન પ્રાપ્ત કરવા માંગે છે. આવી વ્યક્તિઓની વાતોનો સમાજમાં અક્ષરશઃ પાલન પણ કરવામાં આવે છે.
જાે ઘર પરિવાર અથવા સમાજમાં કોઈ વ્યક્તિ એમની ઈચ્છાનુસાર ન ચાલે તો તે બહુ જ ગુસ્સે થઈ જાય છે. આવી વ્યક્તિ પોતાની જીવનસાથી પર આવશ્યકતા કરતાં વધુ પ્રભાવ દેખાડે છે.
જે લોકોના પગના અંગુઠાની પાસેની બે આંગળીઓ બરાબર આકારની હોય અને બાકીની આંગળીઓ એમનાથી નાની હોય તો આવી વ્યક્તિઓ કઠીન પરિશ્રમ કરવાવાળી હોય છે. આવી વ્યક્તિઓ પોતાની મહેનતના બળ પર કામમાં સફળતા મેળવે છે. મહેનતના આધારે જ એમને માન-સન્માનની પ્રાપ્તિ થાય છે. આવા પગ ધરાવનાર બીજાના કાર્યોની પ્રશંસા પણ કરે છે અને એમને કર્મશીલ લોકો વિશેષ રૂપથી પસંદ હોય છે. આ પ્રકારના પગવાળી વ્યક્તિઓ પોતાના ઘર પરિવારની જવાબદારીઓને સારી રીતે પાર પાડે છે. એમને મહેનતના બળ પર જ બધી જ ઉપલબ્ધિઓ પ્રાપ્ત થાય છે.
જે લોકોના પગનાં અંગુઠાની પાસે આવેલી આંગળી વધુ પડતી મોટી હોય તો અને બાકીની આંગળીઓ નાની હોય તો એવ વ્યક્તિઓ કોઈપણ કાર્યને વિશિષ્ટ પ્રકારથી કરવાનું પસંદ કરે છે. કાર્યો સંબંધી એમનું પ્લાનીંગ અલગ પ્રકારનું અને શ્રેષ્ઠ હોય છે. આવી વ્યક્તિઓને પોતાની યોજનાઓના કારણે વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત થાય છે. એમના ઘર પરિવારમાં પણ પુર્ણ રૂપે સુખ શાંતિ સુવિધા જાેવા મળે છે.
જે લોકોના પગમાં અંગુઠો લાંબો અને બાકીની આંગળીઓ નાની હોય અને આંગળીઓની લંબાઈ સરખી હોય તો આવી વ્યક્તિ શાંત ચિત્ત હોય છે. એમને કોઈ પણ કાર્ય કરવાને માટે મગજ ઠંડુ રાખવું ગમે છે. આવા જાતકો કયારેય આવેશમાં આવતા નથી. શાંતિપ્રિય હોવાના કારણે કયારેક તેઓ આળસુ પણ થઈ જતા હોય છે. આ ટેવના કારણે કેટલીક વાર એમના કાર્યોમાં સમય કરતાં પણ મોડું થઈ જાય છે.
જે લોકોના પગના અંગુઠા પાસેની આંગળી વધુ પડતી લાંબી અને એના પછીની આંગળી થોડીક નાની હોય તથા બાકીની આંગળીઓ એના કરતાં નાની હોય તો આવા વ્યક્તિઓ ઉર્જાવાન હોય છે.સામાન્ય રીતે આવી વ્યક્તિઓને ઉર્જાવાન અને ધ્યેયનિષ્ઠ કહી શકાય છે. તેઓ કોઈપણ કાર્યને પુરૂં કરવામાં પોતાની બધી જ શક્તિઓનો ઉપયોગ કરે છે. કાર્યમાં મસ્ત રહેવાના કારણે આવી વ્યક્તિઓને કેટલીક વાર પાગલ પણ કહેવામાં આવે છે. તેઓ પોતાનું કાર્ય કરવામાં હંમેશા મસ્તીમાં જ રહેતા જાેવા મળે છે. આવા લોકો પોતાનું જીવન આનંદપૂર્વક વીતાવે છે અને હંમેશા તેઓ પ્રસન્ન રહે છે અને બીજાને સતત ખુશ કરવાનો પ્રયાસ કરતા રહે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.