નકલી દાંતોનો રોચક ઈતીહાસ
ઘણા ઓછા લોકોને દાંત જીવનભર સાથ નિભાવે છે. ઉંમરની સાથે પડતા દાંત અથવા ઓછી ઉંમરમાં દાંત ગુમાવવાની અનેક વજહ હોય છે. દંતક્ષય, દુર્ઘટના, ઘાતક પ્રહાર અથવા જન્મજાત ખામીના કારણે પણ કેટલીક વાર દાંત વહેલા પડી જાય છે. દાંત પડી જાના કારણે ખાવામાં ચાવવામાં મુશ્કેલી ઉભી થાય છે. કેટલીક વાર શબ્દોનું સ્પષ્ટ ઉચ્ચારણ પણ કરી શકાતું નથી. દાંત પડી જવાથી ચહેરાની બનાવટમાં પણ ફેરફાર થઈ જાય છે.આવા દુષ્પ્ભાવોને ઓછા કરાને માટે નકલી દાંત ઘણાં જ મદદગાર સાબિત થાય છે. કૃત્રિમ દાંત નિર્માણને માટે પ્રારંભિક સમયમાં સંભવતઃ મૃત્યુ વ્યક્તઓના દાંતનો ઉપયોગ કરવામાં આવ્યો હશે. પછી લાકડાના દાંતને રેશમની દોરી વડે બાંધીને દાંતના સ્થાન પર બેસાડવાની પ્રથા પણ જાવા મળી હતી. ભારતીય કૃત્રિમ દંત શિલ્પ પણ ઘણી જુની નથી. મહાભારતમાં કર્ણના સોનાના દાંતોનો પણ ઉલ્લેખ જાવા મળે છે. ભારતીય દંત શિલ્પમાં ધાતુનો ઉપયોગ પણ થતો જાવા મળ્યો છે. આ ધાતુ સોનુ, ચાંદી કે લોખંડની હોય છે.
આજથી અર્ધી સદી પહેલાં વેલકેનાઈટ નામના રબ્બરમાંથી અને પોરેસલીન દાંતોમાંથી નકલી દાંત તૈયાર કરવામાં આવતા હતા. પોરસેલીનના દાંતોને આજે પણ પથ્થરના દાંત કહેવામાં આવે છે. દાંત બનાવવામાં વપરાતા વલકેનાઈજીંગ પ્રક્રીયા જટીલ હતી. સાથો સાથ રબરના દાંત ડેન્ચર જાડાણ મોંની અંદરના ભાગો દ્વારા સહજ સ્વીકાર્ય નહોતા. રબરનો રંગ પણ દાઢના રંગની સાથે મેળ ખાતો નહોતો.
દંત ચિકિત્સક નિરંતર આ કાર્યને માટે ઉપરોકત વિકલ્પની શોધમાં હતા. જે એમને એક્રેલીક પ્લાસ્ટીકના રૂપમાં મળી ગયું.એક્રેલીક કૃત્રિમ દાંત નિર્માણમાં એક પ્રકારનું વરદાન સાબીત થયું. વર્તમાન સમયમાં તો લોકો વેલ્કેનાઈટને ભુલી ચુકયો છે. હા પથ્થર, ના દાંતના નામ પર પોરસેલીનનો થોડો ઘણો ઉપયોગ આજે પણ થઈ રહ્યો છે.
એક્રેલીક પ્લાસ્ટીકનું એક અભિન્ન અંગ હોવાના કારણે આજે પણ દંત વિશેષજ્ઞ એને આદર્શ દાંતનો વિકલ્પ નથી માનતા. એના સારા વિકલ્પને માટે આજે પણ અનેક શોધો થઈ રહી છે. દાંતના ચોકઠાને મોંમાં બેસાડવાને માટે તેના આકારની છાપ લઈને પછી તેને પ્લાસ્ટર ઓફ પેરીસના એક લીંબુ બનાવવું પડે છે. કયારેક દાંતોમાં ચાંદી ઉપરાંત સોનાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. મોંમાં થતી જુદી જુદી રાસાયણિક ક્રિયાઓનો આ ધાતુ પર કોઈ જ પ્રભાવ પડતો નથી.
નકલી દાંતોના આખા સેટમાં રો દાંતો લગાવવામાં આવે છે. એક-બે કે વધુ દાંતો તુટવાથી અથવા પડી જવાથી તેના સ્થાને આવશ્યકતાનુસાર દાંત લગાવી શકાય છે.એક એવા દાંત કે દર્દી પોતે કાઢીને લગાવી શકે એવા દાંત ચોકઠું અને બીજા ચિકિત્સક દ્વારા ફીટ કરાવવામાં આવે છે.જે વ્યક્ત દાંત કાઢી શકતો નથી અને એ દાંતને કાઢવાની પણ આવશ્યકતા હોતી નથી.
પ્રથમ પ્રકારના દાંત મોંમાં ઉપસ્થતિ અન્ય દાંતો અને સપાટીના સહારે ટકે છે. જ્યારે બીજા પ્રકારના નકલી દાંત બાજુવાળા દાંતની સાથે આવેલા જડબા દાઢ સાથે ચોંટી રહે છે.