ટરી બે-બેટરી

રસમાધુરી
રસમાધુરી

બેટરી શબ્દથી આપણે પરીચિત છીએ. બેટરી શબ્દ આવે કે કયાંક ગોળ ઘના કાર.. કયાંક ચોરસ કે કયાંક સમચોરસ નજરે ચડી જાય. એ સાથે બેટરી સાવ નાની અને મોટી મસ.. પણ એ શક્તિનું ઉર્જાનું કેન્દ્ર મનાયછે પણ એ ડાઉન થઈ.. તો માણસ હોય તો માણસ અને સાધન હોય તો સાધન ગયું જાણવું. એ બેટરી એક જમાનામાં ચશ્મા પહેરનારને કહેવામાં આવતી. ચશ્માધારી છોકરો કે છોકરી એને કહેવાતું.. બેટરી આઈ બેટરી આવ્યો.. કહીને ચીડવવામાં આવતો. .આજે બેટરી વિશાળ અર્થમાં આવી ગઈ છે. આજે ચશ્મા પહેરનારા કે પહેરનારાઓની એક ફેશન ચાલે છે. ચશ્મા પહેરનારો બુધ્ધિશાળી મનાય છે. જાે કે એ સાથે એને કોઈ બેટરી કહીને ચીડવતું ખીજવતું નથી. ઉલટાનો પહેરનારો એક રોલો પાડે છે.
એ બેટરીએ આજે દિશા બદલી છે. લોકોના ચહેરા પરથી બીજે પહોંચી છે. બીજા સાધનોમાં ગઈ છે. તમારા ઘરના ઘણા સાધનો હશે જેના મુળીયાં બેટરીમાં આવતા હશે.જાે એને દુર કરવામાં આવેે તો રાણુંઘળ થઈ જાય. સવારના પહોરમાં ઉઠયા કે દાતણપાણી.. સોરી હવે દાતણની જગ્યા બ્રશે લીધી છે. બ્રશ કર્યા પહેલાં જે મોબાઈલને ચાર્જમાં મુકવો પડે છે. અર્થાત બેટરીને ચાર્જીંગમાં મુકવી પડે છે.. જાે ચાર્જીંગ ન કરીએ તો શું થાય છે એનો સૌને એક અનુભવ છે. ખિસ્સામાં એક વાર નાણાં ઓછા હશે અને નહીં હોય તો ચાલશે.. દોડશે કોઈના પાસેથી સવારમાં ઉછીના પાછીના કરજાે પણ બેટરી ચાર્જીંગ તો જાેઈએ જ.. બેટરી જાે ફુલ હશે તો પગ ફુલફટાક દોડશે.. પણ મોબાઈલમાં જતા બેટરી માત્ર દશ જ હશે કે પંદર પોઈન્ટહશે તો પત્યું. એમાંય કોઈ ખાસ ને ફોન કરવાનો હોય અને પોઈન્ટ ઓછા હોય તો પત્યું..
એટલે હવે ખબર પડી હશે કે બેટરીનું મહત્વ કેટલું છે અને મોબાઈલમાં બેટરી ઉતરી ગઈ. ડાઉન થઈ ગઈ તો ગયું..ે દિવસ બગડી શકે છે. ઓફિસમાં જઈને એક એકને પુછવું પડે છે. .ચાર્જર છે..છે.. કંઈ કંપનીનું ?
અને તમારી કંપનીનું અને સામેવાળાનું ચાર્જર અલગ હોય તો શું કરવાનું ? એટલે સવારના પહોરમાં ઉઠો કે પહેલા મોબાઈલને ચાર્જ કરવાનું રાખે છે એ ચાર્જ થયેલ હશે તો નંદ ઘેર આનંદ ભયો..
મારા સાહેબે મને હમણાં પુછેલું..મિસ્ટર બારોટ.. સવારના પહોરમાં તમે ઉઠો એવું શું કરો છો ? સાહેબનો ઈરાદો મનમાં એક કલ્પના હતી કે બારોટ પ્રભાતે ઉઠીને પત્ની રેણુકાનું મોં જાેઈને ગુલામીની મસમોટી સાંકળમાં જકડાઈ જતા હશે. એમની એક કલ્પના હતી પણ પણ હું આઝાદીની આબોહવામાં શ્વાસ લઉં છું.. દેશ આઝાદ થયાની પાકી ખબર છે.. જ્યાં મારી ઓફિસના બોસની ગુલામી કરતા નથી ત્યાં રેણુકાની તે વળી ગુલામી કયાંથી કરતો હોઈશ..? મેં તડને ફડ કરતાંક કહી દીધું.. સવારના પહોરમાં જાગતાંની સાથે ના પત્નીનું.. ના ભગવાનનું.. ના પડોશણનું.. મોં જાેવાનો હું પ્રયાસ કરું પણ હું અટકયો..
મારી વાતમાં બોસને જાણે અતિશય રસ પડયો એમ પુછી બેઠા..ના પત્નીનું.. ના પડોશણનું.. ના ભગવાનનું.. તો કોનું ? પ્રભાતે શ્વાન દર્શનમ્‌.. પ્રભાતે કપિ દર્શનમ્‌.. પ્રભાતે ગદર્ભ દર્શનમ્‌..
ના..ના..ના.. હું બગડયો પણ બોલ્યો.. પ્રભાતે તો મોબાઈલને ચાર્જીંગમાં મુકવાનું સૌથી પહેલાં કામ કરૂં છું.. કારણ કે મારા મોબાઈલની બેટરી રોજ સવારે ઉતરી ગઈ હોય છે.. એને ચડાવાનું કામ કરૂં છું..
મેં કહ્યું.. સાહેબે એમની ચળકતી ટાલમાં બાલ ન હતા. છતાંય કાંસકો ફેરવવાનો પ્રયાસ કરતા કહ્યું.. મોબાઈલમાંથી બેટરી ઉતરી જાય છે શું કામ પકડી રાખતા નથી ?
સાચે જસવારના પહોરમાં જેવા જાગ્યા હોઈએ છીએ કે સાથે જ મોબાઈલને ચાર્જમાં મુકવો પડે છે.. બેટરી માટે ઘણાના મોબાઈલ તો ચોવીસે કલાક ચાર્જીંગમાં રહે છે.. ઘડી ઘડી.. બેટરી ઉતરી જાય છે..કેટલાંક વાહનો એવા હોય સવારે પેટ્રોલ ભરાવ્યું હોય તો સાંજે ખલાસ.. કયાંક તળીયું બતાવે છે. એવું જ કંઈક મોબાઈલ બેટરીનું હોય છે.. સવારે ૧૦૦ ટકા ભરી હોય અને અગિયાર વાગે પ૦ ટકા અને બે વાગે ડબ્બા ડુલ.. જ્યાં હોવ ત્યાં ખિસ્સામાંથી વાયર કાઢીને કરો.. ચાર્જીંગ બેટરીઓની બબાલ ઓછી નથી હોતી.. ઘણાની બેટરીઓ ઉતરી જાય પછી મોબાઈલ ફોનને ચાલુ કરતાં ઘણી ભેજામારી કરવી પડે છે. ઘણાની બેટરી સરસ હોય છે તો મોબાઈલ ભંગાર અને મોબાઈલ સારો તો બેટરી ભંગાર.. બેટરી ભંગાર હોવાનું તો ઘણાના મોંએ સાંભળ્યું છે.. તમે એક વાતનું ખાસ ધ્યાન રાખજાે.. કદાચ ધ્યાન હશે જ દેશમાં જે વસ્તુનો ભાવ વધે છે એટલે પછી એ પેટ્રોલ હોય, દાળ હોય, અનાજ હોય પણ ચડેલા ભાવ ઉતરતાચ નથી. સરકાર રોજ રોજ જાતજાતની ગર્જનાઓ કરે છે વેપારીઓ માનતા નથી. આ દેશમાં એકબીજાનું નહીં, માનવાનું ઘણા સમયથી ચાલી રહ્યું છે. શહેર ટ્રાફિક પોલીસનું વાહનચાલકો માનતા નથી. પોલીસ ઈ મેમો મોકલે છે તો લોકો એની સામે હા.. હા.. કરી હસે છે. અરે હસે નહીં તો શું કરે ? બાર વર્ષ પુર્વે એક જણો મરી ગયો હતો. એના ઘેર ઈ મેમો મોકલ્યો હતો. એની પુછપરછ કરી છાપે ચડયું ત્યારે કહે કે અમારે ઘેર તો સાઈકલ પણ નથી. એ સાથે બિચારો મેમો મોકલવાનો આંક વધતો જાય છે પણ ભરનારા નથી વધતાં. ૧૩ લાખ મેમો ઈશ્યુ કર્યા છે અને ભર્યા ૩ લાખે વિચારો.. બેટરી જેવું છે પોલીસે મેમો હોકે રાખે છે અને ભરનારા..
મોબાઈલ ગમે તેટલો સારો હોય પણ બેટરી ઘરડી ડોશી જેવી હોય તો શું કરવાની ? ઘડી ઘડી તેલ પુરવાનું.. એમ ઘડી ઘડી તેલ પુરે ન ચાલે.. બજારમાં ઘણી વસ્તુના ભાવ વધે છે પણ ભરેલી બેટરી.. કશું કહેવા જેવું નથી.. ઘણાને તો પોતાના ખાસ માણસને ફોન કરવાનો હોય અને હેલ્લો કરવા જાય કે બેટરી ફુસ.. આ મામલે કોઈને બહાનું કાઢવું હોય તો કાઢી શકે કે તે મને ફોન કર્યાે હતો પણ બેટરી ડાઉન થઈ ગઈ હતી.. બેટરી ડાઉન થવાનું હવે મોબાઈલ મામલે નવું પગરણ મંડાયું છે. નાનકડા મોબાઈલમાં બેટરી હોય છે એમ આપણા જીવનમાં આપણા દેહમાં પણ બેટરી જેવું હોય છે. જેને ચાર્જીંગ કરવાનું રહે છે. એ શામાંથી થાય છે એ ભાગ્યે જ કહેવાય છે..
કયાંક ઘરવાળી બોલે, ધમકાવે તો પણ ઘણાની ગમે તેવી પાવરફુલ બેટરી ડાઉન થઈ જાય છે.. ઘરના ઓટલા સુધી સીટી વગાડતો આવ્યો હોય અને અંદર પ્રવેશ કરે કે તમે કયાં હતા બપોરે બે વાગે.. કે સ્કૂટરની પાછલી સીટે કોને બેસાડી હતી તો..તો તરત જ બેટરી ડાઉન.. એ ઉતરેલી બેટરી કયારે ચાર્જ થશે એ કહેવાય નહીં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.