જગતમાં વધ્યા છે

રસમાધુરી
રસમાધુરી

આ જગત કંઈક અટપટું તો કંઈક ચટપટું છે. ન સમજાય એવું ના ભેજા ભેગું થઈ શકે એવું.પૃથ્વીના જન્મ પછી અર્થાત એના પેદા થયા પછી એટલું બધું વધી પડયું છે.અરે અતિશય વધી પડયું છે કે શી વાત કરવી ? તમારા ઘરની બારીએ બેસીને યાદ કરો.ગણવા માંડો…આહાહા…આટલો બધો વધારો થઈ ગયો છે ? એનું કારણ પૂછવાની જરૂર નથી. તમારે તો માત્ર ને માત્ર એટલું જ વિચારવાનું છે. આટલો બધો વધારો કે બબુ ? શું થવા બેઠું છે કે શું થશે ? તમારે જાકે એ મામલે ઝાઝી ચિંતાઓ કરવાની જરૂર નથી. ચિંતાઓ કરવા માંડશો તો ચિંતાઓ કયાંક ચિતામાં પરિવર્તન પામશે અને યુઆર આઉટ.. અર્થાત ગયા જાણજા..પણ આ દુનિયામાંથી કોઈને ઝટ ઝટ જવું ગમતું નથી.. બરાબર જીંદગી માણવા દે પછી.. જેવું કે નવ્વાણું વર્ષ થવા છતાંય જવાનું પસંદ નહીં કરનારા વધ્યા છે.માથે બાલ નથી ને ગાલની ખાલ લબડી પડી છે પણ મેકઅપના જંગલો ઉભા કરીને અભી તો મૈં જવાન હું.. જેવું ચીલાચાલુ વાકય બોલનારા વધ્યા છે.મરવું તો કોઈનેય ગમતું નથી. શા માટે ખબર નથી ? કદાચ એવું હોય ઉપરવાળો હિસાબ પૂછે ને દંડા ખાવા પડે.મર્યા પછી યમના દૂતો પકડીને લઈ જતા માર્ગમાં બુટે બુટે, ધોકે ધોકે કે સાટકે સાટકે મારે છે એની ખબર નથી.
અમે જ્યાં રહેતા હતા ત્યાં એકયાસી વર્ષની ડોશીની ગાળો…ખોટા વેણ કંઈક આવા સાંભળ્યા હતા. યમના દુતો તને ચાબુકે ચાબુકે મારે કે ધગધગતા સળીયના ડામ દે. ચાબુકનો માર અને સળગતા સળિયાનો ડામ યમના દુતો મારે છે. એ બાબત આપણી ઘણી પૌરાણિક કથાઓમાં વર્ણવાયેલી છે. મહારાજ, સાધુઓ પાસેથી આપણે સત્સંગ સભામાં કંઈક સાંભળી છે તેથી દુરાચાર કરનારા.. પાપ કરનારા..એ ઘોર કળિયુગમાં ઘટયા નથી. ઘેર ઘેર, ગામે ગામ પાપ કરનારા વધ્યા છે.જાકે આપણી બધી નદીઓનાપાણીમાં ડુબકી મારવાથી પાપ ધોવાઈ જાય છે.એવું કહેનારા ય ઓછા નથી વધ્યા છે પણ ફલાણા તળાવમાં કે ધરોઈ ડેમમાં ડુબકી મારવાથી પાપ ધોવાશે…કોણે કહ્યું ?
હથેળીમાં ચાંદ દેખાડી બીજાને મૂર્ખ બનાવનારા આહાહાહા..કંઈ કેટલાય વધ્યા છે.એનો આંકડો નથી પણ વસ્તી વધી ગઈ છે, વધી રહી છે એના આંકડા મળી રહે છે. એક એ સમય હતો રાત્રે નવ કે દસ વાગે સુનકાર થઈ જતો. માણસોની વસ્તી વગર..આજે તો અડધી રાત્રેય હડીયાપટ્ટી કરતા લોકો ભટકાય છે..ચીનની ખબર નથી પણ ભારતમાં વસ્તીને ઓછી કરવાનો, ઘટાડવાનો સરકારી પ્રયાસ કયારનોય નિષ્ફળ ગયો છે.માણસોની વસ્તી જા વધી રહી હોય તો કૂતરાં શા માટે ઓછાં હોય.ખમ્મા કરે.. કૂતરાંની વસ્તી બરાબરની વધી રહી છે.જે તે શહેરની કોર્પોરેશન કે નગરપાલિકા કૂતરાંની વસ્તી ઓછી કરવા કંઈક કેટલાય પ્રયાસો કરે છે પણ એક એક ગલી અને સોસાયટીઓમાં વીસ વીસ કૂતરાં જયાં જ્યાં નજર પડતાં જણાય છે.સરવાળે કૂતરા વધી પડયા બાકી ચકલો..કાગડા ઓછા થતા જાય છે. ભાદરવા માસમાં કાગવાસ નાખતા એને ખાનારા કાગડા જાવા મળતા ન હતા. વિચારો અહો આ બાબત ઘટી છે બાકી બીજી બધી બાબતોમાં એક ઉછાળ છે.
અરે પ્રેમ કરનારા તો પાર વગરના છે. જાકે એવા પ્રેમીઓ પત્ની કે માતા પિતા સિવાય બીજાને પ્રેમ કરનારા વધ્યા છે પારકીને પ્રેમ કરનારનો આંકડો સત્તાવાર આવ્યો નથી પણ વધ્યા છે એ નક્કી છે.પારકીને પ્રેમ કરવા જતાં પકડાઈ જતા હાડકાનું.. અંગ ભંગના કિસ્સા વધ્યા છે આઈ લવ યુનો ઉમળકો વધ્યો છે એ નક્કી છે પણ એમ કહેવાતું નથી. પોતાના સિવાય પારકા કે પારકીને પ્રેમ કરનારનું કહેવાઈ ગયું છે.
દેશમાં જાતજાતની બીમારીઓ પણ વધી ગઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.