કોણ વધુ હોશિયાર ? માનવ મગજ કે કોમ્પ્યુટર
કોમ્પ્યુટરને કેટલીકવાર ઈલેકટ્રોનિક મગજ પણ કહેવામાં આવ્યું છે. પરંતુ શું તે વાસ્તવમાં માનવ મગજની સમાન હોય છે ખરૂં ? આવો આપણે આજે માનવ મગજ અને કોમ્પ્યુટરની સરખામણી કરીએ.સૈા પ્રથમ એ જાણી લઈએ કે માનવ મગજ અને કોમ્પ્યુટર કેવી રીતે કાર્ય કરે છે. મગજની ન્યૂરોન્સ નામની વિશેષ કોશિકાઓ પ્રાપ્ત જાણકારીને પ્રોસેસ કરીને તેને અનુસાર કોઈપણ ક્રિયાની પ્રક્રિયા કરે છે. જયારે કોમ્પ્યુટર જુદી જુદી સર્કિટોનો સમુહ, જેને માઈક્રો પ્રોસેસર કહેવામાં આવે છે. તેનો ઉપયોગ કરીને પ્રક્રિયા કરે છેં એટલે માનવ મગજમાં જીવિત કોશિકાઓ કાર્ય કરે છે. અને જયારે કોમ્પ્યુટરમાં ઈલેકટ્રોનિકસ સર્કીટ્સ કાર્ય કરે છે. આમ માનવ મગજ અને કોમ્પ્યુટર વચ્ચે મુખ્ય જુદાપણુ જાેવા મળે છે.
હવે એ સમજવું છે કે બંનેમાંથી હોંશિયાર કોણ ? આ વાતનો ફેંસલો એ પર નિર્ભર કરે છે કે તમે હોશિયાર ને કેવી રીતે ખાસ અર્થવાળુ કરો છો. જાે હોંશિયાર નો અર્થ માત્ર કાર્યમાં સ્ફૂતિથી લેવાનો હોય તો કોમ્પ્યુટર જીતશે. કોઈપણ વ્યકિત ત્રણ અંકોવાળી સંખ્યાઓ જેવી કે (ર૪પ ૯૮૭ ) ને જાેડવાને માટે ઓછામાં ઓછી સેકન્ડનો સમય લગાવે છેે તેના કરતા કોમ્પ્યુટર એક સેંકન્ડમાં લાખો અઘરા લાગતા સવાલોના જવાબ આપી શકે છે કોમ્પ્યુટર મશીન છે, એટલે તે થાકતું નથી. ઈલેકટ્રોનિકસ સર્કિટસ ઘસાતા નથી. જાે કોઈ માનવી દિવસ દરમ્યાન અઘરા સવાલોને નિપટાવતો હોય, ત્યારે તેને વચ્ચે વચ્ચે આરામની આવશ્યકતા હોય છે. તદઉપરાંત દિવસ દરમ્યાન કાર્યથી થાકીને રાત્રે તેને એક સારી ઊંઘની પણ જરૂર પડે છે. જાે ‘ હોશિયાર ’ નો અર્થ સારી યાદ શકિતના અર્થમાં લેવામાં આવે તો ત્યારે પણ કોમ્પ્યુટરને જ સારા માર્કસ મળે છે. કોમ્પ્યુટરની યાદશકિત મેમરી પાવર માં આખા પુસ્તકાલયની બધી જ પુસ્તકોની છાપેલી જાણકારીને સ્ટોર કરી શકાય છે.અને જરૂરિયાત પડવા પર કોઈપણ એક પુસ્તકની જાણકારી પલભરમાં કોઈપણ જાતની અગવડતા વગર તમારી સમક્ષ રજુ કરી શકે છેે. હવે વાત એ આવે છે કે માનવ મગજની યાદશકિતની એક લાંબી કવિતા યાદ કરવાને માટે તેણે કોઈપણ જાતની ભૂલ વગર લાંબા સમય સુધી યાદ રાખવામાં તે કેટલું સક્ષમ છે તે તો આપ સૈા જાણો છો. લાબાં પુસ્તકોને મોઢે કરવાને માટે કેટલીકવાર આ માનવ જીવન પણ ઓછુ પડે છે.
જાે હોંશિયાર એને માનવામાં આવે છે કે જે સ્વયં વિચારીને સમજીને નિર્ણય લેવામાં સક્ષમ હોય તો ત્યાં મહત્વપુર્ણ જીત માનવ મગજની થાય છે. કોમ્પ્યુટર માત્ર એજ ગણતરી (યાદ ) કરી શકે છે અથવા તો એજ જાણકારી ભેગી કરી શકે છે જેને માટે સોફટવેરમાં એનો સમાવેશ કરવામાં આવ્યો હોય. આ સોફટવેર માનવ દ્વારા જ બનાવવામાં આવ્યું હોય છે. તેની પસંદગી તથા જવાબો કેટલા સાચા છે તે એ વાત પર નિર્ભર રાખે છે. જે સોફટવેર કેટલું સારૂ હોય છે. માનવને અથવા તો એના મગજને કોઈપણ સોફટવેરની જરૂર હોતી નથી. આપણે તથ્યોને આપણા જ્ઞાન અને અનુભવોના આધારે મૂલવીએ છીએ. આપણે આપણી સમજણ શકિત અને સુઝબુઝમાં જુદી જુદી પરિસ્થિતિઓનો સામનો કરીએ છીએ.માનવ મગજને નવી પરિસ્થિતિઓનો સામનો કરવાને માટે કોમ્પ્યુટરની માફક નવા પોગ્રામોની આવશ્યકતા હોતી નથી. આ પ્રકારે માનવ મગજ એ કોમ્પ્યુટર કરતાં વધુ હોંશિયાર સાબિત થયેલ છે.
આ હોશિંયાર શબ્દનો મૂળ વિચાર વ્યકત કરવાની ક્ષમતાના રૂપમાં સરખામણી કરવામાં આવે તો પણ માનવ મગજનો નંબર કોમ્પ્યુટરથી ઘણો જ આગળ આવે છે.માનવ પ્રતિદિન મૂળ વિચાર વિચારે છે તેના પ્રમાણમાં આપે છે. રોજ નવી નવી શોધો, કલા તથા પુસ્તકો વગેરેમાં છાપવામાં આવતા વિચારો, કોમ્પ્યુટર પણ માનવ દ્વારા જ થયેલા વિચારોની એક શોધ જ છે.શું કોમ્પ્યુટરને પોતાનો મૂળ વિચાર હોય છે ખરો ? કયારેય નહિં ! કુત્રિમ બુદ્ધિ હજી સુધી વૈજ્ઞાનિકો માટે એક પડકાર બનેલ છે. એમ પણ બની શકે કે આ ક્ષેત્રમાં પણ માનવ કોઈપણ એક દિવસ વિજય હાંસલ કરી પણ લે અને મશીનો પણ વિચારવાની સમજવાની ક્ષમતાવાળા બની જાય.ધ્યાનમાં રાખવા જેવી એક મહત્વની વાત એ છે કે કોમ્પ્યુટર ભલે ગમે તેટલું બુદ્ધિમાન બની જાય,પરંતુ તે માનવ દ્વારા જ તેને તૈયાર કરવામાં આવેલ સોફટવેરથી વધુ હોંશિયાર નહિ બની શકે ! કમલેશ કંસારા
મુ અમદાવાદ