કેસ નં.૪ર૦ સાસુનો

રસમાધુરી
રસમાધુરી

નવી વહુ પરણીને ઘેર આવે અને સાસુ કે સાસુમાંને જાણે ઘણું બધું કહેવું પડતું હોય છે. જા કે એમાં ઘણું ખરૂં બીનજરૂરી હોય છે. ચામાં બે ચમચી ખાંડ નાખવી એક ચમચી ચા નાખવી, મેથીના ગોટા બનાવતી વખતે મેથીને ખુબ જ ઝીણી સમારવી, દાળમાં ઝાઝું મરચું ધબકાવી તમમતમ કરવી નહીં, ધોયેલાં કપડાં વાળીને લાઈનસર કબાટમાં ગોઠવવા, બુટ અને સેન્ડલ એના ઘોડામાં મુકવા, ડુંગળીના ફોતરાં એ નક્કી કરેલા ડબ્બામાં નાખવા, પાડોશીના આંગણે છાનીમાની નાખી આવીશ તો હું તને કાંઈ નહીં કહ્યું..મને ગમશે..(વાહ સાસુમા વાહ..આપણા ઘરનો કચરો તો પારકાના આંગણે જ નખાય.)ને હા..વહુ બેટા હું અને તારા સસરા અંદરના ઓરડામાં બેઠા હોઈએ ત્યારે અંદર જાવાનો કે કશાક (નકામા) કારણે અંદર એન્ટ્રી મારવી નહીં..બળ્યું કયારેક કયારેક મારી જીભે અંગ્રેજી શબ્દો ચડી જાય છે. એ તારે સહન કરવા મુછમાં (જાકે મારી જેમ તારે પણ મુછો નથી દાઢીનો ખર્ચો બચ્યો) હસવું નહીં હું પણ પાંચ ચોપડી અંગ્રેજીની નહીં ગુજરાતીની ભણી છું.. તારા સસરાએ મને અંગ્રેજી શબ્દોની મારી વપરાશ બદલ અનેક વાર ટપારી છે પણ માની નથી..
વહુ બેટા હું કોઈનુંય માનતી નથી. બાળપણમાં ભલભલા મારી ફફડતા, થરથરતા.. મને કચ્છી ઘોડો કહેતા હતા પણ તારે મને કયારેય કચ્છી ઘોડો કહેવાનો નથી. ભલે મારી વયમાં ઝાઝો વધારો થયો છે. તારા પિતાતુલ્ય સસરા હવે મને પાકિસ્તાની ઘોડો કહે છે. પાકિસ્તાનનો ઘોડો કેવો હોય એની મને જાણ નથી પણ તારે પ્રશ્ન પુછવાનો નથી.
વહુ બેટા.. તું તો મારી દિકરી છે.પણ ઘરમાં મારૂં ને માત્ર મારૂં ચક્રવર્તી રાજ ચાલ્યું છે ને ચાલશે તારા હસબંડ અર્થાત મારા કુળદીપકને મારા વિરૂદ્ધ ભડકાવાનો કે કોઈ ષડયંત્ર રચવાનો પ્રયાસ કરવો નહીં. આપણા ઘરમાં કયાંય કેમેરા ફીટ કરાવ્યા નથી એ લખી લેજે.. કેમેરા ફીટ કરવાની બાબતને હું વિશ્વાસ સાથે સાંકળ છું. આજકાલ ટીવી સીરીયલોમાં વહુ સાસુ સામે બગાવત કરતી વાર્તાઓ આવે છે. વહુઓનાં મન બગાડતી ઉશ્કેરણી આપતી આવી કચરાપટ્ટીને જાવી એના કરતાં જી મહારાજની પાંચ માળાઓ ફેરવવી સારી.
આજકાલ વહુઓના ભયાનક નહીં પણ અતિ ભયાનક કિસ્સાઓ કયાંક છાપામાં કે કયાંક ટીવી સમાચારોમાં હું જાઉં છું કે કોઈ વહુએ એની સાસુને પહેલાં દોરડેથી બાંધી પછી મોંમાં ગંધાતો ગાભો નાખી સાસુને બુટે બુટે મારી.. તારે આવા કિસ્સામાંથી કોઈ જ જાતની પ્રેરણા લેવાની નથી અને હા તારે તો બુટ લાવવાના નથી, પહેરવાના નથી. હા સેન્ડલ ચાલશે.. મારેય મારા એ સમયમાં સેન્ડલ બહુ ગમતા હતા પણ તારા સસરાએ મને એ કયારેય પહેરવા દીધા નથી. સેન્ડલને લેવા માટે મેં કહ્યું ત્યારે એમણે લાંબુલચ ભાષણ આપેલું. બેટા તારા સસરાને લાંબા લચ લચ ભાષણો આપવાની એક સમયે ભુંડી ટેવ હતી. જાકે મેં એ ટેવ કાયમ માટે ભુલાવી દીધી છે..હા તને સેન્ડલ પહેરવાની છુટ છે પણ મને ભાષણ આપીશ તો નહીં ગમે.. મનમાં ભુલથી પણ મને ભાષણ આપવા માટે વિચારવું નહીં. હું છેક નાનપણથી વકતા રહી છું. શ્રોતા કદી નહીં..
આ તો તારા ચરણ ઘરમાં પડયા અને મારે તને બે શબ્દો કહેવા પડે. પણ તારે એ શબ્દોને કડવા માનવા નહીં. તું નહીં માને હું જ્યારે પરણીને આવી ત્યારે મારી સાસુએ પણ મને આ રીતે કહેવાનું શરૂ કર્યું હતું. ત્યારે હું તો ગોદડું ઓઢીને સુઈ ગઈ હતી. એ મારી સાસુની વાતો મને બખાળા જેવી.. બોગસ લાગી હતી પણ તારે મારી વાતોને બોગસ માનવાની નથી.. મેં જે ધુપ્પલને આ ઘરમાં આગળ વધાર્યું એ તારે વધારવાનું નથી. હું કુવામાં પડી નથી.. બીજાને પાડયાં છે એમ તારે અમને કુવામાં પાડવાના નથી. એમાં મને તો નહીં..મનની જા ચોખઠમાં ઘડી રાખ્યું હોય છે.. સાસુને તો પહેલાં ધબકાવવી પણ ખામોશ.. મનમાં જે ચાલી રહ્યું હોય એ પર પડદો પાડી દેવો સારી વાત છે. એક વાત મનના કોઈ ખુણામાં લખી લે.. મને કોઈ પહોંચી શકયું નથી..ના પહોંચશે.. અરે કેટલાક કિસ્સાઓતો ભગવાને પણ મને સર્જીને હાથ ધોવાનું કંઈક યોગ્ય માન્યું છે.દોઢ કલાકથી બોલી બોલીને ડફ ડફ કરી રહી છું અને તું મારી વહાલી વહુ એક શબ્દ બોલતી નથી. મને તારી પર માન જાગે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.