ઉત્સાહનું ઉડ્ડયન એટલે કોંગ્રેસ કંવર

રસમાધુરી
રસમાધુરી

કોઈ મનમાં નક્કી કરી લે તો શું થઈ નથી શકતું ? સાચી લગન હોય તેને કંટકોની પરવા નથી હોતી. આ સાચી ઘટના પણ એવી જ એક લગનવાળી બાળકીની છે. જે પોતાના ઉત્સાહ અને સાહસ વડે એક નાનકડા ગામમાંથી નીકળી રાષ્ટ્રીયકક્ષાએ દેશની સંસદ દ્વારા જ નહીં પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ તેણે બર્લીનમાં આપણા દેશનું પ્રતિનિધિત્વ કર્યું.
આપણા રંગરંગીલા દેશનો ખુબ સુંદર પ્રદેશ છે. રાજસ્થાન જે તેની વીરતા, સંગીત, મહેલો, કિલ્લા અને લોકપ્રસિદ્ધ સંસ્કૃતિ માટે જાણીતો છે. તેના ઝાલાવાડ જિલ્લાના ગંગાધર તાલુકાના વિસ્તારમાં પતલાઈ ગામમાં નાથુસિંહ રહે છે.
કોંગ્રેસ કંવર તેના ઘરમાં પિતા નાથુસિંહ, મા અને ભાઈ બહેનો સાથે રહે છે. કંવર ખુબ જ તોફાન મસ્તી અને કુદાકુદ કરે છે. આખો દિવસ આમતેમ ફરવાનું, રમવાનું અને તોફાન કરવાનાં એ જ એનું કામ. ઘરમાં ટેલીવિઝન નહોતું તેથી પાડોશીના ઘેર ટીવી સામે જઈ બેસી જાય.
થોડી મોટી થઈ એટલે સૌની દેખાદેખીમાં ગામમાં આવેલી પ્રધાત શાળા સંસ્થાના કલાસમાં જવા લાગી. આ સંસ્થા અભણ, અશિક્ષિત લોકોની વચ્ચે જઈ શિક્ષણનું મહત્વ સમજાવે છે અને તેમને તેમના અધિકારો અંગે જાગૃત કરે છે. સ્કૂલમાં તેને ગણિત જેવા વિષય સમજાતા નથી. હા બીજા વિષયોમાં તેની રુચી સારી છે, ખાસ કરીને નાટક અને ગીતોમાં તેનું પરિણામ એ આવતું કે ગણિત ભણાવનારે તેને હંમેશા ટોકવી પડતી. કોંગ્રેસ કંવર સીધી બેસ, વાતો ના કર, સાંભળ્યું નહીં, ચુપ રહે, કોંગ્રેસ થોડીવાર ચુપ રહે, ખરી પણ વિષયમાં રસ ન એટલે ફરીથી શિક્ષક તેને ટોકે.
રમતગમત તેને ગમે એટલે પોતાના ગામ અને શેરી મહોલ્લામાં દેશી રમતો એ રમતી જ. અને કયારેક કયારેક બેટથી એ ક્રિકેટમાં ચોગ્ગા, છગ્ગા મારતી. આ વાતે જ તે તેના સહાધ્યાયીઓ અને શિક્ષક શિક્ષિકાઓમાં ખુબ માનતી હતી. તે કંઈક નવું કરે તેની સૌ રાહ જાેતાં. નાટકમાં સ્વપ્રેરણાથી બોલાયેલા તેના સંવાદોની ચર્ચા ઘણા લાંબા સમય સુધી થતી. લોકોને આશ્ચર્ય થતું કે તેને માત્ર એટલું જ કહેવું પડે કે, આ વિષયનું નાટક કરાયું છે. પછી તો કોંગ્રેસ કંવર જાતે જ પ્રસંગો બનાવી એવા સરસ પ્રભાવશાળી સંંવાદો બોલતી કે લોકો તેને જાેતા જ રહી જતા. ખાસ પ્રસંગો એ ભજવાયેલાં આવાં નાટકોની પ્રસિદ્ધિ પ્રભાવશાળા સંસ્થા અને બીજા શાખાઓમાં આગળ વધતી ગામની બહાર પણ ફેલાવા લાગી.
કોંગ્રેસની ઉંમર માત્ર તેર વર્ષની હતી એક દિવસ તે પ્રભાત શાળામાંથી પોતાના ઘેર પાછી આવતી હતી ત્યારે તેણે પોતાની ઘેર કોઈ અજાણ્યા લોકોને જાેયા. તે ઘરમાં આવી ત્યાં બધા તેના તરફ જાેવા લાગ્યા. માએ તેને અંદર જવા કહ્યું તે પ્રશ્નવાચક ચહેરે અંદર જતી રહી. ત્યાં તેણે તેનાં ભાઈ બહેનોને આ અજાણ્યા લોકો કોણ છે એ બાબતે પુછયું. તેમણે કહ્યું કે, દીદી આ લોકો તારા લગ્ન માટે આવ્યા છે. બાપુજી અને બા તારાં લગ્ન નક્કી કરે છે. આ સાંભળતાં એક પળ માટે કોંગ્રેસ સુનમુન થઈ ગઈ.
પછી જરા જાત પર કાબુ મેળવીને તે બહાર આવી. તેણે મનમાં નિશ્ચય કર્યો પછી પોતાના પિતા પાસે જઈ ઉભી રહી. તેનો આવો ચહેરો જાેઈ સૌની નજર તેના પર મંડાઈ. બાપુજીએ પુછયું, કોંગ્રેસ શું છે ? હમણાં હું લગ્ન નહીં કરૂં. કોંગ્રેસે દ્રઢ સ્વરે કહ્યું આ સાંભળી એક વાર તો સૌ ચોંકી ઉઠયા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.