ઉજાસ

રસમાધુરી
રસમાધુરી

ઓરડામાં બે ખાટલામાં પથારીઓ બિછાવેલી હતી. તેની વચ્ચે પેટાવેલું તાપણું ઓરડાને હુંફાળો કરતું હતું. એક ખાટલા પર ઘરડા ઘનશ્યામ ભાઈ અને બીજા પર તેમની ઘરડી પત્ની વિજયાલક્ષ્મી બંને રજાઈ ઓઢીને બેઠા હતા. તેઓ થોડી થોડી વારે તાપણાંની આગ સંકોરતાં અને હથેળીઓ ગરમ કરી ચહેરા પર ફેરવતા હતા. બંને મૌન બેઠા, પ્રભુ સ્મરણ કરતાં હતા. ઠંડી આજે કંઈક વધારે પડી રહી હતી. ઘરડી વિજયા બોલી, ચ્હા બનાવી દઉં..
‘ના બુઢીયા ટોપીને નીચે ખેંચતાં ઘનશ્યામે કહ્યું, ‘એવી કંઈ ઠંડી છે નહીં, વિજયા ડોસી ખાંસવા લાગી અને ખાંસતાં ખાંસતાં બોલી, દવા લઈ લીધી.
ઘરડા ઘનશ્યામે સામો પ્રશ્ન કર્યો, તેં લઈ લીધી.
મારૂં શું છે હું તો લઈ લઈશ.. તે ફરી ખાંસી ખાવા લાગી, લઈ લે નહીંતર પછી યાદ નહીં રહે.
ઘનશ્યામને ફરી કંઈક યાદ આવતાં કહ્યું, હાં આજે મોટાનો કાગળ આવેલો.
વિજયાએ કંઈ જીજ્ઞાસા બતાવી નહીં, છતાં તેણે વાત આગળ વધારી. રાજીખુશીમાં છે.. કંઈ જરૂર હોય તો લખી જણાવવા કહ્યું છે..
જરૂર તો આંખે દેખાવાની છે.. વિજયાએ વ્યંગ કર્યો. હવે તો શાક રોટલી ચડયું છે કે નહીં તેની પણ ખબર પડતી નથી.
એ તો ખરૂં, ઘરડા ઘનશ્યામે માથું હલાવ્યું પણ એ આંખનો ઉજાસ કયાંથી લાવશે ?
ઓરડામાં ફરી મૌન છવાઈ ગયું. તે ઉભી થઈ કબાટમાંથી દવાની શીશી કાઢી લાવી, લો દવા લઈ લો.. ઘનશ્યામે દવા પીતાં પીતાં કહ્યું, તું મારૂં કેટલું ધ્યાન રાખે છે ?
મને તમારા વિના ડર લાગે છે..
તું પહેલાં મરવા માગે છે,ખરૂં ને ? પછી હું એકલો કઈ રીતે રહીશ ?
મોટો છે, નાનો છે, વળી જીવન અને મરણ એ આપણા હાથમાં કયાં છે ?
ઘનશ્યામે ઓશિકા ખાતે પડેલ ઘડીયાળ તરફ જાેયું, અગિયાર વાગી ગયા.
છતાં જુઓને ઉંઘ આવતી નથી.. વિજયા બોલી..
ઘડપણ છે, સમયનો સુનકાર કરડવા દોડે છે, ઘનશ્યામે ખાટલામાં લંબાવતાં બારી તરફ જાેયું.. જાે ચાંદો બારીમાં દેખાય છે.
તો એમાં નવું શું છે ? વિજયાએ રૂક્ષ સ્વરે ટીપ્પણી કરી.
સારૂં તો તું જ કંઈ નવી વાત કર.. ઘનશ્યામે ખીજાઈને કહ્યું..ઓરડામાં ફરી એક વાર ઉદાસીભર્યું મૌન છવાઈ જાય છે.
કેમ મારૂં મોત પહેલાં ન થઈ શકેે ઘનશ્યામે વ્યંગ અને પરિહાસ સાથે દલીલ કરી.
તમે હવે ચુપચાપ સુઈ જાવ… વિજયા ખીજાઈ અને બોલી, રાતના સમયે ફાવે તેમ બોલ્યા ન કરો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.