આશ્ચર્યજનક સંયોગોની રોચક નિરાલી દુનિયા

રસમાધુરી
રસમાધુરી

સંયોગોનો અંકો સાથે ઘણો જ ગાઢ સંબંધ રહ્યો છે.અંક વિજ્ઞાનના પુસ્તકમાં આના સંદર્ભમાં રોચક ઉદાહરણો આપવામાં આવ્યા છે.
પ્રખ્યાત બ્રિટિશ કલાકાર સર અલ્મા ટડેમાના અનુસાર એના જીવનમાં ૧૭નો અંક ઘણો જ મહત્વ ધરાવતો હતો. ૧૭ વર્ષની ઉંમરમાં એની થનાર પત્ની સાથે પ્રથમ મુલાકાત થઈ હતી.એના પ્રથમ ઘરનુ નિર્માણ પણ ૧૭મી ઓગસ્ટના રોજ થયેલ.૧૭ નવેમ્બરના રોજ તેઓ નવા ઘરમાં પ્રવેશ કર્યો હતો. ટડેમાના બીજા લગ્ન ૧૮૭૧ માં થયા હતા. એના બીજા ઘરનો અંક પણ ૧૭ હતો. સર ટડેમાનો જન્મ આઠ જાન્યુઆરીના રોજ થયો હતો.જેનો સંયુકત સરવાળો ૧૭ થાય છે.
આજ પ્રકારે સમ્રાટ એડવર્ડ સાતમાનો જન્મ ૯ નવેમ્બર ના રોજ થયો હતો. આ મહિનો મંગળ ગ્રહનું બીજુ ઘર છે જેનો અંક પણ ૯ થાય છે. એડવર્ડના લગ્ન ૧૮૬૩ માં થયા હતા. જેનો યોગ પણ ૯ છે.ર૭ જુનના રોજ એમનો રાજયાભિષેક થવાનો હતો. એનો યોગ પણ ૯ થાય છે. પરંતુ વાસ્તવમાં ૯ ઓગસ્ટના રોજ થયો હતો.બે વ્યકિઓના વચ્ચે અંકોના સંયોગનો સૈાથી રોચક ઉદાહરણ ફ્રાન્સના સમ્રાટ સેન્ટ લુઈસ અને લુઈસ ૧૬ની વચ્ચે છે. જેમના જીવનની અદ્‌ભૂતિ સામ્યતા ભરી ઘટનાઓની વચ્ચે પ૩૯ અંકનું અંતર હતું જાણે ઈતિહાસને ફરીથી ઉજાગર કરી રહેલ સેન્ટ લુઈસનો જન્મ ર૩ એપ્રિલ ૧ર૧પ ના રોજ થયો હતો અને લુઈસ ૧૬ મા નો જન્મ ર૩ ઓગસ્ટ ૧૭પ૪ (૧ર૧પ-પ૩૯) ના રોજ થયો હતો. સેન્ટ લુઈસે હેનરી ત્રીજા સાથે શાંતિ કરાર ૧ર૪૩ માં કર્યા હતા જયારે લુઈસ ૧૬ માં એ જર્યોજ તૃતીયની સાથે શાંતિ કરાર ૧૭૮ર માં (૧ર૪૩-પ૩૯ માં કર્યા હતો.
એક પૂર્વીય રાજકુમારે ઈસાઈ ધર્મ અપનાવવાના ઉદ્દેશ્યથી એક દૂત સેટં લુઈસની પાસે ૧ર૪૯ માં મોકલ્યો હતો. આજ પ્રકારે એક અન્ય પૂર્વીય રાજકુમારે આજ ઉદ્દેશ્યથી પોતાનો દૂત લુઈસ ૧૬ માં પાસે ૧૭૮૮ મા (૧ર૪૯ પ૩૯) મોકલ્યો હતો.સેન્ટ લુઈસને ૧રપ૦ માં બંદી બનાવવામાં આવ્યો હતોં જયારે લુઈસ ૧૬ માં ને ૧૭૮૯ માં (૧રપ૦ પ૩૯)સત્તા પરથી ખસેડવામાં આવ્યો હતો.સેન્ટ લુઈસની માતા રાની બલાંચેનું મૃત્યુ ૧રપ૩ માં અને લુઈસ ૧૬ માં ની માતા વ્હાઈટ લિલીનુ મૃત્યુ ૧૭૯ર માં (૧રપ૩-પ૩૯)થયું હતુ.ં સેન્ટ લુઈસ દ્વારા જેર્કાબિન બનવાની ઈચ્છા ૧રપ૪ માં અને લુઈસ ૧૬ દ્વારા જેર્કોબિન ના હાથે જીવનનો અંત ૧૭૯૩ (૧રપ૪ પ૩૯) માં થયો. આ બંનેનો જન્મ ક્રમશઃર૩ એપ્રિલ અને ર૩ ઓગસ્ટના રોજ થયો હતો. જેનો સરવાળો પ બને છે. અને અંક પ ફાંસની નિયતિ ભાગ્ય સાથે જાેડાયેલો મહત્વપૂર્ણ અંક છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.