રાકેશે કુવામાં ભુસકો લગાવ્યો

રસમાધુરી
રસમાધુરી

‘દિનેશ, ચાલ ગોંદરે રમવા આવવું છે ? બહુ મજા આવશે..’ હસમુખે કહ્યું.
‘પણ અહીં શેરીમાં જ રમીએ તો ?’
અહીં કોકને બોલ વાગી જાય તો ખોટી બબાલ થાય. ગોંદરે બીજા પણ ઘણા છોકરા આવે છે. મને મનોજ કહેતો હતો કે ક્રિકેટ રમીશું. હસમુખે સમજાવ્યું.

યાર તું એકલો જા.. મારે મારી મમ્મી સાથે બજાર જવાનું છે..સ્કૂલના યુનિફોર્મ અને પુસ્તકો પણ લાવવાનાં છે.’ દિનેશે કહ્યું.
એ તો બધાને લાવવાનાં હોય જ ને.. આવી ગરમીમાં તારી મમ્મી કંઈ આવશે નહીં, સાંજે મમ્મી-પપ્પા સાથે જઈને લઈ આવજે..હસમુખ બોલ્યો..
‘સારૂં તો હું મમ્મીને કહીને આવું છંુ’ દિનેશે કહ્યું. દિનેશ ચડ્ડી પર હાથ લુછતો લુછતો દોડતો ઘેર આવ્યો તેની મમ્મી ઘરની સાફસુફી કરતી હતી.
દિનુ તું આવી ગયો પણ બેટા ગરમી બહુ છે વળી તારા પપ્પા બપોરે આવવાનું કહેતા હતા પણ હજુ આવ્યા નહીં. કોણ જાણે કોઈ કામમાં અટવાઈ ગયા હશે, ચાલ પહેલા ખાઈ લે..
ના, મમ્મી હમણાં મારે આવું નથી.. આવીને ખાઈશ..તે તું કયાં જાય છે ?ગોંદરે બધા છોકરાઓ ક્રીકેટ રમવા ભેગા થયા છે. હસમુખ પણ આવે છે..’ દિનેશે કહ્યું.

‘સારું બેટા, સાચવીને જજે અને વહેલો પછી આવજે..’
ભલે મમ્મી..કહી દિનેશ ઘેરથી નીકળી ગયો.
દુર હસમુખ તેની રાહ જાેઈને ઊભો હતો.તેના હાથમાં બોલ હતો. તે બંને ચાલતા થયા ત્યાં રસ્તામાં તેમને મનોજ મળ્યો.તેની પાસે બેટ હતું. ત્રણે મિત્રો ગોદરે પહોંચ્યા ને જાેયું તો બીજા ઘણા છોકરાઓ ત્યાં આવેલા હતા.
આજે તો રમવાની મજા પડી જશે.. દિનેશે કહ્યું.
હા આપણા ગામની સાથોસાથ બીજા ગામના છોકરા પણ આવ્યા છે. ક્રિકેટનો મુકાબલો બરાબર જામશે..’ હસમુખે કહ્યું..
તે બંને જ્યાં છોકરાઓનું ટોળું ઉભું હતું તે તરફ ગયા.

અલ્યા તમે બચુડાઓ કેમ આવ્યા છો ? એક મોટા છોકરાએ મજાક કરતાં કહ્યું.
ક્રિકેટ રમવા.. દિનેશે જવાબ આપ્યો.લ્યોભાઈ સચીન ધોની ને કોહલી આવી ગયા. હવે મેચ જામવાની..બીજા છોકરાએ તેમની મજાક ઉડાવતાં કહ્યું.
અમને રમાડો ને જુઓ મારી પાસે બેટ પણ છે.. મનોજે કહ્યું.
સારૂં.. સારૂં તને રમાડીશું પણ આ બે ટેણિયાઓ કામ નહીં લાગે.. એક મોટા છોકરાએ કહ્યું.
તો પછી અમે કયાં જઈએ ?
અમને શી ખબર અહીંથી દુર જાવ. બીજા છોકરાએ કહ્યું. તેઓ ટીમ પાડવા લાગ્યા. તેમાં દિનેશ અને હસમુખનો સમાવેશ કર્યો નહીં.
દિનીયા હવે શું કરીશું ? હસમુખે પુછયું.
કંઈ નહીં ચાલ પેલા કુવાના થાળ પર બેસીને વિચાર કરીએ. આપણે આપણી અલગ રમત રમીશું દિનેશે કહ્યું.
‘ભલે ચાલ, બંને જણાં કુવા તરફ ચાલતા થયા. કુવો ગોદરે આવેલા આ મેદાનથી દુર હતો. હસમુખે નમીને જાેયું તો કુવામાં પાણી ખુબ થોડું હતું. વપરાશ ન થતો હોવાથી અવાવરૂ કુવામાં ઝાડીઝાંખરાં ઉગી ગયાં હતાં. બંને થોડી વાર ઉદાસ બેસી રહ્યા પછી અચાનક હસમુખે દડો ઉછાળ્યો..‘લે પકડ’ દિનેશે કેચ કરી લીધો. હવે બંને સામસામે દડો ઉછાળીને રમવા લાગ્યાં. રમતાં રમતાં મસ્તીમાં એકબીજાને દડો મારતા હતા. દિનેેશે જાેરદાર રીતે દડો હસમુખના વાંસામાં માર્યો. હસમુખ ‘ઓય મા’ કરતો બેસી પડયો.તે કુવાની તરફ હતો. દડો ઉછળીને કુવામાં જઈ પડયો.
જા હવે દડો લઈ આવ.. બેઠાં બેઠાં જ હસમુખે કહ્યું.

દિનેશ કુવા પાસે ગયો. તેણે કુવામાં નજર કરી પણ દડો કયાંય દેખાતો ન હતો.કુવામાં ઝાડીઝાંખરાં ખુબ જ ઉગેલાં હતાં. કુવાની દિવાલમાં કબુતરો બેઠા બેઠા ડોક ફુલાવી ઘુ.ઘુ..કરતાં હતાં. એક મોટી ડાળ ઉપર બે ત્રણ ચામાચીડીયાં ઉંધાં લટકતાં હતાં. તો બીજી તરફ સુગરીના માળા દેખાતા હતા. દિનેશ આ બધામાં પોતાનો દડો શોધતો હતો ત્યાં તેની નજર એક મોટા ઝાંખરાની વચ્ચે ફસાયેલ દડા પર પડી તે ખુશ ખુશ થઈ ગયો. કેમ કે દડાને હાથ લંબાવીને લઈ શકાય એમ હતો. જે તરફ દડો હતો ત્યાં દિનેશ ગયો અને નમીને કુવામાં રહેલા ઝાંખરામાં ફસાયેલા દડાને હાથ લંબાવીને લેવાનો પ્રયત્ન કરવા લાગ્યો. દડો તેની પહોંચથી થોડો જ દૂર હતો. તેણે જરી વધુ નમીને પ્રયત્ન કર્યો પણ દડો હાથમાં આવ્યો નહીં. તેથી દિનેશે આજુબાજુ જાેયું પછી ઝાડની એક ડાળખી લઈ તેનાથી દડાને નજીક ખેંચવાનો વિચાર કરી ઝાડની ડાળખી ઉઠાવી કુવા પાસે આવ્યો. કુવામાં ડાળખી નાખી દડાને હલાવવાનો પ્રયાસ કરતાં તે જરા વધુ નમ્યો ત્યાં તેનો પગ છટકયો.. અને દિનેશ કુવામાં જઈ પડયો..આ જાેઈ અત્યાર સુધી બેસી રહેલ હસમુખ ઉભો થયો અને બચાવો.. બચાવો…ની બુમાબુમ કરવા લાગ્યો.

તે વખતે રાકેશ દુરથી પસાર થતો હતો અવાજ સાંભળતાં જ તે દોડી આવ્યો.
શું થયંુ છે કેમ બુમો પાડો છો ? રાકેશે કુવા પાસે આવ્યો તેણે કુવામાં ડોકીયું કરીને જાેયું તો દિનેશ કુવામાં ઉંડે પડયો હતો. તે ઝાંખરામાં ફસાયેલો હતો. રાકેેશે કંઈપણ વિચાર કર્યા વિના પોતાનું શર્ટ કાઢયું તે હસમુખના હાથમાં આપતાં તે કુવામાં છલાંગ લગાવી કુદી પડયો. ખુબ જ મહેનત કરી ઝાડી ઝાંખરાં ખસેડી રાકેશ દિનેશની નજીક ગયો. તેેને પકડીને ખેંચવાનો પ્રયત્ન કર્યો. દિનેશે જાેકે અધમુવો થઈ ગયો હતો રાકેશે તેના વાળ પકડી ખેંચ્યો અને પછી હાથ પકડી ઉપર લઈ આવ્યો. તે દરમિયાન બુમાબુમ સાંભળીને ક્રિકેટ રમતા છોકરાઓ અને ગામલોકો પણ દોડી આવ્યા. દિનેશને પ્રાથમિક સારવાર આપવામાં આવી. રાકેશે જે હિંમત બતાવી તેને સૌ દાદ આપવા લાગ્યા.
રાકેશે દિનેશનો જીવ બચાવવા પોતાના જીવની પરવા કર્યા વિના કુવામાં ભુસકો માર્યો અને તેને બચાવ્યો એ વાત આખા પંથકમાં ફેલાઈ ગઈ. સ્થાનિક છાપાઓમાં આ સમાચાર આવતાં સૌ તેનાં વખાણ કરવા લાગ્યાં.

૧૪ જુન,ર૦૧પ ની આ વાત છે. માતા પિતા વિહોણા માત્ર ૧૩ વર્ષની ઉંમરના રાકેશ શનાભાઈ પટેલને તેણે દર્શાવેલી નિઃસ્વાર્થ વીરતા બદલ પ્રધાન મંત્રીના હસ્તે ર૬જાન્યુઆરી ર૦૧૬ ની પૂર્વસંધ્યાએ ‘રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર’ અંતર્ગત ‘બાપુ ગાયદ્યની પુરસ્કાર’ આપીને સન્માનીત કરવામાં આવ્યો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.