આપની આજ 06-03-2021 નું રાશી ભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ(અ,લ,ઈ): આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે.
વૃષભ(બ,વ,ઉ): સામાજિક કાર્યોમાં આજે તમે વ્યસ્ત રહેશો. કોઇ અટવાયેલું પેમેન્ટ મળવાથી આર્થિક સમસ્યાનું સમાધાન થશે.
મિથુન(ક.છ.ઘ): આજે કોઇ પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થશે. નજીકના સંબંધીઓ સાથે ગેટ-ટુ-ગેધરને લગતો પ્લાન પણ બનશે.
કર્ક(ડ,હ): આજે તમને છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી કોઇ પરેશાનીનું સમાધાન મળશે. જેના કારણે ખૂબ જ વધારે રાહત અને તણાવમુક્ત અનુભવ કરશો.
સિંહ(મ,ટ): આ સમયે પરિસ્થિતિ અનુકૂળ છે. તમારા કાર્યોને લગતી નીતિઓ ઉપર ચર્ચા-વિચારણાં કરો અને વધારે સુધાર લાવવાની કોશિશ કરો.
કન્યા(પ,ઠ,ણ): ઘરની દેખરેખ અને રિનોવેશનને લગતી યોજના બનશે. સ્ત્રી વર્ગ માટે આજનો દિવસ ખાસ લાભદાયક રહેશે.
તુલા(ર.ત.): કામ વધારે હોવા છતાં તમે તમારા રસના કાર્યોને લગતી ગતિવિધિઓ માટે સમય કાઢી શકશો. નાણાકીય સ્થિતિમાં થોડો સુધાર આવી શકશે.
વૃશ્ચિક(ન.ય.): આજે પરિવાર સાથે થોડા મહત્ત્વપૂર્ણ ર્નિણય લેવા પડી શકે છે, પરંતુ આ ર્નિણય પોઝિટિવ પરિણામ જ આપશે. કોઇ મિત્ર સાથે મુલાકાત ફાયદાકારક સાબિત થશે.
ધન(ભ,ધ,ફ,ઢ): આ સમયે ગ્રહ સ્થિતિ તમારા પક્ષમાં છે. દરેક કાર્યને વ્યવસ્થિત રૂપથી કરવાથી જલ્દી જ લક્ષ્યને પ્રાપ્ત કરી લેશો.
મકર(ખ.જ.): આ સમયે પરિસ્થિતિઓ ખૂબ જ અનુકૂળ છે. કોઇ શુભ સમાચાર મળવાથી તમે તમારી અંદર આત્મવિશ્વાસ અને એક નવી ઊર્જા અનુભવ કરી શકો છો.
કુંભ(ગ,સ,શ,ષ): કોઇ શુભ સમાચાર મળવાથી તમે તમારી અંદર વિશ્વાસ અને એક નવી ઊર્જા અનુભવ કરી શકો છો. અચાનક જ કોઇ અપરિચિત વ્યક્તિ સાથે મુલાકાત તમને કોઇ નવી દિશા આપી શકે છે.
મીન(દ,ચ,ઝ,થ): આજે તમારી મુખ્ય કોશિશ બધા કાર્યોને યોજનાબદ્ધ રીતે પૂર્ણ કરવાનો રહેશે. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ રસ વધશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.