આપની આજ 28-12-2020નું રાશી ભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ(અ,લ,ઈ): આજે તમને કોઇ કાર્યમાં સફળતા અવશ્ય મળશે. પરંતુ આ સમય ભાવુકતાની જગ્યાએ વ્યવહારિક વિચાર રાખવાનો છે.
વૃષભ(બ,વ,ઉ): મીડિયા તથા સંપર્ક સૂત્રો દ્વારા થોડી એવી જાણકારી મળી શકે છે, જેનાતી તમારા કામ સરળ થઇ જશે.
મિથુન(ક.છ.ઘ): ભવિષ્યને લગતી કોઇ યોજનાને ગંભીરતાથી અંતિમ સ્વરૂપ આપવામાં સફળ રહેશો. લાંબા સમયગાળાથી ચાલી રહેલી કોઇ ચિંતા અને તણાવથી પણ રાહત મળશે.
કર્ક(ડ,હ): સમય અનુકૂળ છે. તમારી કોઇ વિશેષ પ્રતિભાને ઉજાગર કરવાનો યોગ્ય સમય છે. કોઇ ખાસ મિત્ર દ્વારા તમને યોગ્ય સહયોગ મળશે, જે તમારી ભવિષ્યને લગતી યોજનાઓને સફળ કરવામાં મદદગાર રહેશે.
સિંહ(મ,ટ): પારિવારિક સુખ-સુવિધાઓ ઉપર ખર્ચ થશે. બધાના સુખ સામે આ ખર્ચાઓ કઇ માન્ય રાખતા નથી. કોઇ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત ફાયદાકારક સાબિત થઇ શકે છે.
કન્યા(પ,ઠ,ણ): બાળકોના અભ્યાસ અને કરિયરને લગતી સમસ્યાઓનું કોઇ મોટું સમાધાન મળવાથી સુકૂન અને રાહત મળી શકે છે.
તુલા(ર.ત.): પારિવારિક લોકો સાથે કોઇ ધાર્મિક સ્થળે જવાનો પ્રોગ્રામ બનશે. પ્રોફેશનલ સ્ટડી માટે કોશિશ કરી રહેલાં વિદ્યાર્થીઓને સફળતા મળશે.
વૃશ્ચિક(ન.ય.): લાંબા સમયથી ચાલી રહેલી ચિંતા અને તણાવથી આજે રાહત મળશે. તમારા વ્યક્તિગત કાર્યો ઉપર વધારે ધ્યાન આપો.
ધન(ભ,ધ,ફ,ઢ): ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં વિશેષ રસ વધશે. આજે તમે તમારા અટવાયેલાં કામને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં પણ સફળ રહેશો.
મકર(ખ.જ.): જાે વાહન ખરીદવાની યોજના બની રહી છે તો આજે થોડા દિવસો માટે ટાળી દો. પરિવારમાં થોડા સમયથી ચાલી રહેલી અવ્યવસ્થાને દૂર કરવા માટે આજે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવશો અને સફળ પણ થશો.
કુંભ(ગ,સ,શ,ષ): તમે સારી રીતે તમારા કાર્યોને અંજામ આપી શકશો. તમારી ગુપ્ત પ્રતિભાઓને સમજાે અને તેને યોગ્ય દિશામાં લગાવો.
મીન(દ,ચ,ઝ,થ): આજનો દિવસ પરિવાર સાથે હર્ષોલ્લાસમાં પસાર થશે. તમે આકરી મહેનત અને પરિશ્રમથી તે બધું જ પ્રાપ્ત કરી શકો છો જેની તમને ઇચ્છા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.