આપની આજ 25-01-2021 નું રાશી ભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ(અ,લ,ઈ): તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે.
વૃષભ(બ,વ,ઉ): છેલ્લાં થોડા સમયથી જે કાર્યોમાં વિઘ્નો આવી રહ્યા હતાં આજે તે ખૂબ જ સહજ અને સરળ રીતે ઉકેલાઇ જશે. નજીકના સંબંધીઓ સાથે મનોરંજનના પ્રોગ્રામ બનશે.
મિથુન(ક.છ.ઘ): કોઇ ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પોઝિટિવિટી લાવશે. તમારી સંતુલિત દિનચર્યાના કારણે મોટાભાગના કામ સમયે પૂર્ણ થતા જશે.
કર્ક(ડ,હ): આજે મોટાભાગનું કામ તમારી ઇચ્છા પ્રમાણે પૂર્ણ થઇ જશે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓથી બોધપાઠ લઇને તમે તમારી કાર્યને લગતી યોજનામાં પરિવર્તન લાવશો.
સિંહ(મ,ટ): કોઇ ધાર્મિક સંસ્થા સાથે જાેડાવવું તથા સહયોગ આપવો તમને આત્મિક સુખ આપશે. સમાજમાં પણ માન-પ્રતિષ્ઠા વધશે. યુવા વર્ગ પોતાની મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પ્રાપ્ત કરવામાં સફળ રહેશે.
કન્યા(પ,ઠ,ણ): તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવા માટે પહેલા તેના અંગે સંપૂર્ણ રૂપરેખા બનાવો. સફળતા નિશ્ચિત જ તમને મળશે.
તુલા(ર.ત.): આજે તમે ઘરને લગતા કાર્યો તથા ખરીદદારીમાં વધારે સમય પસાર કરવાની કોશિશ કરો. ઘરનો કોઇ વિવાદિત મામલો પણ વડીલોની મદદથી ઉકેલાઇ શકે છે.
વૃશ્ચિક(ન.ય.): આજે કોઇ નજીકના સંબંધીને ત્યાં ધાર્મિક સમારોહમાં જવાનો અવસર મળી શકે છે. ઘણાં સમય પછી લોકો સાથે હરવા-ફરવાનું વધારે થવાથી આનંદ મળી શકે છે.
ધન(ભ,ધ,ફ,ઢ): ઘરની વ્યવસ્થાને વધારે સારી બનાવવાને લગતી થોડી યોજના બનશે. કામનો ભાર હોવા છતાંય તમે તમારા રસના કાર્યો માટે પણ સમય કાઢી લેશો.
મકર(ખ.જ.): ઘરના કોઇ વડીલ વ્યક્તિ સાથે કોઇ મૂલ્યવાન ભેટ આશીર્વાદ તરીકે પ્રાપ્ત થશે. તેમના અનુભવોનું અનુસરણ કરવું તમારા વ્યક્તિત્વમાં પણ નિખાર લાવશે.
કુંભ(ગ,સ,શ,ષ): કોઇ વિવિધ કાર્યને પૂર્ણ કરવામાં તમારી મહેનત સફળ રહેશે. ભાગ્યની અપેક્ષાએ કર્મ ઉપર વિશ્વાસ રાખશો તો તમે સફળ રહેશો.
મીન(દ,ચ,ઝ,થ): આજે દિનચર્યાથી અલગ થોડા રસના કાર્યોમાં સમય પસાર કરો. કોઇ સમાજસેવી કે ધાર્મિક સંસ્થા સાથે વિશેષ કાર્યોમા તમારું યોગદાન પણ રહેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.