આપની આજ 13-12-2020નું રાશી ભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ(અ,લ,ઈ): લોકોની ચિંતા ન કરીને તમારી યોગ્યતા પ્રમાણે કાર્યો ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. તમને કોઇ સફળતા પ્રાપ્ત થશે. સામાજિક સીમા વધશે તથા અટવાયેલું પેમેન્ટ આવવાથી રાહત અનુભવ થશે.
વૃષભ(બ,વ,ઉ): થોડા વિશેષ કાર્યને લગતી યોજના આજે શરૂ થશે. ઘરની દેખરેખને લગતાં કાર્યોમાં પણ સમય પસાર થશે. અન્યના દુઃખ અને તકલીફમાં તેમની મદદ કરવી.
મિથુન(ક.છ.ઘ): આજે તમે તમારા કાર્યને જેટલી વધારે મહેનતથી કરશો, તેટલું જ યોગ્ય પરિણામ તમને પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાની કોઇ દુવિધાને દૂર થવાથી રાહત અનુભવ કરશે. ભવિષ્યને લગતાં ર્નિણયો લેવા માટે તેમની અંદર આત્મવિશ્વાસ અને હિંમત વધશે.
કર્ક(ડ,હ): પરિસ્થિતિઓ તમારા પક્ષમાં છે. માત્ર કોઇપણ ર્નિણય લેતાં પહેલાં તેના અંગે યોગ્ય ચર્ચા-વિચારણાં કરવાની જરૂરિયાત છે. ધાર્મિક અને અધ્યાત્મિક ક્ષેત્રમાં પણ તમારી આસ્થા વધશે.
સિંહ(મ,ટ): સંતોષજનક સમય ચાલી રહ્યો છે. ઉતાવળની જગ્યાએ શાંતિથી કામ પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. તમારી કાર્યક્ષમતા અને યોગ્ય ઉપર વિશ્વાસ રાખો. થોડા રાજનૈતિક લોકો સાથે મુલાકાત શ્રેષ્ઠ સાબિત થશે.
કન્યા(પ,ઠ,ણ): આજે ઘરને યોગ્ય જાળવી રાખવામાં તમારો વિશેષ રસ રહેશે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓ તમારા પોઝિટિવ દૃષ્ટિકોણ અને સંતુલિત વિચારથી ઉકેલાઇ જશે. મિત્ર કે સંબંધીની ખોટી સલાહ તમારા માટે પરેશાનીનું કારણ બનશે. તમારા ર્નિણયને જ સર્વોપરિ રાખો.
તુલા(ર.ત.): આજે દૃઢ ર્નિણય લઇને તમે તમારા દરેક કામમાં ધ્યાન આપશો. આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારી સફળતા લઇને આવી રહ્યો છે. આજે રચનાત્મક તથા મન પ્રમાણે ગતિવિધિઓમાં પણ તમે વ્યસ્ત રહેશો.
વૃશ્ચિક(ન.ય.): છિેલ્લાં થોડા દિવસોથી ચાલી રહેલી વ્યસ્ત દિનચર્યાથી સુકૂન મેળવવા માટે રસના કાર્યોમાં તમારો સમય પસાર કરો. આજે તમારું કોઇ અટવાયેલું પેમેન્ટ કે ઉધાર આપેલાં રૂપિયા પાછા આવવાની સંભાવના છે.
ધન(ભ,ધ,ફ,ઢ): આજે દિનચર્યામાં થોડો ફેરફાર આવશે. તેનો સ્વીકાર કરો. આ ફેરફાર તમારા માટે પોઝિટિવ રહેશે. મહિલાઓ માટે આજનો દિવસ વિશેષ રીતે શુભ રહેશે. તમારી ક્ષમતાઓ અને પ્રતિભાઓ તમને લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરશે.
મકર(ખ.જ.): તમારો પોઝિટિવ દૃષ્ટિકોણ તમારા માટે પ્રતિષ્ઠાવર્ધક રહેશે. કોઇ સમારોહમાં જવાનું આમંત્રણ મળી શકે છે. કોઇ અટવાયેલાં મહત્ત્વપૂર્ણ કામ પણ કોઇ અનુભવી વ્યક્તિની મદદથી ઉકેલાઇ જશે.
કુંભ(ગ,સ,શ,ષ): રાજનૈતિક અને સામાજિક કાર્યો પ્રત્યે તમારો રસ વધશે. આ રાજનૈતિક સંપર્ક તમારા માટે થોડા અવસર લાવશે. ઘરમાં પણ સંબંધીઓનું આગમન થશે. સંપત્તિને લગતાં કોઇ મુદ્દે વિચાર થશે.
મીન(દ,ચ,ઝ,થ): સંબંધીઓમાં કોઇ લગ્નને લગતા સમારોહમાં લોકો સાથે મુલાકાત સુખ પ્રદાન કરશે. અનુભવી વ્યક્તિના સાનિધ્યમાં તમને થોડી પોઝિટિવ વાતો શીખવા મળશે. આ સમયે ઘરનું વાતાવરણ ખૂબ જ અનુશાસિત અને સંયમિત જાળવી રાખવું જરૂરી છે. તમારા કામને ઘરના અન્ય સભ્યો સાથે વહેંચો. તેનાથી તમે તમારા કામને ખૂબ જ વધારે સરળતાથી પૂર્ણ કરી શકશો.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.