આપની આજ 12-10-2020નું રાશી ભવિષ્ય
મેષ : આ સપ્તાહ દરમિયાન મળેલી તકને ઝડપી લેજાે. માનસિક ચિંતા હળવી બને. અંગત સમસ્યા હલ કરી શકશો. નાણાંકીય રીતે થોડી મુશ્કેલી સર્જાય. ખોટા રોકાણો ન કરવા હિતાવહ. જમીન-મકાનની ખરીદી થઇ શકે. કાર્યસફળતા માટે કૌટુંબિકકલહ અને વિસંવાદીતતાના પ્રસંગો ટાળજાે. કુનેહથી કામ લેવું હિતાવહ. આરોગ્ય જાળવવું.
વૃષભ : આ સપ્તાહ દરમિયાન આપને કારણવિનાની બેચેની અને અશાંતિમાંથી દિવસો પસાર કરવા પડે. ઉશ્કેરાટ અને આવેશાત્મક વલણ છોડજાે. ધીરજ રાખી શાંતિથી કામ લેવું. ધંધાકીય ક્ષેત્રે પ્રતિકૂળતા જણાય. આવક કરતા ખર્ચ વધી ન જાય તેની તકેદારી રાખવી. નોકરીયાત વર્ગને પણ શાંતિથી રૂટીન કાર્ય કરવું. જાેખમો ન લેવા હિતાવહ. દામ્પત્ય જીવનમાં મતભેદો રહ્યા કરે. આરોગ્ય જાળવવું હિતાવહ.
મિથુન : આ સમય દરમિયાન માનસિક તંગદિલી અનુભવાય. નાના-મોટા અંતરાયો અને સંઘર્ષોનો સામનો કરવો પડે. ધીરજ રાખવી, સ્વસ્થતા ટકાવી રાખવી. ધંધા-વ્યવસાયના કાર્યમાં વધુ પરિશ્રમે સફળતા મળે. નાણાંકીય તંગદિલી અનુભવાય. ખર્ચ પર કાબુ રાખવો. સંતાનો અંગેની ચિંતા સતાવે.
કર્ક : આ સપ્તાહ દરમિયાન આપની આશા અને ઉમંગ વધે. સારી તકો મળે. તક ઝડપી લેવાથી ફાયદો થાય. નોકરીયાતને તેમના પ્તયત્નોનું ફળ મળે. ઉપરી અધિકારી વર્ગથી લાભ થાય. ધંધા-વ્યવસાય અંગેના વિકાસ માટે શુભ સમય. દામ્પત્યજીવનનું વાતાવરણ આનંદમય રહે. સ્નેહિ-સ્વજનોથી લાભ થાય. મહત્વની મુલાકાત ફળદાયી બને.
સિંહ : આ સપ્તાહ તમને મિશ્રફળદાયી રહે.મૂડિ રોકાણ કરવામાં સાવધાન રહેજાે. ખોટા સાહસ ન કરવા હિતાવહ. ખર્ચા વધે, ધંધા-રોજગાર તેમજ નોકરીમાં આ સમય મિશ્રફળ આપનારું રહે. કોર્ટ-કચેરીને લગતી બાબતોના પ્રશ્નો ઉકેલાય. મકાન-વાહન અંગે સમય હજુ પ્રતિકૂળ છે. વધુ પ્રયત્નો કરવાથી કામ પાર પડે. દામ્પત્ય જીવનમાં સર્જાયેલા મતભેદો દૂર થાય.
કન્યા : આ સમય દરમિયાન આપને મનની મુંઝવણ દૂર થાય માટે તમારે પ્રયત્નો વધારવા જરૂરી. નાની-મોટી અડચણો પાર કરી શકશો. આર્થિક મુશ્કેલીઓનો ઉકેલ મળે. લાભની તક ઝડપી લેવી. આવક વધે, જમીન-મકાન-વાહન વગેરેની ખરીદી માટે સાનુકૂળ સમય છે. ધંધા-વ્યવસાયમાં આગળ વધી શકાય. સ્નેહિ-સ્વજનથી મિલન-મુલાકાત થાય.
તુલા : આ સપ્તાહ દરમિયાન તમારા અંગત પ્રશ્નોનો ઉકેલ મળે. કૌટુંબિક સમસ્યાઓ હલ થાય. ભાઇ-ભાડું અને સગા-સંબંધિઓની મદદ મળે. ધંધા-વ્યવસાય માટે આ સમય સાનુકૂળ રહે તેમજ નોકરીયાત વર્ગ માટે બઢતીના યોગ છે. આકસ્મિક પ્રવાસ-યાત્રા થાય. ગૃહજીવનમાં તકેદારી રાખવી હિતાવહ. પ્રિયજનની તબિયત બગડતા ચિંતા રહે. વડીલોનો સાથ-સહકાર મળે.
વૃશ્ચિક : આ સપ્તાહ દરમિયાન માનસિક અસ્વસ્થતા અને તંગદિલી રહે. તમારા ધાર્યા કાર્યમાં સફળતા ન મળે. ધીરજ રાખવી હિતાવહ. વેપાર-ધંધાના ક્ષેત્રે પરિસ્થિતિ યથાવત રહે. જેથી ખર્ચ પર કાબુ રાખવો હિતાવહ. વિરોધીઓથી સાવધ રહેવું, કુટુંબ માટે ભોગ આપવો પડે. તેમજ ભાતૃવર્ગથી મતભેદ રહે. પત્નીનો સહકાર મળે. સંતાનથી લાભ થાય. ધીમે-ધીમે પરિસ્થિતિ સુધરે.
ધન : આ સમય દરમિયાન અવિચારી કે ઉતાવળીયા નિર્ણયો ન લેવા હિતાવહ. નાણાંકીય મુશ્કેલીઓનો ઉકેલમળે. વ્યવસાયમાં સાનુકૂળતા રહે. અંતરાયો દૂર થાય. મિત્રો, સ્નેહિજનો સાથેનો વિવાદ ટાળવો. દામ્પત્ય જીવનમાં ગેર સમજાે ન વધે તેની તકેદારી રાખવી. શારરીક તંદુરસ્તી જાળવવી તેમજ વડીલોની તબિયત સંભાળવી જરૂરી બને.
મકર : આ સપ્તાહ દરમિયાન તમારા વણ ઉકેલ્યા પ્રશ્નોનો ઉકેલ મળે. નવિન તકો પ્રાપ્ત થાય. વેપાર-ધંધા ક્ષેત્રે વિકાસ થાય. નાણાંકીય સારોએવો લાભ મળે સાથે-સાથે ખર્ચનો પ્રશ્ન બને. નોકરીયાત વર્ગ માટે સારો સમય છે. ગૃહજીવન આનંદદાયી રહે.
કુંભ : આ સમય દરમિયાન અગત્યના કામકાજાે કરવામાં વિલંબ થાય. માનસિક ચંતિ રહે સાથે-સાથે તેનો ઉકેલ પણ મળે. સ્નેહિથી મિલન-મુલાકાત થાય. આપની જરૂરીયાત મુજબ પૂરતા નાણા માટે સાનુકૂળ સમય કોર્ટ-કચેરીના કાર્યોનું પરીણામ તમારી ફેવરમાં આવે, પ્રવાસ-પર્યટન થાય.
મીન : આ સપ્તાહ દરમિયાન માનસિક અસ્વસ્થતા અથવા તો કારણ વિનાની અશાંતિનો અનુભવ થાય તેથી મનને શાંત રાખવા પ્રયત્નો કરવા. ખોટા વિચારો ન કરવા હિતાવહ. નાણાંકીય સ્થિતિ મધ્યમ રહે. ધંધા-વ્યાપાર ક્ષેત્રે આગળ વધવાની તક મળે. આકસ્મિક લાભ થાય. નોકરીયાત વર્ગની સ્થિતિ યથાવત રહે. જીવનસાથીનો સહકાર મળે.