આપની આજ 05-02-2021 નું રાશી ભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ(અ,લ,ઈ): ઘરના વડીલો સાથે થોડો સમય પસાર કરો. તેમનો આશીર્વાદ અને સહયોગ તમારા માટે ભાગ્યોદયકારક સાબિત થશે.
વૃષભ(બ,વ,ઉ): આજે કામની જગ્યાએ પોતાના વ્યક્તિગત તથા રસને લગતી ગતિવિધિઓમાં સમય પસાર કરો. આવું કરવાથી તમારી અંદર ફરી નવી ઊર્જાનો સંચાર થશે તથા રોજિંદાના થાકમાંથી પણ રાહત મળશે.
મિથુન(ક.છ.ઘ): માનસિક સુકૂન માટે કોઇ ધાર્મિક સ્થળમાં થોડો સમય પસાર કરો. બાળકોના કરિયરને લગતી કોઇ સમસ્યાનો ઉકેલ મળવાથી તણાવ દૂર થશે.
કર્ક(ડ,હ): અન્ય ઉપર ર્નિભર રહેવાની જગ્યાએ પોતાની ક્ષમતા અને યોગ્યતા ઉપર વિશ્વાસ કરો. તમારી અનેક પરેશાનીઓનો ઉકેલ તમે જાતે જ શોધી લેસો.
સિંહ(મ,ટ): આજે તમારા જીવનમાં કોઇ અજીબ ઘટના બની શકે છે. જેનો પોઝિટિવ પ્રભાવ તમારા વ્યક્તિત્વ ઉપર પડશે. તમારા સંબંધોમાં ગાઢ બનશે.
કન્યા(પ,ઠ,ણ): તમારું ભાગ્યની જગ્યાએ કર્મ ઉપર વધારે વિશ્વાસ કરવું તમને વધારે પોઝિટિવ બનાવી શકે છે. આ સમય શુભદાયક ગ્રહ સ્થિતિઓ બની રહી છે.
તુલા(ર.ત.): આજે ગ્રહ સ્થિતિ થોડી લાભદાયક પરિસ્થિતિઓનું નિર્માણ કરી રહી છે. એટલે સમયનો ભરપૂર સહયોગ કરી લો. કોઇ જૂની સમસ્યાનો ઉકેલ મળવાથી ખૂબ જ વધારે સુકૂન અનુભવ કરશો.
વૃશ્ચિક(ન.ય.): આજે કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. આ સમયે મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓ ઉપર તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો.
ધન(ભ,ધ,ફ,ઢ): આજનો દિવસ પારિવારિક તથા આર્થિક બંને દૃષ્ટિએ શુભ ફળદાયક રહેશે. થોડો સમય પોતાના માટે પણ કાઢો. આત્મ ચિંતન કરવાથી તમને ખૂબ જ વધારે માનિસક શાંતિનો અનુભવ થશે.
મકર(ખ.જ.): આજકાલ તમે જીવનના પોઝિટિવ દૃષ્ટિકોણને સમજવાની કોશિશ કરી રહ્યા છો, જે એક સારી સફળતા છે. આજે કોઇ અધ્યાત્મિક ગતિવિધિમાં તમારો વિશેષ રસ રહેશે અને તેમાં સમય પણ પસાર થશે.
કુંભ(ગ,સ,શ,ષ): કોઇ પારિવારિક વાદ-વિવાદ આજે પૂર્ણ થવાથી ઘરમાં સુકૂન અને શાંતિનું વાતાવરણ રહેશે. જેનાથી તમે તમારી વ્યક્તિગત ગતિવિધિઓ ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરી શકશો.
મીન(દ,ચ,ઝ,થ): સામાજિક અને રાજનૈતિક ક્ષેત્રમાં તમારું વર્ચસ્વ વધશે. તમે ઊર્જા અને આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. કોઇપણ મુશ્કેલ કામને પોતાના પરિશ્રમ દ્વારા ઉકેલવાની ક્ષમતા રાખશો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.