આપની આજ ૦૭-૧૦-૨૦૨૦નું રાશીભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ : આ સપ્તાહ દરમ્યાન સંબંધો મજબુત બનતા અનુભવાય. નાણાંકીય રોકાણનું શુભ ફળ પ્રાપ્ત કરી શકશો. કોઇ વિશિષ્ટ મૂલ્યવાન વસ્તુની ખરીદી થાય અથવા પ્રાપ્તિ થાય, આર્થિક ક્ષેત્રે મિશ્ર ફળદાયી સમય છે. તેમ છતાં તમને મહેનતના પ્રમાણમાં સારોએવો નાણાંકીય લાભ મળી રહે, અગત્યના કાર્યમાં વિલંબ બાદ સફળતા મળે પરંતુ મિલન-મુલાકાતમાં અણધારી સફળતા મેળવશો. આ સમય દરમિયાન વ્યર્થ જીદ ટાળવી હિતાવહ.

વૃષભ : આ સપ્તાહ દરમિયાન તમે તેમારી પ્રવૃત્તિઓમાં આગળ વધી શકશો. દ્રઢ મનોબળ અને મક્કમતાથી મળતા ઉત્સાહ વધે. આ સમય દરમિયાન કોઇપણ પ્રકારના સાહસમાં નાણાં ન રોકવા હિતાવહ. નુક્શાની અને વ્યયના યોગ છે. શેર-સટ્ટાથી દૂર રહેવું, નોકરીમાં સફળતા મળે. જીવનસાથી સાથે લાગણીનું ઘર્ષણ થાય. પરંતુ મનને શાંત રાખવા કોશિષ કરવી અને ધીરજથી કામ લેવું. અકસ્માતથી સાચવવું, તબિયત એકંદરે સારી રહે.

મિથુન : ભૌતિક કાર્યમાં મિશ્ર પરીણામો પ્રાપ્ત કરી શકશો. મનમાં ચંચળતા રહશે તેથી અગત્યના કાર્યોમાં નહીંવત સફળતા મળે તેવો સંભવ છે. જામીનગીરી જેવા કાર્યોથી દૂર રહેવું. વાણી ઘર્ષણ ટાળવો, નાણાંનો લાભ રોકી શકવામાં નિષ્ફળ રહે. પારિવારીક સુખમાં ઓટ આવેલી અનુભવાય. અલબત્ત જીવનસાથી તરફથી વિશેષ લાગણી પ્રાપ્ત કરી શકશો. ખોવાયેલી વસ્તુ અચાનક મળી જવા સંભવ છે.

કર્ક : આ સપ્તાહ દરમિયાન કોર્ટ-કચેરીને લગતા કાર્યોમાં વ્યસ્ત રહેવાય. સફળતા માટે મહેનત વધારવી અનિવાર્ય છે, ધીરજપૂર્વક કાર્ય કરવો હિતાવહ. આવક-જાવકનું પાસુુ આ સમય દરમિયાન સરભર રહે. સાસરાપક્ષ તરફથી નાનો લાભ મળે. ભાઇ-બહેનના કાર્યમાં સફળતા મળે. આધ્યાત્મિક ક્ષેત્રે આ સમય દરમિયાન અભિરૂચી વધે.

સિંહ : આ સમય દરમિયાન પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ રાખવો જરૂરી બને અન્યથા નુક્શાની ભોગવવી પડે. પારિવારીક સુરક્ષા માટે જાગ્રુતિ કેળવવી હિતાવહ છે. વિરોધી વર્ગ પ્રબળ બને. કાર્યબોજમાં વધારો થાય, આર્થિક સમસ્યા હળવી બને પરંતુ નાણાંકીય રોકાણ ટાળવું હિતાવહ. પ્રવાસ-મુસાફરીના યોગ નકારી શકાય નહીં. જૂના રોકાયેલા નાણાં છૂટા થાય. માનસિક તનાવમાંથી સપ્તાહના અંતે મૂક્ત થઇ શકશો.

કન્યા : આ સમય દરમિયાન નોકરીયાત વર્ગને અધિકારી વર્ગ સાથે વાદ-વિવાદ થાય. ધંધાદારી વર્ગને સમસ્યા રહે. રચનાત્મક કાર્યમાં પ્રગત્તિ થાય.જીવનસાથી સાથે મતભેદ રહે. નવિન ઓળખાણ લાભદાયી નીવડે. પારિવારીક કાર્યમાં વ્યસ્ત રહેવાય. સ્વજનથી મનદુઃખ રહે. ધાર્મિક કાર્યમાં ધન વપરાય.
તુલા : આ સપ્તાહ દરમિયાન વિરોધી વર્ગથી સાવધ રહેવું. વિશ્વાસે વહાણ ન ચલાવવું હિતાવહ. વાણી સંયમ જાળવવું અને કાર્યક્ષેત્રમાં રહેવું. જમીન-જાયદાદને લગતા કાર્યમાં સફળતા મળતી જણાય. જીવનસાથી સાથે સમસ્યા ટળી શકશે.

વૃશ્ચિક : આ સપ્તાહ દરમિયાન વ્યવસાયિક લાભના પ્રયાસોમાં સફળતા મેળવી શકશો. જીવનસાથીના આરોગ્ય અંગે સાવચેતી રાખવી. મનમાં પ્રસન્નતા રહે. નાણાંકીય સંજાેગો સુધરતા જણાય. ધીરજપૂર્વક કાર્ય કરતા રહેવાથી સફળતા મેળવી શકશો. સંતાન સંબંધી કાર્યમાં સફળતા મેળવી શકશો. વ્યર્થ પરેશાનીમાંથી મૂક્તિ મળે. આત્મવિશ્વાસમાં વધારો થાય. મિત્ર-વર્તુળની મદદ મળે.

ધન : આર્થિક ક્ષેત્રે પ્રગતિકારક સમય છે. મનની મનોકામના સિધ્ધ થાય. જૂના સંબંધો લાભ આપી જાય. કોઇ ગેરસમજના ભોગ ન બની જવાય તેની તકેદારી રાખજાે. કોઇ સંકટ દૂર થાય. નવા કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. સંતાન વર્ગ અંગે ચિંતા રહે. સામાજિક માન-પ્રતિષ્ઠામાં વધારો થાય. જીવનસાથી કે વડીલવર્ગના આરોગ્ય અંગે ચિંતા રહે. અનિચ્છનીય યાત્રા-મુસાફરી કરવી પડે.
મકર : આ સપ્તાહ દરમિયાન પારિવારીક કાર્યમાં બોજાે ઘટે. મનમાં પ્રફુલિતતા રહે. વડીલવર્ગની સાહસિક કાર્યમાં મદદ મેળવી શકશો. નવિન યોજનાના આયોજનમાં સ્નેહિજનોની મદદ મળે. જીવનસાથી તરફથી અગત્યના કાર્યોમાં સહયોગ પ્રાપ્ત કરી શકશો. સામાજિક ક્ષેત્રે કાર્યમાં પ્રબળતા રહે. મોસાળ પક્ષ તરફથી અનેરો લાભ થાય. નાણાંકિય પરિસ્થિતિમાં ધરખમ સુધારો થતો જાેવા મળે. આનંદ-પ્રમોદમાં વિશેષ લાભ રહે.

કુંભ : આ સપ્તાહ દરમિયાન મહત્વની બાબતો અંગે માનસિક ટેન્શન જણાય. આમ, વિશ્વાસ ડગી જાય મનની મુરાદ બર ન આવે. જાે કે, જીવનસાથી તરફથી ભરપૂર સહયોગ પ્રાપ્ત કરી શકશો. પારિવારીક કાર્યમાં અતિ વ્યસ્ત રહેવાય. અપયશના ભાગીદાર ન બનાય તેની સાવચેતી રાખશો. યાત્રા-પ્રવાસ દરમિયાન હાનિનો સંભવ છે જેથી બને તેટલી સાવચેતી રાખવી અન્યથા તેના ગંભીર પરીણામો ભોગવવા પડે.

મીન : આ સમય દરમિયાન મકાન-વાહન સંબંધિત ચિંતા દૂર થાય. સંપત્તિને લગતી સમસ્યાનો ઉકેલ મળે. પારિવારીક જવાબદારીમાં વધારો થતો જાેવા મળે. તમારી અપેક્ષા પ્રમાણે આર્થિક લાભ મેળવી શકશો. નવા રોકાણ, નવા સાહસ, નવા કાર્યના પ્રારંભ કરવા માટે સાનુકૂળ સમય છે. ધાર્મિક કાર્યમાં મન પરોવાય. વિરોધીવર્ગ પ્રબળ બને પરંતુ તેને ધારી સફળતા ન મળે. અનૈતિક કાર્યો તરફથી મન ખેંચાય પરંતુ એ પ્રકારના કાર્યોમાં સફળતા નહિંવત મળે તેથી ટાળવા હિતાવહ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.