આપની આજ 06-04-2021 નું રાશી ભવિષ્ય

રાશિ ભવિષ્ય
રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.) :-કુટુંબના સદસ્યો તરફ વિશેષ ધ્યાન આપવું. સાહિત્યિક કાર્યક્રમોમાં ભાગ લેશો. નવીન કાર્યો કરવાનો અવસર પણ આવશે.
વૃષભ (બ.વ.ઉ.) :- પ્રબળ આત્મવિશ્ચાસ અને દૃઢ નિશ્ચયથી મુશ્કેલ કાર્યોનો પણ ઉકેલ આવશે. માતૃપક્ષથી સંબંધિત વ્યક્તિઓથી સહયોગ પ્રાપ્ત થવાની શક્યતા છે.
મિથુન (ક.છ.ઘ.) :- વ્યસ્તતા રહેશે. જીવનમાં તનાવ વધશે. પરિચિત વ્યક્તિનો સહયોગ મળવાની સંભાવના છે.
કર્ક (ડ.હ.) :- તમારી બુદ્ધિ અને તર્કથી કાર્યમાં સફળતા મળવાની સંભાવના છે. આધ્યાત્મિક પ્રવૃત્તિને કારણે મનમાં શાંતિ રહેશે.
સિંહ (મ.ટ.) :- આળસથી બચવું તથા કાર્યો સમય પર કરવાનો પ્રયત્ન કરો. સંતાન તરફથી પ્રસન્નતા રહેશે.
કન્યા (પ.ઠ.ણ.) :- નવા આર્થિક સાધનો પર કાર્ય થશે. વ્યાપારમાં મુશ્કેલીનો યોગ. ધાર્મિક યાત્રાનો યોગ, વ્યાપારમાં ભાગ્યવર્ધક સફળતા પ્રાપ્તિનો યોગ.
તુલા (ર.ત.) :- શત્રુ તમારી છબીને ધૂમિલ કરવાનો પ્રયત્ન કરી શકે છે, જેથી સાવચેત રહેવું.
વૃશ્ચિક (ન.ય.) :- કૌટુંબિક સમસ્યાઓ કુશળતાથી નીપટાવવી. કર્મક્ષેત્ર વિશિષ્ટ કાર્યોને પૂર્ણ કરવા માટે વિશેષ યાત્રાનો યોગ.
ધન (ભ.ધ.ફ.ઢ.) :- ધન વ્યયનો યોગ. ઐતિહાસિક કાર્યોમાં ધન વ્યયનો યોગ. જૂની વસ્તુઓ પ્રત્યે રુચિ જાગૃત થશે.
મકર (ખ.જ.) :- આવકના સ્ત્રોતોથી વિશિષ્ટ લાભ પ્રાપ્તિનો યોગ. ભાગીદારીથી વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ.
કુંભ (ગ.શ.સ.) :- સામાજિક ક્ષેત્રના પ્રકરણ સમાપ્ત થશે. વિવાદિત કાર્યોને પૂર્ણ કરવા માટેનો ઉત્તમ સમય.
મીન (દ.ચ.ઝ.) :- શિક્ષા સબંધી ઉપલબ્ધિદાયક યોગ. પ્રતિસ્પર્ધાના પરીક્ષાર્થીઓ માટે ચયન પરીક્ષાઓમાં ઉત્તમ અવસર.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.