મહેસાણામાં એક સગીરા સાથે તેના જ પિતાએ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની હતી. કોર્ટે પોક્સો એક્ટ હેઠલ દુષ્કર્મી પિતાને આજીવન કારાવાસની સજા ફટકારી છે. મહેસાણા તાલુકાની એક કોલેજમાં ઉત્તર પ્રદેશનો ભવાનીપ્રસાદ રાજારામ પરિવાર સાથે રહેતો હતો અને કોલેજના બગીચાની જાળવણીનું કામકાજ કરતો હતો. ભવાનીપ્રસાદ સાથે તેનો દીકરો અને 17 વર્ષની દીકરી કોલેજે આપેલી ઓરડીમાં રહેતા હતા. એક વર્ષ પૂર્વે અચાનક સગીરાને પેટમાં દુ:ખાવો થતો હોઇ તેનો ભાઈ અને સંબંધી તેને લાંઘણજ સરકારી દવાખાને લઈ ગયા હતા. જ્યાં તપાસ દરમિયાન તે ગર્ભવતી હોવાનું નિદાન થયું હતું. 17 વર્ષની બહેન ગર્ભવતી હોવાનું જાણી ચોંકી ગયેલા ભાઇએ તેની બહેનને પૂછતાં સગા પિતાએ 19 માર્ચ 2023ના રોજ ઓરડીમાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને આ વાતની કોઈને જાણ કરશે તો માતાને મારી નાખશેની ધમકી આપી હતી હોવાનું જણાવ્યું હતું. પિતા-પુત્રીના પવિત્ર સંબંધોને લજવનારા પિતા ભવાનીપ્રસાદ સામે લાંઘણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

- June 8, 2025
0
371
Less than a minute
You can share this post!
editor