ખેડૂતોએ ઊંઝા એપીએમસીના સેક્રેટરીને કરી રજૂઆત; રાજસ્થાન બોર્ડરથી ગુજરાતમાં જીરુ વરિયાળી સહિત ખેતીનો માલ ભરી આવતા ખેડૂતોને કાયદાનો ઉપયોગ કરી માર્ગમાં આરટીઓ તેમજ પોલીસ સહિત ચલણ કરીને હેરાન પરેશાન કરવા કરતા ખેડૂતો અને ગાડી માલિકો ભેગા થઇ ઊંઝા એપીએમએસીના સેક્રેટરી ઉજાસ આચાર્ય અને વહીવટદારને લેખિત રજૂઆત કરી છે.
લેખિત રજૂઆતમાં જણાવાયુ છે કે રાજસ્થાનમાં અલગ અલગ જગ્યાએથી જીરુ વરિયાળી ઇસબગૂલ જેવા ખેતીના પાકોના માલ વેચાણ સારું ગુજરાતમાં ઊંઝા માર્કેટ ખાતે આવે છે. દરમિયાન રાજસ્થાનમાંથી ગુજરાત આવતા ખીમાણા ટોલટેક્સ, પાલનપુર, જગાણાં અને સિદ્ધપુર બ્રાહ્મણવાડા જેવી અલગ અલગ જગ્યાએ પોલીસ અને આરટીઓના અધિકારીઓ દ્વારા ભરેલ માલ અને ખાલી માલ પછીની ગાડીઓના પાસિંગ જોઈ ઊભી રખાવી કાયદાના નામે ખોટા ચલણ લગાવી ખેડુત ભાઈઓ અને ગાડી માલિકોને હેરાન પરેશાન કરી રહ્યા છે.
ગત તા.10 એપ્રિલ 2025 ના રોજ ખેતીનો માલ ભરીને આવતા હતા. ત્યારે અમે દશ પંદર ગાડીઓ સાથે આવી રહ્યા હતા તે દરમિયાન વિવિધ જગ્યાએ એક હજારથી લઈ રૂ.તેર હજાર સુધીના ચાર્જ વસૂલી રહ્યા છે. આથી અમે રાજસ્થાન થી ગુજરાત માલ વેચવા ખેડુત ભાઈઓ અને ગાડી માલિકો તરફથી રસ્તાઓ ઉપર આવતા દરમિયાન ખોટા ચલણ કરીને કરવામાં આવતી પૈસા વસૂલાતનને રોકવા માંગ છે. વધુમાં જણાવ્યું હતું કે ગાડી રોકીએ નહીં તો ગાડીને છુટા દંડા મારે અથવા ગાડીનો પીછો કરે છે. સેક્રેટરી ઉજાસ આચાર્ય અને વહીવટદારને લેખિત રજૂઆત કરવામાં આવી છે.