નડાબેટ ઈન્ડો-પાક બોર્ડર પર રંગ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી

નડાબેટ ઈન્ડો-પાક બોર્ડર પર રંગ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી

નડાબેટ ઈન્ડો-પાક બોર્ડર પર હોળી-ધુળેટી પર્વને હર્ષ અને ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. આ ઉજવણીમાં પ્રવાસીઓ સાથે બી.એસ.એફ.ના જવાનો અને તમામ અધિકારીઓ-કર્મચારીઓએ ભાગ લીધો હતો. વાવ થરાદ જિલ્લામાં આવેલ ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય નડાબેટ બોર્ડર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને તે માટે પરંપરાગત હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો હતો. આસિ. કમાન્ડન્ટ હરી ચરણજીએ હોલિકાનું દહન કરાવ્યું હતુ. જ્યાં ઢોલ-નગારાના નાદ સાથે લોકો નિહાળી શક્યા હતા અને ફોટા પાડવા માટે ખાસ ફોટો બુથની વ્યવસ્થા પણ કરવામાં આવી.

હોળી અને ધુળેટી પર્વની ઉજવણી રંગબેરંગી ગુલાલ, મીઠાઈઓ અને સંગીતના આનંદમય માહોલ સાથે કરવામાં આવી હતી. તહેવાર દરમિયાન પિચકારી, પીણાં અને પાણીની યોગ્ય વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી, જેથી મહેમાનો અને જવાનો પર્વનો આનંદ માણી શકે. આ ભવ્ય ઉજવણી પ્રવાસીઓ માટે એક યાદગાર પળ બની અને નડબેટ બોર્ડર પરની આ પરંપરાગત ઉજવણી લોકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જામી ઉઠ્યો હતો.આ પ્રસંગે બીએસએફ ઓફિસર હરિ ચરણ રાહબા,ઇવેન્ટ એકઝયુકિટિવ દેબાશીશ બની સહીત જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *