કાંકરેજ તાલુકાનું રાનેર ગામ આજે વિકાસના માર્ગે એક પ્રેરણાદાયક ઉદાહરણ તરીકે ઉભર્યું છે. ગામના સરપંચ ચતુરસિંહ જાદવના સક્ષમ નેતૃત્વ હેઠળ ગામના સર્વાંગી વિકાસની દ્રષ્ટિએ પ્રજાલક્ષી દૃષ્ટિકોણ દ્વારા રોડ રસ્તા, સરકારી આવાસ, આરોગ્ય ક્ષેત્રે કામગીરી થતા રાનેર ગામની ઓળખ હવે તાલુકામાં “વિકસિત ગામ” તરીકે થવા લાગી છે.ગામના મુખ્ય વિકાસ કાર્યોમાં પેવર બ્લોક અને રોડ-રસ્તા કામો,ગામના મુખ્ય માર્ગો અને શેરીઓમાં પેવર બ્લોક લગાવવામાં આવ્યા છે, જેના કારણે કાદવ- કીચડમુક્ત સ્વચ્છ રસ્તાઓ મળ્યા છે. જૂના રસ્તાઓનું સમારકામ અને નવા માર્ગોનું નિર્માણ થવાથી આવનજાવન સરળ બની છે.
ગટર લાઇન અને સંરક્ષણ દીવાલો તેમજ સ્વચ્છતા અને સલામતી માટે ગટર નેટવર્ક તથા જરૂરી સ્થળોએ ગાર્ડવોલ બાંધકામથી ગામમાં પાણી ભરાવાની સમસ્યામાં ઘટાડો થયો છે.સરકારની મફત તેમજ ગરીબ આવાસ યોજનાઓ હેઠળ અનેક પરિવારોને પાકા મકાન મળ્યા છે, ત્યારે સ્થાનિક નાગરિકોએ જણાવ્યું કે સરપંચ ચતુરસિંહ જાદવના નેતૃત્વમાં ગામમાં છેલ્લા સમયમાં “રોડ, પાણી અને ગટરની જૂની સમસ્યાઓ ગામ લોકોમાં સંતોષકારક લાગણી જોઈ શકાય છે સરપંચએ ખરા અર્થમાં ગામ માટે નિષ્ઠાપૂર્વક સેવા આપી છે,” એવી ગામજનોની લાગણી છે.

