ડીસા શહેરમાં ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા ઉજવાતા વીજ સલામતી સપ્તાહ અંતર્ગત ડીસા વિભાગીય કચેરી દ્વારા લોક જાગૃતિના ભાગ રૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાહેર જનતાને સ્ટાન્ડર્ડ ગણાતા આઇ એસ આઇ માર્કના વીજ ઉપકરણો વાપરવા, કોઈ વીજ લાઈન કે વીજ ઉપકરણો સાથે ચેડાં કરવા નહીં, સલામતી રાખી વીજ ઉપકરણો વાપરે વગેરે જેવી જરૂરી માહિતી અને માર્ગદર્શન રૂપે રેલીનું આયોજન કરાયું હતું. જેમાં વીજ કંપનીના ઈજનેર સહિત તમામ કર્મચારીઓ હાથમાં સલામત વીજ ઉપકરણો વાપરવા અને વીજ બચાવવાના સૂચનો વાળા સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી હતી. જેમાં આર.એચ.ડામોર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર,જે.કે.ઠકકર ડે.એન્જીનિયર ડીસા શહેર,એચ.પી.પરમાર, એન.બી.શ્રીમાળી તથા દરેક જુનીયર ઈજનેર તથા ડીસા ટાઉન, ડીસા રૂરલ 1 તથા ડીસા રૂરલ 2 સબડિવિઝનના ટેકનિકલ તથા બિલિંગ સ્ટાફ રેલીમાં જોડાયો હતો.

- June 7, 2025
0
99
Less than a minute
You can share this post!
editor