રક્ષાબંધન એ ભાઈ બહેન નો પવિત્ર તહેવાર છે. જેમાં બહેન ભાઈ માટે રાખડી બાંધી તેના લાંબા આયુષ્ય ની કામના કરે છે. આ સંદર્ભે આજરોજ સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ બાલમંદિર, બાલ વાટિકા, ઇંગ્લિશ મીડિયમ, સાળવી પ્રા.શાળાના ધો. ૧ થી ૫ વિભાગ, અને ધો. ૬ થી ૮ વિભાગ ખાતે હર્ષભેર રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં બાળકો ને કુમકુમ તિલક, ચોખા લગાવી રેવડી થી મોં મીઠું કરાવી બહેન દ્વારા ભાઈ ને રાખડી બાંધી રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી હતી. આ સમગ્ર આયોજન સંસ્થાના પ્રમુખ રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ઇંગ્લિશ મિડીયમ નાં આચાર્યા હેતલબેન રાવલ, ધો.૧ થી ૫ નાં આચાર્ય મહેશભાઈ પટેલ, ધો.૬ થી ૮ નાં આચાર્ય રવિન્દ્રભાઈ મેણાત, ઉપાચાર્યાં રંજનબેન પટેલ, બાલમંદિર નાં આચાર્યા દર્શનાબેન મોદી અને સ્ટાફ મિત્રોનાં સહયોગ થી કરવામાં આવ્યું હતું.

