S1:E5 સમાજસેવક અને દિલના નિષ્ણાંત દિલવાળા ડોક્ટર ભરતભાઈ મકવાણા
Q4rXkFdrGEU
"રખેવાળ પ્લસ" ચેનલે ટૂંકા ગાળામાં જ દર્શકોના દિલ જીતી લીધા છે.
એક સપ્તાહની ટૂંકી પ્રસારણ યાત્રામાં જ આ નવી યુટ્યુબ ચેનલ પર સામાજિક,
રાજકીય, ધાર્મિક અને શૈક્ષણિક ક્ષેત્રોના મહારથીઓને સમાજ સમક્ષ રજુ કરવાનો
પ્રયાસ ભારે આવકાર મેળવી રહ્યો છે. રખેવાળ પલ્સ ચેનલના
આજના એપિસોડમાં આજે આપણે મળીશું બનાસકાંઠા જિલ્લામાં તબીબી ક્ષેત્રે જાણીતા
ડીસાના દિલવાળા અને દિલના નિષ્ણાંત તબીબ ડો.ભરતભાઈ મકવાણાને.
તબીબી ક્ષેત્ર ઉપરાંત સામાજિક ક્ષેત્રે પણ પ્રવૃત ભરતભાઈ મકવાણાએ
ડીસા નગરને ગૌરવ અપાવ્યું છે…
મૂળ ડીસાના વતની અને ડીસા નગરને કર્મભૂમિ બનાવી વ્યવસાયિક ક્ષેત્રે પ્રતિષ્ઠા
પામેલા ભરતભાઈ મકવાણા માનવતાવાદી તબીબ તરીકે પણ જાણીતા છે.
સ્વભાવે સરળ એવા ડો.ભરતભાઇ મકવાણાનું રખેવાળ પ્લસમાં સ્વાગત છે.