Rakhewal | 31-08-2020 Headlines

https://youtu.be/KuC79VmisZc
Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal

Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily

ડીસામાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો : રહીશોની હાડમારીઓમાં ભારે વધારો.

ડીસા તાલુકાના શેરપુરાથી રૂપનગર ગામને જોડતો માર્ગ બિસ્માર હાલતમાં : હેરાન પરેશાન ગ્રામજનોની ઉચ્ચ કક્ષાએ રજૂઆત.

જિલ્લામાં સતત બીજા દિવસે પણ ધોધમાર વરસાદ : મેઘરાજા મન મૂકીને વરસતા ઠેર ઠેર પાણી પાણી.

ભીલડીમાં બે ઇંચ કરતા વધુ વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા.

નેનાવા ચેકપોસ્ટ ઉપર વિદેશી દારૂ ભરેલું ડાલું ઝડપાયું : બે આરોપીની અટકાયત, રૂ. ૯,૫૮,૫૪૦ નો મુદ્દામાલ જપ્ત.

બનાસકાંઠા જિલ્લામાં વધુ 5 કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યા : કાંકરેજમાં ૨, ભાભરમાં ૨ અને દાંતીવાડામાં 1 કેસ નોધાયો.

વડગામ દૂધ મંડળીના ચેરમેન અને વા.ચેરમેન બિન હરીફ : પશુપાલકો અને ખેડૂતોના હિતમાં કામ કરવાનું નવનિયુક્ત ચેરમેનનું આહવાન.

લાખણી મામલતદાર કચેરીમાં મામલતદાર સહિત ૧૦ કર્મચારીઓની ઘટથી અરજદારોને હાલાકી : મામલતદાર, ૪ નાયબ મામલતદાર તેમજ ૫ ક્લાર્કની ઘટથી અરજદારોને ધક્કા ખાવાનો વારો ; કચેરીની મોટાભાગની શાખાઓ ઇન્ચાર્જના હવાલે.

થરાદ તાલુકાના વ્યાયામ અને ચિત્ર શિક્ષકોની કાયમી નિમણુંક કરવાની માંગણી : થરાદ પ્રા., ઉ.પ્રા., માધ્ય અને ઉ.મા.શાળાઓ માટે ધારાસભ્યને આવેદનપત્ર આપ્યું.

થરાદ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખે થરાદ એસટી ડેપોની મુલાકાત લીધી : ડેપો દ્વારા પાણીની સમસ્યા અને કચરાપેટી આપવાની માંગણી કરવામાં આવી.

ભરૂચમાં પાણી ઘૂસતા રસ્તાઓ પર હોડીઓ ફરવા લાગી, લોકોમાં ભયનો માહોલ, 30 ગામો અસરગ્રસ્ત, 4977 લોકોનું સ્થળાંતર.

આવતીકાલથી ગુજરાતમાં NEET અને JEEની પરીક્ષાઓ શરૂ, 10 જિલ્લાના 214 કેન્દ્ર પર 38 હજાર વિદ્યાર્થીઓ NEETની પરીક્ષા આપશે.

સરકારી બાબુઓ સાવધાન, કામ નહિ કરો તો સરકાર ફરજિયાત નિવૃત્ત કરી દેશે; રિવ્યુ કમિટી બનાવવા કેન્દ્રનો આદેશ.

પાકિસ્તાનની જાસુસી એજન્સી ISIના કચ્છ કનેક્શનનો ઘટસ્ફોટ, મુંદ્રામાંથી શખ્સ જબ્બે, NIAએ પૂછપરછ શરૂ કરી.

દેશના ગૃહમંત્રી અમિત શાહને AIIMS માંથી રજા અપાઈ, 18 ઓગસ્ટે હળવા તાવના પગલે દાખલ કરવામાં આવ્યા હતા.

દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું નિધન, આજે સાંજે અંતિમ શ્વાસ લીધા.

દેશમાં 9 મહિનાના કોરોનાકાળમાં પ્રથમવાર એક દિવસમાં વિક્રમી 80,078 દર્દી મળ્યાં, દેશમાં જ નહીં વિદેશમાં પણ અત્યાર સુધીનો આ સૌથી મોટો આંકડો.

લદ્દાખમાં 75 દિવસ પછી ફરી તણાવ, એક દિવસ પહેલાં ભારતે ચીની સેનાની ઘૂસણખોરી નિષ્ફળ બનાવી, ચીન સીમા પાસે ફાઈટર પ્લેન પણ તહેનાત.

વિશ્વમાં કોરોનાના 2 કરોડ 53 લાખ કેસ ; ઇન્ડોનેશિયામાં અત્યાર સુધી 100 ડોક્ટરનું વાયરસથી મૃત્યુ, સંક્રમણ વધવાના લીધે હોસ્પિટલોમાં જગ્યા બચી નથી.

અમેરિકાનાં પોર્ટલેન્ડમાં દેખાવકારો અને ટ્રમ્પ સમર્થકો સામ-સામે, ગોળી વાગવાથી એકનું મોત; વધુ બે રાજ્યોમાં 10ને ગોળી વાગી


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.