Rakhewal | 31-01-2021 Headlines

Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/

ડીસામાં જીવદયા પ્રેમીઓની જાગૃતતાથી પાંચ જીવોને નવજીવન, પશુઓ ભરેલું પીકઅપ ડાલુ ઝડપ્યું.

બનાસકાંઠા જિલ્લામાં બીજા તબક્કાના કોવિડ રસીકરણનો પ્રારંભ, કલેકટર, પોલીસ અધિક્ષક સહિત વહીવટીતંત્રના અધિકારીઓ, કર્મચારીઓ અને પોલીસ જવાનોએ કોરોના રસી મુકાવી.

પલ્સ પોલીયો ડે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં ૫ લાખ જેટલાં બાળકોને પોલીયો રસી પીવડાવવાના મહાઅભિયાનનો પ્રારંભ.

કડી બૂડાસણ રોડ ઉપર આવેલી જીઆઈડીસીમાં નકલી એન્જીન ઓઇલ બનાવવાનું કૌભાંડ પકડાયું, મહેસાણા એલસીબીએ રેડ કરી કૌભાંડનો પર્દાફાશ કર્યો, રૂપિયા ૮.૭૧ લાખનો મુદામાલ કબ્જે કર્યો.

કેન્દ્ર સરકારે જાહેર કરી નવી માર્ગદર્શિકા, ૧ ફેબ્રુઆરીથી ૧૦૦ ટકા કેપેસીટી સાથે સિનેમા હોલ ખુલશે, બંને શો વચ્ચે થોડા સમયનું અંતર રખાશે, જેથી સિનેમા હોલમાં વધુ ભીડ ના ઉમટે.

પાટણમાં ફ્રન્ટલાઇન વર્કર્સને રસી અપાઈ, કલેક્ટર, જિલ્લા પોલીસ અધિક્ષક સહિત પોલીસકર્મીઓએ વેક્સિન લીધી.

પાટણના સંડેરમાં 30 વીઘા જમીનમાં ખોડલધામ બનશે, નરેશ પટેલે મુલાકાત લીધી, કહ્યું- આ સંકુલ દરેક સમાજને ઉપયોગી થશે.

વિજાપુરના લાડોલમાં 85 ફૂટ ઊંડા કૂવામાં બે બાળકો સાથે દંપતીએ ઝંપલાવ્યું, એક પુત્રનું મોત; આપઘાતનું કારણ અકબંધ.

વડોદરાની સયાજી હોસ્પિ.માં કોરોનાની રસી મૂક્યાના 2 કલાક બાદ સફાઇ કર્મચારીનું મોત, પેનલ પોસ્ટમોર્ટમ કરાશે, પરિવારનો હોબાળો, મૃતદેહ પાસે પત્નીનું હૈયાફાટ રૂદન.

જૂનાગઢમાં શિવરાત્રીના મેળા માટે મહાનગરપાલિકાએ તૈયારીઓ શરૂ કરી, પરંતુ સરકારની મંજૂરી બાકી.

સોમવારથી રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણીના ફોર્મ ભરવાની શરૂઆત થશે, ઉમેદવાર પસંદગી માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોની મેરેથોન બેઠકો.

રાજ્યમાં આગામી ચાર દિવસ ઠંડી રહેશે, ત્રણથી ચાર ડિગ્રી તાપમાન નીચું જશે.

અમદાવાદ આવતી-જતી ફ્લાઇટો પર શીત લહેર અને ધુમ્મસની અસર, 8 ફ્લાઇટ રદ અને 6 ફ્લાઇટ લેટ.

ભાજપના વિવિધ સેલ મોરચાની રચના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી જ માર્ચમાં કરવામાં આવશે.

અમદાવાદમાં કોરોના મહામારી પછી ભારતનું પ્રથમ ઓફલાઈન લકઝરી કાર એક્સ્પો યોજાયું, 80 કરોડથી વધારે કિંમતની કાર એક જ જગ્યાએ જોવા મળશે.

દૌસામાં બિહારથી કોટા જઈ રહેલી બસ ટ્રક સાથે અથડાઈ, 24 મુસાફરો ઘાયલ; 18ની સ્થિતિ ગંભીર.

ખેડૂત આંદોલનનો 67મો દિવસ : PM મોદીની દખલ પછી ખેડૂતો અને સરકાર વચ્ચે 2 ફેબ્રુઆરીએ ફરી વાતચીત, ટિકૈતે કહ્યું- PMના ગૌરવને જાળવીશું.

મહારાષ્ટ્રમાં ફરી વધ્યો પોઝિટિવિટીનો દર; દેશમાં 37 લાખથી વધુ આરોગ્ય કર્મચારીઓને આપવામાં આવી વેક્સિન.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.