Rakhewal | 30-12-2020 Headlines

Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/

સાંતલપુરના સીધાડા નજીક કાર પલ્ટી જતાં છ ઘાયલ, મુંબઈ-પુણેથી કચ્છ જઈ રહેલા જૈન પરિવારને નડ્યો અકસ્માત.

બનાસકાંઠા ખાણ- ખનિજ વિભાગનો સપાટો, વડગામના મેરવાડા રોડ ઉપરથી રોયલ્ટી વગરના ૯ ડમ્પર ઝડપાયા, ૨ કરોડનો મુદ્દામાલ પોલીસ મથકે લવાયો : ૧૬ લાખનો દંડ.

ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં કાતિલ ઠંડી બાદ કમોસમી માવઠાની આગાહી, આગામી બે અને ત્રણ જાન્યુઆરીના રોજ હળવા વરસાદની સંભાવના.

પાલનપુરના ગઢમાં ટ્રેક્ટર પાછળ ગાય બાંધી ખેંચતો વિડીયો વાયરલ, પોલીસે બે વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી.

થરાદ નગરપાલિકા દ્વારા ૨૧ પોઇન્ટ પર ૫૧ કેમેરા લગાવાશે, ૧૫ લાખના ખર્ચે સીસીટીવી કેમેરા ગોઠવવાની તજવીજ.

પાટણમાં આઘેડના આત્મ વિલોપનના મુદ્દે બે સામે ગુનો દાખલ, આધેડ હાલ સારવાર હેઠળઃ ફરિયાદના પગલે ઉત્તેજના.

કચ્છમાં ૪.૩ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો, ખાવડાથી ૨૬ કિમિ દૂર કેન્દ્રબિંદુ નોંધાયું.

રાજ્યના તમામ પતંગોત્સવ રદ, રાત્રિ કર્ફ્યૂ હવે 9ને બદલે રાતના 11થી સવારના 6 વાગ્યા સુધીનો થવાની શક્યતા.

કોરોના વેક્સિનેશન મહાઅભિયાનનો ગુજરાત સરકારનો માસ્ટર પ્લાન તૈયાર, ક્વોલિફાઈડ વેક્સિનેટરની ફોજથી માંડી ડીજિટલ પોર્ટલ રેડી.

કચ્છમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, કેન્દ્રબિંદુ ખાવડાથી 26 કિલોમીટર દૂર નોંધાયું.

અંતે ભાજપના MP મનસુખ વસાવા માની ગયા, મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ રાજીનામું પાછું ખેંચી લીધું.

રાજકોટમાં થર્ટી ફર્સ્ટના આગલા દિવસે પોલીસે 3 કરોડના દારૂ પર બૂલડોઝર ફેરવ્યું, પ્યાસીઓના જીવ બળી જાય તેવા દ્રશ્યો.

અમદાવાદીઓએ એક જ દિવસમાં 55 લાખ દંડ પેટે ભર્યા, રાજ્યમાં પાંચ દિવસમાં 5.89 કરોડ રૂપિયાનો દંડ વસૂલાયો.

ભારતમાં પણ આજે કોવિશીલ્ડને અપ્રૂવલ મળવાના અણસાર, ડ્રગ કંટ્રોલરે મીટિંગ બોલાવી.

બ્રિટનથી આવનારી ફ્લાઈટ પરનો પ્રતિબંધ 7 જાન્યુઆરી સુધી વધારવામાં આવ્યો, દેશમાં કોરોનાના નવા સ્ટ્રેનના અત્યાર સુધીમાં 20 દર્દીઓ નોંધાયા.

નાણાંકીય વર્ષ 2019-20 માટે ઇન્કમટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર, માત્ર બે દિવસ બાકી.

બેંગ્લુરુમાં નવા વર્ષની પાર્ટી પર પ્રતિબંધ, મુંબઈ, શિમલા અને મનાલીમાં નાઈટ કર્ફ્યૂએ ઉજવણીની તૈયારી પર પાણી ફેરવ્યું.

બાંગ્લાદેશે 5 જહાજથી 1776 રોહિંગ્યા શરણાર્થીઓને એકાંત દ્વીપ મોકલ્યા, માનવધિકાર સંગઠનોએ વિરોધ નોંધાવ્યો.

ક્રોએશિયાની રાજધાની જગરેબમાં 6.3 ની તીવ્રતાનો ભૂકંપ, અનેક ઈમારતો ધ્વસ્ત; 3 પડોશી દેશોમાં પણ અનુભવાયા આંચકા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.