Rakhewal | 28-10-2020 Headlines

Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily

ડીસામાં ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારો, તાપમાનનો પારો ૧૭.૨ ડીગ્રીએ : હજુ પારો ગગડવાની સંભાવના.

અમીરગઢના ઢોલિયા ગામેથી દેશી હાથ બનાવટની બંદૂક ઝડપાઇ, એસઓજી પોલીસે આરોપીને આબાદ દબોચ્યા.

ગરીબોની કસ્તુરી ડુંગળી અને શાકભાજીના રાજા બટાકાના ભાવ આસમાને, શિયાળાની શરૂઆતમાં શાકભાજીના ભાવમાં ભડકો.

વડગામ તાલુકામાં નાગરિક પુરવઠા નિગમ દ્વારા ૪૮ દુકાનદારોનું રૂ. ચાર લાખનું રિફંડ આઠ માસ બાદ પણ ન અપાતાં રોષ.

દિયોદર પંથકની સગીરાને વિધર્મી યુવક ભગાડી ગયો, આરોપી વિરુદ્ધ ગુનો દાખલ.

કુદરતી આફતો સામે લાચાર અમીરગઢના ખેડૂતો મરચા જેવા રોકડીયા પાકો તરફ આકર્ષાયા.

વડનગર પંથકમાં આઘેડની મળેલી લાશનો ભેદ ઉકેલાયો, અપહરણ બાદ નાણાં ન મળતાં માર મારવાથી મોત થયાનું ખુલ્યું.

સી-પ્લેનનું ભાડું 4800 નહીં, પણ માત્ર રૂ.1500 રહેશે, સ્પાઇસ જેટ અમદાવાદ-સ્ટેચ્યૂ ઓફ યુનિટી વચ્ચે 30મીથી બુકિંગ શરૂ કરશે.

ગિરનાર ટેમ્પલ રોપવેમાં 18 ટકા GST બાદ કરી ટિકિટનો ભાવ 700 રૂપિયા, પાવાગઢ કરતા હજુ પણ 5 ગણો ભાવ, લોકોએ કહ્યું ચણા-મમરાની જેમ ભાવ ઘટ્યો.

કચ્છના સફેદ રણમાં ધનતેરસથી ટેન્ટ સિટી ખુલશે, સમગ્ર સ્ટાફને કોવિડ-19 પ્રોટોકોલની તાલિમ આપવામાં આવી.

ડેપ્યુટી CM પર ચપ્પલ ફેંકનાર ભાજપી નીકળ્યો : રશ્મિન પટેલ શિનોર ભાજપમાં હોદ્દાઓ પર રહી ચૂક્યો છે, મોટા નેતાના ઇશારે ષડ્યંત્ર રચ્યું હોવાની આશંકા.

આ વખતે નવી ગાઈડલાઈન નહિ, 30 નવેમ્બર સુધી અનલોક-5 જ લાગુ રહેશે; દિશા-નિર્દેશોના પાલન સાથે કામકાજ ફરી શરૂ કરવાની પ્રક્રિયા આગળ વધશે.

કેરળે 16 શાકભાજી-ફળોના ટેકાના ભાવ નક્કી કર્યા, એ ઉત્પાદન-કિંમતથી 20% વધુ હશે; આ નિર્ણય કરનાર દેશનું પ્રથમ રાજ્ય.

બિહારમાં 71 બેઠક પર મતદાન :3 વાગ્યા સુધીમાં 46 ટકા વોટિંગ, 71માંથી 30 સીટ પર મતદાન પૂર્ણ; ભોજપુરમાં બૂથ કેપ્ચરિંગ માટે લોહીયાળ અથડામણ

અમેરિકામાં એક સપ્તાહમાં પાંચ લાખ નવા કેસ આવ્યા, ફ્રાન્સમાં એક મહિનામાં લોકડાઉનની તૈયારી ; ઈટાલીમાં 24 કલાકમાં 22 હજાર સંક્રમિત મળ્યા.

નાઇજીરિયામાં સેંકડોની સંખ્યામાં લોકોએ બે ટંક ભોજન માટે વેરહાઉસિસમાં લૂંટ ચલાવી, ખાદ્ય ચીજવસ્તુઓ છુપાવવાનો સરકાર પર આરોપ.

આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.