Rakhewal | 28-02-2021 Headlines

Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/

બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું, પાલનપુર પાલિકામાં ૫ વાગ્યા સુધી ૫૧.૧૦ ટકા, ડીસા પાલિકામાં ૫૨.૭૬ ટકા અને ભાભરમાં ૭૨.૩૭ ટકા મતદાન નોંધાયું.

પાલનપુર ગઠામણ દરવાજા મતદાન મથક પાસે બે જૂથ વચ્ચે પથ્થરમારો, ગાડીના કાચ તૂટ્યા, બનાવને પગલે એએસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડ્યો.

ભાભર શાળા નંબર – ૨ લુંદરિયા વાસ નજીક ભાજપના સિમ્બોલવાળું ડેમો ઇવીએમ મશીન પકડાયું, કોંગ્રેસના વાવ, થરાદ, દિયોદર ધારાસભ્ય ચૂંટણી પંચને રજૂઆત કરશે.

ડીસાના ઝેરડા પમરું ત્રણ રસ્તા પર કારની ટક્કરે બાઇક ચાલક સહીત બે વ્યક્તિઓના મોત નિપજતા અરેરાટી.

કોરોના રસીકરણના ત્રીજા તબક્કા માટે બનાસકાંઠા જિલ્લા આરોગ્ય તંત્ર સજ્જ, ૬૦ વર્ષથી વધુ વયનાં લોકોને રસી અપાશે.

થરાદના રાહનું વિવાદાસ્પદ શોપીંગ આખરે તોડી પડાયું, નોટીસ બાદ જેસીબી મશીન સાથે ત્રાટકેલા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઇ.

થરાદના શિવનગર વિસ્તારમાં મકાનમાં આગ લાગતાં અફરાતફરી.

બનાસકાંઠા જિલ્લામાં જળસંચય માટે બનાસડેરીની પહેલ, ગામડાના તળાવો ઊંડા કરી વરસાદી પાણીનો સંગ્રહ કરાશે, ધાનેરાના માલોત્રા ગામેથી જળ બચાવો અભિયાનની શરૂઆત.

અરવલ્લીના બાયડ પાસે ટ્રક સાથે અકસ્માતમાં કાર સળગી ઉઠી, કારમાં સવાર બે વ્યક્તિઓ ભડથું થયાના અહેવાલ.

ભૂજ, ભરૂચ, પંચમહાલ અને વલસાડના ગામોનો સંપૂર્ણ ચૂંટણી બહિષ્કાર, બૂથ ખાલીખમ, નેતાઓ-અધિકારીઓની દોડધામ.

મતદાન પ્રક્રિયા પૂર્ણ, સાંજે 6 સુધીમાં જિલ્લા પંચાયતમાં 59.30 ટકા, તાલુકા પંચાયતમાં61.38 ટકા અને નગરપાલિકામાં 56.69 ટકા મતદાન.

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના પાટીદાર મત વિસ્તારોમાં જંગી મતદાન, ભાજપ-કોંગ્રેસ સામે AAPની ટક્કરના સંકેતો.

ગુજરાતમાં મતદાન સમયે કાર્યકરોનો ભારે હંગામો, કોઈએ લાતો મારી તો કોઈ શર્ટ ફાડ્યાં, પોલીસના લાઠીચાર્જથી સ્થિતિ થાળે પડી.

પાકિસ્તાન મરીને પોરબંદરની 3 બોટ, 18 માછીમારોના અપહરણ કર્યા; એક જ મહિનામાં બીજી અપહરણની ઘટનાથી માછીમારોમાં રોષ.

માર્ચ માહિનામાં બેંકનું કામકાજ 10 દિવસ ઠપ, કર્મચારીઓની હડતાલને લીધે સતત 4 દિવસ બેંક બંધ રહેશે.

બ્રિટનના રિસર્ચ સ્ટેશન નજીક બરફનો મોટો ભાગ તૂટીને જુદો પડ્યો, મુંબઈના બમણાં આકાર કરતાં પણ મોટું કદ.

યુએસમાં જોનસન એન્ડ જોનસનની વેક્સિનના ઈમરજન્સી યુઝની મંજૂરી, દેશમાં ત્રીજી રસીને એપ્રુવલ મળ્યું.

કેનેડા ભારત સ્થિત કંપની સાથેના સહયોગથી એસ્ટ્રાજેનેકા શોટ્સ વહેલાસર પ્રાપ્ત કરશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.